ઉદ્યોગ વ્યાપાર અને વ્યવસ્થાપન

અંકુશ

અંકુશ : પૂર્વનિર્ધારિત હેતુઓ સિદ્ધ કરવાની દિશામાં ઉદભવતી પ્રક્રિયા પર ઇચ્છિત પરિણામ નિશ્ચિત બને તે ઇરાદાથી દાખલ કરાતું નિયંત્રણ. અંકુશ એ ચકાસણી માટેનું સાધન ગણાય છે, જેનો હેતુ કાબૂ રાખવાનો  હોય છે. અંકુશના વિવિધ અર્થ પ્રચલિત છે. કોઈ એક વ્યક્તિ, જૂથ કે સંગઠનની બીજી કોઈ વ્યક્તિ, જૂથ કે સંગઠનનાં કાર્યો…

વધુ વાંચો >

અંકુશનિયમન

અંકુશનિયમન : અંકુશ પરનું નિયંત્રણ. ઇચ્છિત હેતુઓ સિદ્ધ કરવા માટે દાખલ કરવામાં આવેલા વિવિધ અંકુશો વાજબી ઠરે ને અસરકારક નીવડે તે માટે લેવાતાં પૂરક પગલાંને અંકુશનિયમન કહેવામાં આવે છે. દરેક પ્રકારના ઉત્પાદન-એકમમાં પેઢી, ઉદ્યોગ કે વ્યવસાયમાં ઓછાવત્તા પ્રમાણમાં અંકુશો તથા અંકુશ પરનાં નિયમન દાખલ કરવાં પડે છે. અંકુશો ધ્યેયસિદ્ધિમાં મદદ…

વધુ વાંચો >

અંકુશો, આર્થિક

અંકુશો, આર્થિક : આર્થિક નિર્ણયો મુક્ત રીતે લેવાની તથા (તે ધોરણે પોતાની) આર્થિક પ્રવૃત્તિઓનું સંયોજન કરવાની વ્યક્તિની તથા અન્ય આર્થિક ઘટકોની સત્તા પર કાપ મૂકી તે દ્વારા પસંદગી કરવાની સ્વતંત્રતા પર મુકાતું નિયંત્રણ. આર્થિક અંકુશો એ નિર્ણયો લેવાની તથા તે નિર્ણયો અમલમાં મૂકવાની આર્થિક ઘટકોની સ્વરૂપગત સાર્વભૌમતાનું ઓછાવત્તા પ્રમાણમાં હનન…

વધુ વાંચો >

અંબાણી, ધીરુભાઈ

અંબાણી, ધીરુભાઈ (જ. 28 ડિસેમ્બર 1932, ચોરવાડ, સૌરાષ્ટ્ર; અ. 6 જુલાઈ 2002, મુંબઈ) : વિશ્વના વિચક્ષણ અને ગતિશીલ ઉદ્યોગપતિઓની હરોળમાં માનભેર સ્થાન પ્રાપ્ત કરનાર સાહસિક, કુશળ વ્યવસ્થાપક તથા ભારતમાં ખાનગી ક્ષેત્રના સૌથી મોટા ઔદ્યોગિક સમૂહના સ્થાપક-ચૅરમૅન. આખું નામ ધીરજલાલ હીરાચંદ અંબાણી. અત્યંત સાધારણ આર્થિક સ્થિતિ ધરાવતા વ્યાપારી પરિવારમાં જન્મ. પિતા…

વધુ વાંચો >

અંબાલાલ સારાભાઈ

અંબાલાલ સારાભાઈ (જ. 23 ફેબ્રુઆરી 1890, ચંદ્રસૂરજ મહેલ, ખાનપુર, અમદાવાદ; અ. 13 જુલાઈ 1967) : ભારતના વિખ્યાત ઉદ્યોગપતિ અને અમદાવાદ શહેરના અગ્રગણ્ય નાગરિક. વ્યક્તિગૌરવ, વ્યક્તિસ્વાતંત્ર્ય તથા વ્યક્તિવિકાસ – આ ત્રણ સિદ્ધાંતોમાં અટળ શ્રદ્ધા અને તેને અનુરૂપ જીવનવ્યવહારની ગોઠવણ કરેલી. સમાજ કે જ્ઞાતિના જે રિવાજો બુદ્ધિગમ્ય ન હોય, વિકાસને રૂંધનારા હોય,…

વધુ વાંચો >

આધાનપાત્ર પરિવહન

આધાનપાત્ર પરિવહન (container transport) : જથ્થાબંધ માલની, પ્રમાણબદ્ધ (standard) પરિમાણ (dimension) ધરાવતા પાત્ર દ્વારા હેરફેર કરવા માટેની અદ્યતન સંકલિત પદ્ધતિ. તે અમલમાં આવી તે પહેલાં માલની હેરફેરના દરેક તબક્કે સ્થાનાંતરણ માટેની ચીજવસ્તુઓને ઉતારવા કે ચઢાવવા માટે ભિન્ન–ભિન્ન માપઘટકોનો ઉપયોગ થતો હતો તથા અંતિમ સ્થાન સુધી માલ પહોંચે તે દરમિયાન તૂટક…

વધુ વાંચો >

આબકારી જકાત

આબકારી જકાત : માલના ઉત્પાદન, આયાત કે નિકાસ પર લેવાતો કર. ઈસુ ખ્રિસ્તના જન્મ પૂર્વે ચોથી શતાબ્દીમાં, મૌર્ય સામ્રાજ્યના સમયમાં, ભારતમાં ઉત્પાદિત માલ પર શુલ્કનું ભારણ હતું. બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં મીઠા પર શુલ્ક નાખવામાં આવેલું. ગાંધીજીની ઐતિહાસિક દાંડીકૂચના પ્રતાપે, આઝાદી બાદ મીઠા પરનો વેરો બંધ થયો. તે અંગેના અગાઉના…

વધુ વાંચો >

આયાત

આયાત : દેશના વપરાશ માટે પરદેશમાં ઉત્પન્ન થયેલી વસ્તુ મંગાવવી તે. આંતરિક વપરાશને પહોંચી વળવા માટે જ્યારે કોઈ દેશ વિદેશમાં બનેલી વસ્તુઓ કે સેવાઓ પ્રાપ્ત કરે છે ત્યારે ખરીદનાર દેશમાં દાખલ થતી આવી વસ્તુઓ કે સેવાઓમાં તે દેશની આયાત બને છે. આયાત અને નિકાસ આ બે આંતરરાષ્ટ્રીય વ્યાપારનાં અનિવાર્ય પાસાં…

વધુ વાંચો >

આયાત અવેજીકરણ

આયાત અવેજીકરણ : જુઓ આયાતનીતિ, ભારતની

વધુ વાંચો >

આયાતનીતિ ભારતની

આયાતનીતિ, ભારતની : પરદેશમાં ઉત્પન્ન થયેલ વસ્તુઓની દેશની વપરાશ માટે આયાત કરવા અંગેની ભારત સરકારની નીતિ. આઝાદી પછી અને ખાસ કરીને આયોજનની શરૂઆતથી ભારતની આયાતો પર વિવિધ સ્વરૂપે નિયંત્રણો લાદવામાં આવ્યાં હતાં. આયાતનીતિ તરીકે રજૂ થતાં એ બધાં નિયંત્રણોની પાછળના ઉદ્દેશો નીચે પ્રમાણે હતા : (1) આયાતો સાપેક્ષ રીતે ઘટાડવી,…

વધુ વાંચો >