ઈશ્વરલાલ ઓઝા

મિથ્ર

મિથ્ર : ભારત અને ઈરાનના પ્રાચીન સાહિત્યમાં નિર્દિષ્ટ દેવ. આર્યો ઈરાનમાં આવ્યા અને તેમની એક શાખા ભારતમાં પ્રવેશી એ સમય દરમિયાન ભારતીય અને ઈરાની આર્યોના તે સંયુક્ત દેવ હતા. ભારતીય અને ઈરાની આર્યોના જીવનમાં પ્રકાશના દેવનું પણ સ્થાન હતું. મિત્રની ‘મિથ્ર’, અર્થાત્ સૂર્યદેવ કે પ્રકાશદેવ તરીકે તેઓ ઉપાસના કરતા હતા.…

વધુ વાંચો >

મિંગ વંશ

મિંગ વંશ : ચીનમાં ઈ. સ. 1368થી 1644 સુધી રાજ્ય કરનાર વંશ. ચીનમાં મોંગોલોના યુઆન વંશને ઉથલાવીને ચુ યુઆન ચાંગે ઈ. સ. 1368માં મિંગ વંશની સ્થાપના કરી. તેના પાટનગર પેકિંગમાંથી મોંગોલોને ભગાડી તેણે સમગ્ર દેશનો કબજો લઈને મિંગ વંશની સ્થાપના કરી. ઈ. સ. 1371 સુધીમાં તો તેણે સમગ્ર ચીનમાંથી મોંગોલોને…

વધુ વાંચો >

મિંગ હુઆંગ

મિંગ હુઆંગ (જ. 685, લોયાંગ, ચીન; અ. 762) : ચીનના તાંગ વંશનો છઠ્ઠો સમ્રાટ. તેનું નામ હસુઆન ત્સુંગ હતું. તે મિંગ હુઆંગ તરીકે જાણીતો થયો હતો. તેનો રાજ્યકાળ 712થી 756 સુધીનો હતો. તેના સમયમાં ચીને ઘણી સમૃદ્ધિ અને સત્તા મેળવ્યાં હતાં. તેણે વહીવટી અને નાણાકીય સુધારા કર્યા. કેન્દ્ર સરકારના માળખામાં…

વધુ વાંચો >

મુધોળકર, રઘુનાથ, રાવબહાદુર

મુધોળકર, રઘુનાથ, રાવબહાદુર (જ. 16 મે 1857, ધૂળે, ખાનદેશ; અ. 13 જાન્યુઆરી 1921, અમરાવતી, વિદર્ભ) : મવાળ રાજકીય વિચારસરણી ધરાવતા દેશનેતા, કૉંગ્રેસના પ્રમુખ; વિદર્ભના ઔદ્યોગિક વિકાસના અગ્રેસર. રઘુનાથ નરસિંહ મુધોળકરનો જન્મ પ્રતિષ્ઠિત મધ્યમવર્ગના પરિવારમાં થયો હતો. તેમના પિતાશ્રી ધૂળેની જિલ્લા અદાલતમાં દફતરદાર (record-keeper) હતા. રઘુનાથે ધૂળેમાં 1873માં મૅટ્રિકની પરીક્ષા પાસ…

વધુ વાંચો >

શમ્સે બુરહાની સૈયદ ઉસ્માન

શમ્સે બુરહાની સૈયદ ઉસ્માન (જ. ?; અ. ઈ. સ. 1458, અમદાવાદ) : જાણીતા પવિત્ર સંત સૈયદ બુરહાનુદ્દીન અબુ મુહમ્મદ અબ્દુલ્લા બુખારી (અથવા કુતૂબે આલમ)ના શિષ્ય. ગુજરાતના મુસલમાન કાળના ઇતિહાસમાં બુખારી સૈયદોનું આગવું સ્થાન હતું. ગુજરાતના સ્વતંત્ર સુલતાનો સાથે તેઓને ઘરોબો હતો. પોતાના પાક પીરના આદેશાનુસાર તેઓ બહાવદીનપુરમાં આસન રાખીને લોકોને…

વધુ વાંચો >

શાહઆલમ, સિરાજુદ્દીન મોહંમદ

શાહઆલમ, સિરાજુદ્દીન મોહંમદ (જ. 1407; અ. 1475, અમદાવાદ) : અમદાવાદના ખૂબ મશહૂર મુસલમાન સંત. એમનું આખું નામ ‘સિરાજુદ્દીન અબુલ બરકાત સૈયદ મુહમ્મદ હજરત શાહઆલમસાહેબ બુખારી’ હતું. તેઓ વટવાના જાણીતા સંત કુતુબેઆલમસાહેબના અગિયારમા પુત્ર હતા. ઈ. સ. 1453માં પિતાના અવસાન બાદ તેમણે બુખારી સૈયદોની આગેવાની લીધી. તેમની માતાનું નામ બીબી અમીના…

વધુ વાંચો >

શાહ ઇસ્માઇલ શહીદ

શાહ ઇસ્માઇલ શહીદ (જ. ?; અ. ઈ.સ. 1505) : સોળમી સદીના મહત્વના મુસ્લિમ સંત. મુઘલકાલીન તવારીખકાર બદાઉનીએ તેમનો ઉલ્લેખ કરી તે સમયના મહત્વના સંત તરીકે નોંધ કરી છે. આમ છતાં સૈયદ મુહમ્મદ જૉનપુરીની વિચારધારા સાથે તેમને મતભેદ હોય કે કેમ, પણ તેમના મકબરાને શાહ ઇસ્માઇલે શાહ ધનેશના સહયોગથી નુકસાન કરવાનો…

વધુ વાંચો >

શાહ ગઝની

શાહ, ગઝની (જ. ?, અ. ઈ.સ. 1512, અમદાવાદ) : અમદાવાદના સોળમી સદીના મુસ્લિમ સંત. ગુજરાતના સ્વતંત્ર સુલતાનોના શાહ ગઝની ઘણા જ નજીકના સગા થતા હતા. પરિણામે તેઓ અત્યંત ગર્વિષ્ઠ બની ગયેલા અને આમપ્રજાને પજવતા હતા. એક વખત તો તેમણે સંત શાહઆલમસાહેબના એક મુરીદ (સેવક) શેખ અહમદ પાસેથી પૈસા ખૂંચવી લીધા…

વધુ વાંચો >

શાહ, પીરમોહંમદ

શાહ, પીરમોહંમદ (જ. ?; અ. 1749) : અમદાવાદના સૂફીસંત. શાહ પીર મોહમંદ આમલોકોમાં હજરત પીર મોહંમદ શાહ નામે જાણીતા હતા. તેઓ પોતાની યુવાનીમાં અમદાવાદ આવ્યા હતા. ‘મિરાતે અહમદી’નો કર્તા નોંધે છે તેમ તેઓ અમદાવાદમાં આવ્યા પછી જુમા મસ્જિદમાં રહેતા હતા. તેમના જ્ઞાનની ખ્યાતિ ચારેય બાજુ ફેલાયેલી હતી. તેઓ કાદરી કળાપરંપરાના…

વધુ વાંચો >

શાહ, બારકુલ્લા ચિશ્તી

શાહ, બારકુલ્લા ચિશ્તી : દિલ્હીના નિઝામુદ્દીન ઓલિયાના શિષ્ય. તેમનું મોટાભાગનું જીવન અમદાવાદમાં પસાર થયું. તેમની દરગાહ દિલ્હી દરવાજાની બહાર પેન્ટર ગાર્ડન પાસે આવેલી છે. અમદાવાદના પ્રસિદ્ધ સંત શાહઆલમસાહેબનું ‘શાહઆલમ’ નામ તેમણે પ્રસિદ્ધ કર્યું હતું. આ બાબત પર પ્રકાશ પાડતાં ‘મિરાતે અહમદી’ના કર્તા નોંધે છે કે, શાહઆલમસાહેબ એમના પિતાશ્રીની આજ્ઞા અનુસાર…

વધુ વાંચો >