ઔષધશાસ્ત્ર

કોકમ

કોકમ : દ્વિદળી વર્ગમાં આવેલા ગટ્ટીફેરી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Garcinia indica Choisy (સં. રક્તપૂરકા, વૃક્ષામ્લ; હિં. વિષાબિલ, મહાદા, કોકમ; મ. અમસુલ; ગુ. કોકમ; ક. તિતિડીક, સોલે, મશ્બિન, હુડીમશ; બં. મહાદા; મલા. પૂતપુળી; અં. કોકમ બટર ટ્રી મેંગોસ્ટીન ઑઇલ ટ્રી) છે. આ ઉપરાંત G. cambogia Desr. અને G.…

વધુ વાંચો >

કોઠી (કોઠાં)

કોઠી (કોઠાં) : દ્વિદળી વર્ગમાં આવેલા રુટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Feronia limonia (Linn). Swingle syn. F. alephantum Correa (સં. કપિત્થ; હિં. કૈથ, કબીટ; બં. કયેત ગાછ, કાત્બેલ; મ. કવઠ, કવિઠ; ક. વેલ્લુ, બેલડા; તે. વેલાગા; તામિ. વિલાંગા, વિળામારં; મલા. વિળાવુ, વિળા, વિળાટ્ટી; અં. એલિફંટ ઍપલ, વૂડ ઍપલ.)…

વધુ વાંચો >

કૌચ (કૌવચ, ભેરવશિંગ)

કૌચ (કૌવચ, ભેરવશિંગ) : વનસ્પતિજ ઔષધિ. તેનાં વિવિધભાષી નામો આ પ્રમાણે છે : સંસ્કૃત : મર્કટી, આત્મગુપ્તા, સ્વયંગુપ્તા, કપિકચ્છુ; હિન્દી : કિંવાચ, કૌચ; મરાઠી : ખાજકુહિરી, ખાજકુહીલી; કોંકણી : ખાજકોલતી; બંગાળી : આલ્કુશી, ધુનારગુંડ, દયા, શુયાશિંબી; અંગ્રેજી : Cowhage, Cowitch; લૅટિન : Mucuna Prurita; Mucuna Pruriens. કૌચના છોડ – વેલા…

વધુ વાંચો >

ક્યુરારી

ક્યુરારી (curare) : દક્ષિણ અમેરિકાનાં કેટલાંક વૃક્ષોમાંથી મળતું 40 જેટલાં આલ્કેલૉઇડનું અત્યંત વિષાળુ મિશ્રણ. સાપના ઝેરમાં પણ તે હોય છે. તે પેશીને શિથિલ કરનાર (muscle relaxant) છે. ઍમેઝોન અને ઓરિનોકો નદીના પ્રદેશના ઇન્ડિયનો જંગલી પ્રાણીઓના શિકાર માટે તીરના ફળાને વિષાળુ બનાવવા તેનો ઉપયોગ કરતા. તેમની ભાષામાંના ‘વૂરારી’ (woorari) એટલે વિષ…

વધુ વાંચો >

ક્રમિકતા-પ્લેટ-પદ્ધતિ

ક્રમિકતા-પ્લેટ-પદ્ધતિ (gradient plate technique) : ઔષધ દ્રવ્યો સામે પ્રતિકારક શક્તિ ધરાવતા બૅક્ટેરિયાના ઉત્પરિવર્તિત (mutant) વિભેદો(clones)ને અલગ કરવા અજમાવવામાં આવતી એક કસોટી. આ કસોટી દ્વારા સૂક્ષ્મજીવોમાં થયેલ પ્રતિકાર-પરિવર્તનનો ખ્યાલ મેળવી શકાય છે, જે આયુર્વિજ્ઞાનની ર્દષ્ટિએ અગત્યની છે. આ પ્રયોગમાં પ્રતિદ્રવ્યો (antibiotics) જેવી દવાની સાંદ્રતાનો ક્રમિક ઉપક્રમ પેટ્રી ડિશમાં મેળવવામાં આવે છે…

વધુ વાંચો >

ક્લૉનિડીન

ક્લૉનિડીન : લોહીનું દબાણ ઘટાડતું એક ઔષધ. ક્લૉનિડીન α2-એડ્રિનર્જિક પ્રકારના અનુકંપી સ્વીકારકો(sympathetic receptors)નું વિશિષ્ટ રીતે (selectively) ઉત્તેજન કરે છે. તે દ્વારા તે લોહીનું દબાણ ઘટાડે છે, ઘેન લાવે છે તથા હૃદયના ધબકારા ધીમા કરે છે. જો નસ વાટે તે અપાય તો સૌપ્રથમ લોહીનું દબાણ વધે છે અને ત્યાર પછી તે…

વધુ વાંચો >

ક્વિનિડીન

ક્વિનિડીન : હૃદયના ધબકારાની અનિયમિતતાની સારવાર માટે વપરાતું ઔષધ. ક્વિનિડીન સિંકોનાની છાલમાંથી મળતું ક્વિનીન જેવું એક આલ્કેલૉઇડ છે. તે હૃદયની તાલબદ્ધતા(rhythm)ના વિકારોમાં વપરાતાં ઔષધોના IA જૂથનું છે. આ જૂથનાં ઔષધો કોષપટલ પર આવેલા સોડિયમ-માર્ગ(sodium-channel)ને અવરોધે છે અને તેથી હૃદયના સ્નાયુને જ્યારે ઉત્તેજિત કરવામાં આવે ત્યારે તેના ક્રિયાવિભવ (action potential)ના ‘O’…

વધુ વાંચો >

ક્વિનીન (આયુર્વિજ્ઞાન)

ક્વિનીન (આયુર્વિજ્ઞાન) : મલેરિયા(શીતજ્વર)ના રોગ સામે વપરાતું ઔષધ. ક્વિનીન વિશાળ અને જટિલ આલ્કેલૉઇડનો અણુ છે. હવે તો તેનું પ્રયોગશાળામાં ક્વિનીન સલ્ફેટ તરીકે સંશ્લેષણ થાય છે અને ઇન્જેક્શન પણ બનાવવામાં આવે છે. એકકોષી સૂક્ષ્મ જીવો પરની તેની અસરને કારણે ક્વિનીનને ‘સામાન્ય જીવરસીય (protoplasmic) ઝેર’ કહેવાય છે. તે જીવાણુઓ (bacteria), ટ્રિપેનોસોમા, યીસ્ટ,…

વધુ વાંચો >

ક્ષયપ્રતિરક્ષક રસી

ક્ષયપ્રતિરક્ષક રસી (BCG) : ક્ષયના જીવાણુ(bacteria)ના ચેપ સામે રક્ષણ આપવા માટે વપરાતી રસી. તે માયકોબૅક્ટેરિયમ ટ્યૂબર્ક્યુલૉસિસ બોવાઇન નામના, પશુઓમાં ક્ષય કરતા મંદરોગકારિતાવાળા  અથવા અલ્પબલિષ્ઠકૃત (attenuated) Calmette-Guerin ઉપપ્રકાર(strain)ના જીવાણુમાંથી બનાવાય છે BCGને આલ્બર્ટ કાલ્મેટ અને કેનિલી ગ્વેરિન 1921માં શોધ્યું હતું અને તેથી તે તેમના નામ પરથી Bacille Calmette-Guerin (BCG)ની સંજ્ઞા વડે…

વધુ વાંચો >

ગોનોકૉકસ

ગોનોકૉકસ : માનવોના જાતીય ચેપી રોગ પરમિયા માટે જવાબદાર બૅક્ટેરિયા. સંભોગ દરમિયાન આ બૅક્ટેરિયા શરીરમાં મુખ્યત્વે ગ્રીવા અને મૂત્રમાર્ગમાં પ્રસરેલા જોવા મળે છે. સમલિંગકામી (homosexual) વ્યક્તિઓમાં, ખાસ કરીને પુરુષોમાં, બૅક્ટેરિયા મળમાર્ગને ચેપ લગાડે છે. સ્ત્રીઓમાં તે ફૅલોપિયન નલિકા સુધી પ્રસરતા હોય છે. પરિણામે સ્ત્રીના નિતંબ પ્રદેશમાં સોજો આવે છે અને…

વધુ વાંચો >