ઉદ્યોગ વ્યાપાર અને વ્યવસ્થાપન
આંતરપ્રક્રિયા લાભ
આંતરપ્રક્રિયા લાભ (inter-process profit) : ધંધાના સમગ્ર નફામાં ઉત્પાદનની પ્રત્યેક પ્રક્રિયા અથવા એકમે આપેલા ફાળાનું મૂલ્યાંકન. એક પ્રક્રિયામાં તૈયાર થયેલ માલ બીજી પ્રક્રિયામાં લઈ જવામાં આવે ત્યારે તેની પડતર કિંમત વધારીને ફેરબદલી કરવી જોઈએ એમ કેટલાક માને છે. આ જ પ્રમાણે એક વિભાગમાંથી બીજા વિભાગમાં અથવા એક જ જૂથ હેઠળના…
વધુ વાંચો >આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન
આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન (International Labour Organization, 1919) : વિશ્વના શ્રમજીવી વર્ગની સ્થિતિ, કામની શરતો તથા જીવનધોરણમાં સુધારો લાવવાની દિશામાં પ્રયત્નશીલ આંતરરાષ્ટ્રીય સંસ્થા. પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) પછી વર્સેલ્સની સંધિ હેઠળ લીગ ઑવ્ નૅશન્સ સાથે સંલગ્ન છતાં સ્વાયત્ત એવી આ સંસ્થાની સ્થાપના એપ્રિલ, 1919માં કરવામાં આવી હતી. 1946માં એક ખાસ કરાર દ્વારા…
વધુ વાંચો >આંતરરાષ્ટ્રીય વ્યાપાર / વિદેશી વ્યાપાર
આંતરરાષ્ટ્રીય વ્યાપાર / વિદેશી વ્યાપાર (international trade) : બે કે તેનાથી વધુ રાષ્ટ્રો વચ્ચે વિવિધ ચીજવસ્તુઓની ખરીદી અને વેચાણનો વ્યવહાર. તેનાં ત્રણ પાસાં છે : (1) પરદેશથી વસ્તુઓ આયાત કરવી (આયાતવેપાર), (2) પરદેશમાં વસ્તુઓ નિકાસ કરવી (નિકાસ વેપાર) (3) પરદેશથી વસ્તુઓ આયાત કરી તેના સ્વરૂપમાં પરિવર્તન કરીને અગર તો બારોબાર…
વધુ વાંચો >આંતરરાષ્ટ્રીય વ્યાપારી મહામંડળ
આંતરરાષ્ટ્રીય વ્યાપારી મહામંડળ (International Chamber of Commerce) (સ્થાપના 1919) : ખાનગી સાહસ તથા નિર્બંધ વ્યાપારી વ્યવસ્થાઓનું સમર્થન કરનારું વિશ્વવ્યાપી સર્વોચ્ચ વ્યાપારી મહામંડળ. ‘સરકારી નિયંત્રણો તથા નિયમનો’ને લીધે ઊભી થતી જટિલ અને અપરિવર્તનશીલ વ્યવસ્થાના પ્રત્યુત્તરરૂપ સ્વયંસંચાલિત વ્યાપારવ્યવસ્થામાં વિશ્વાસ એ આ આંતરરાષ્ટ્રીય સમવાયી વ્યાપારી મહામંડળની તમામ પ્રવૃત્તિઓની બુનિયાદ છે. સંસ્થાનું કેન્દ્રીય કાર્યાલય…
વધુ વાંચો >આંશિક નુકસાન
આંશિક નુકસાન : જુઓ યૉર્ક ઍન્ટવર્પ રૂલ્સ
વધુ વાંચો >ઇજારાયુક્ત સ્પર્ધા
ઇજારાયુક્ત સ્પર્ધા : હરીફાઈ અને ઇજારાનાં તત્વોનું સંયોજન ધરાવતું બજાર. નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રની પરંપરામાં બજારના સ્વરૂપમાં મુખ્યત્વે બે વિભાગો ગણાય છે : (1) પૂર્ણ હરીફાઈ અને (2) શુદ્ધ ઇજારો. આ બંને પરસ્પરનિષેધક (exclusive) અને વૈકલ્પિક (alternative) ગણાતા. આ બે બજારસ્વરૂપો દ્વારા લગભગ બધી વસ્તુઓના ભાવનિર્માણની પ્રક્રિયા સંતોષકારક રીતે સમજાવી શકાય છે…
વધુ વાંચો >ઇજારાશાહી અને વ્યાપારપદ્ધતિના નિયંત્રણનો કાયદો
ઇજારાશાહી અને વ્યાપારપદ્ધતિના નિયંત્રણનો કાયદો (MRTP Act) : ઇજારો અને આર્થિક સત્તાના કેન્દ્રીકરણની અયોગ્ય અસરો અટકાવવા માટે ભારતીય લોકસભા દ્વારા ઘડવામાં આવેલો કાયદો. ઇજારા તપાસપંચ દ્વારા કરવામાં આવેલી ભલામણોને કાયદાનું સ્વરૂપ આપવાના ઇરાદાથી ડિસેમ્બર 1969માં તે અંગેનો ખરડો મંજૂર કરવામાં આવ્યો, જે જૂન 1970થી કાયદો બન્યો. ઉક્ત કાયદાને ઇજારા અને…
વધુ વાંચો >ઇજારો
ઇજારો : કોઈ વસ્તુ કે સેવાના બજાર-પુરવઠા પર એક જ ઉત્પાદક કે વિક્રેતાનો એકાધિકાર. ગ્રીક ભાષામાં ‘monopoly’ શબ્દનો અર્થ ‘single seller’ અર્થાત ‘એકમાત્ર વિક્રેતા’ થાય છે. પૂર્ણ ઇજારો એ પૂર્ણ હરીફાઈની તદ્દન વિરુદ્ધની સ્થિતિ છે. આમ વસ્તુ કે સેવાની વેચાણ-પ્રક્રિયા દરમિયાન હરીફાઈનો સદંતર અભાવ ત્યારે જ શક્ય બને, જ્યારે તેનું…
વધુ વાંચો >ઇન્ટરનેશનલ ઑર્ગેનાઇઝેશન ઑવ્ કન્ઝ્યૂમર્સ યુનિયન
ઇન્ટરનેશનલ ઑર્ગેનાઇઝેશન ઑવ્ કન્ઝ્યૂમર્સ યુનિયન (IOCU) : ગ્રાહકવર્ગનાં હિતોનું રક્ષણ કરવાના હેતુથી ઊભી કરવામાં આવેલી આંતરરાષ્ટ્રીય સંસ્થા. અમેરિકા, ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા, બેલ્જિયમ તથા નેધરલૅન્ડ્ઝનાં ગ્રાહક-સુરક્ષા-સંગઠનોએ 1960માં આ સંસ્થાની સ્થાપના કરી હતી. આજે તે 50 દેશોમાં ફેલાયેલાં ગ્રાહક-સંગઠનોની પ્રવૃત્તિઓને સાંકળી લેતી કેન્દ્રીય સંસ્થા છે. તેનું મુખ્ય મથક નેધરલૅન્ડ્ઝના હેગ ખાતે છે. એશિયા…
વધુ વાંચો >ઇન્ટરનેશનલ કૉન્ફેડરેશન ઑવ્ ફ્રી ટ્રેડ યુનિયન્સ
ઇન્ટરનેશનલ કૉન્ફેડરેશન ઑવ્ ફ્રી ટ્રેડ યુનિયન્સ (ICFTU) : મુક્ત વિચારસરણીને વરેલું પ્રથમ આંતરરાષ્ટ્રીય કામદાર સંગઠન. તે 1864થી 1876 સુધી, એટલે કે 12 વર્ષ અસ્તિત્વમાં રહ્યું હતું. કાર્લ માર્ક્સ તેની સાથે સંકળાયેલા હતા. આંતરિક વૈચારિક મતભેદોને પરિણામે આ સંગઠન 1876માં તૂટી પડ્યું. 1889થી 1914ના ગાળા માટે બીજું આંતરરાષ્ટ્રીય કામદાર સંગઠન અસ્તિત્વમાં…
વધુ વાંચો >