ઈશ્વરલાલ ઓઝા

સૃંજયો

સૃંજયો : વેદોના સમયની એક જાતિના લોકો. ઋગ્વેદમાં સૃંજયોને ત્રિસ્તુ જાતિના નજીકના સાથીઓ તરીકે ઉલ્લેખ કરે છે. તેઓ ત્રિસ્તુ જાતિની પડોશમાં, ઘણુંખરું પાંચાલમાં રહેતા હતા. તેમના એક રાજા દૈવવાટેે તુર્વસો અને વ્રિચિવંતો પર વિજય મેળવ્યો હતો. તુર્વસો અને ભરતો સૃંજયોના શત્રુઓ હતા. ‘શતપથ બ્રાહ્મણ’ ગ્રંથમાં પણ સૃંજયો અને ત્રિસ્તુઓને સાથીઓ…

વધુ વાંચો >

સેજવલકર ત્રંબક શંકર

સેજવલકર, ત્રંબક શંકર (જ. 25 મે 1895, કસોલી, જિ. રત્નાગિરિ; અ. 1963) : મૌલિક વિચારક, ઇતિહાસકાર, સંશોધક, મરાઠા ઇતિહાસના ભાષ્યકાર અને અઠવાડિક ‘પ્રગતિ’ના સ્થાપક-સંપાદક. વાસ્તવમાં તેઓ લોકહિતવાદી જ્યોતિબા ફૂલે, જી. જી. અગરકર, વી. કે. રજવાડે અને એસ. વી. કેતકરની પરંપરાના એક સામાજિક ચિંતક અને મરાઠા ઇતિહાસના ક્ષેત્રે પ્રસિદ્ધ વિદ્વાન હતા.…

વધુ વાંચો >

સેમિટિક પ્રજા

સેમિટિક પ્રજા : અરેબિક અથવા હિબ્રૂ જેવી સેમિટિક ભાષા બોલતા લોકો. તેઓ મુખ્યત્વે ઈથિયોપિયા, ઇરાક, ઇઝરાયલ, જૉર્ડન, લૅબેનોન, સીરિયા, આરબ દ્વીપકલ્પ અને ઉત્તર આફ્રિકામાં રહે છે. પ્રાચીન એસિરિયન, બૅબિલોનિયન, કેનેનાઇટ ઇબ્લેઇટ, હિબ્રૂ અને ફિનિશિયનો પણ સેમાઇટ હતા. સેમિટિક લોકોએ જગતને મૂળાક્ષરો અને એકેશ્વરનો વિચાર આપ્યો. યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ –…

વધુ વાંચો >

સેમુરાઈ

સેમુરાઈ : સામંતશાહી યુગના જાપાનની એક લડાયક જાતિ. તેઓ ‘સૂમો’ નામની કુશ્તી, ‘જૂડો’ નામનો ખેલ અને ‘કેન્દો’ નામક કૂદ તેમજ તિરંદાજીના નિષ્ણાત હતા. તેમના જીવનની એ ઓળખ હતી. તેઓ યુદ્ધ માટે સતત તત્પર રહેતા. તેઓ વફાદારી, વીરતા, સાદાઈ અને સખત મહેનતને જરૂરી ગુણ સમજતા હતા. આ યુદ્ધોમાં તલવાર તેમના શરીરના…

વધુ વાંચો >

સેલ્યુસીડ સામ્રાજ્ય

સેલ્યુસીડ સામ્રાજ્ય (ઈ. પૂ. 312થી ઈ. પૂ. 64) : યુરોપમાં થ્રેસથી ભારતની સરહદ સુધી ફેલાયેલું અને સેલ્યુકસ 1 નિકેટરે સ્થાપેલું સામ્રાજ્ય. મહાન સિકંદરના મેસિડોનિયન સામ્રાજ્યમાંથી તે કાઢેલું હતું. સિકંદરના મરણ પછી લશ્કરી અફસર એન્ટીગોનસ તેનો પ્રબળ હરીફ હતો. તદુપરાંત મિડીયાનો ક્ષત્રપ પીથોન અને ઈરાનનો ક્ષત્રપ પીકેસ્તા પણ તેના માર્ગમાં અંતરાયરૂપ…

વધુ વાંચો >

સૈફખાન-1થી 4

સૈફખાન-1 : તારીખ 5 એપ્રિલ, 1526થી તારીખ 26મી મે, 1526 દરમિયાન ગુજરાત પર શાસન કરનાર સુલતાન સિકંદરખાનને પોતાના જ શયનખંડમાં મારી નાખનારા કાવતરાબાજોમાંનો એક. આ કાવતરાખોરોની ટોળકીમાં બહાઉલ્મુલ્ક, દાર-ઉલ-મુલ્ક, એક હબસી ગુલામ અને કેટલાક તુર્ક ગુલામો સાથે તે પણ સામેલ થયો હતો. સૈફખાન સહિત તમામની માહિતી ‘મિરાતે સિકંદરી’નો કર્તા આપે…

વધુ વાંચો >

સૈયદ અબ્દુલ્લાહ ઇદ્રસ

સૈયદ, અબ્દુલ્લાહ ઇદ્રસ : ઇદ્રસિયા ફિરકાના સ્થાપક, અરબીના વિદ્વાન અને લેખક. તેમનું આખું નામ સૈયદ હજરત શમ્સ શેખબીન અબ્દુલ્લા અલ ઇદ્રસ હતું; પરંતુ આમજનતા તેમને ‘સૈયદ અબ્દુલ્લાહ ઇદ્રસ’ તરીકે ઓળખે છે. એમના વડવા સૈયદ અબુબકાર ઇદ્રસ સોળમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં આવીને વસ્યા હતા. તેમની પ્રવૃત્તિઓનું કેન્દ્ર સૂરત હતું. સૂરતમાં તેમની…

વધુ વાંચો >

સૈયદ અહમદ (1)

સૈયદ, અહમદ (1) : સોહરાવર્દી ફિરકાના એક સૂફી સંત. તેમને સૈયદ અહમદ જહાનશાહ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ સૈયદ બુરહાનુદ્દીન કુત્બે આલમ સાહેબના ભાવિક મુરીદ હતા. પોતાના ગુરુની માફક તેઓ પણ વિદ્વાન હતા. તેમણે લખેલાં અનેક પુસ્તકોમાં ફારસી ભાષાનાં ‘સફીન તુલ અનસાબ’ (વંશાવળીઓનું પુસ્તક) અને ‘દસ્તૂરે ખિલાફત ફી અલદે…

વધુ વાંચો >

સૈયદ જાફર બદ્રે આલમ

સૈયદ, જાફર બદ્રે આલમ : ઉચ્ચ કોટિના મુસ્લિમ વિદ્વાન. તેમના પિતાનું નામ સૈયદ જલાલ હતું. ‘બદ્રે આલમ’ તેમનો ઇલકાબ હોવાથી પુત્ર ‘સૈયદ જાફર બદ્રે આલમ’ તરીકે પ્રખ્યાત થયા. તેઓ અમદાવાદના વતની હતા. હદીસ અને તફસીરના તેઓ ઉચ્ચ કોટિના વિદ્વાન હતા. તેમની કૃતિઓમાં ‘રૌઝાતે શાહીયા’ પ્રસિદ્ધ છે. આ બૃહદ ગ્રંથ ચોવીસ…

વધુ વાંચો >

સૈયદ મોહંમદ જોનપુરી

સૈયદ, મોહંમદ જોનપુરી (જ. 1443, જોનપુર; અ. 23 એપ્રિલ 1504, ફર્રાહ) : મેહદવી પંથના સ્થાપક. પોતાને હજરત મહંમદ પેગંબર સાહેબના દોહિત્ર ઇમામ હુસેનના વંશજ ગણાવતા હતા. આખું નામ સૈયદ મોહંમદ નૂરબક્ષ જોનપુરી હતું. પાંચ વર્ષની નાની ઉંમરે શાળામાં શિક્ષકોને પોતાના જ્ઞાનથી મુગ્ધ કર્યા. યુવાનીમાં લશ્કરમાં જોડાયા. ઈ. સ. 1482માં જોનપુરમાં…

વધુ વાંચો >