ઇતિહાસ – ભારત
નરવર્ધન
નરવર્ધન (ઈ. સ. 500 આશરે) : પુષ્યભૂતિ વંશનો થાણેશ્વરનો મહારાજા. સ્થાણ્વીશ્વર(થાણેશ્વર-થાણેસર)ના પુષ્યભૂતિ વંશમાં એકાધિક રાજાઓ થયા. મુદ્રાઓ અને તામ્રપત્રોમાંનાં લખાણો ઉપરથી આ વંશના રાજાઓની માહિતી ઉપલબ્ધ થાય છે. તે અનુસાર ઈ. સ. 500ના અરસામાં મહારાજા નરવર્ધન થઈ ગયા. સરસ્વતીના કાંઠે થાણેશ્વર હતું અને ત્યાં રાજ્ય સ્થાપનાર પુષ્યભૂતિ હતો. આ રાજાઓ…
વધુ વાંચો >નરવર્મા
નરવર્મા (ઈ. સ. 1095 આશરે) : ભારતમાં માળવાના પરમાર વંશનો રાજા. તેના મોટા ભાઈ લક્ષ્મણદેવ પછી ધારની ગાદીએ ઈ. સ. 1095માં કે તે પૂર્વે આવેલો. એના 38 વર્ષના રાજ્યકાલ દરમિયાન એ સમકાલીન ચંદેલા રાજા સલક્ષણવર્મા, ચોળ રાજા વિક્રમ અને ગુજરાતના ચૌલુક્ય રાજા સિદ્ધરાજ જયસિંહ સાથે અથડામણમાં આવેલો અને સિદ્ધરાજે તેને…
વધુ વાંચો >નરસિંહગુપ્ત બાલાદિત્ય
નરસિંહગુપ્ત બાલાદિત્ય (સને 495–510) : મગધનો અંતિમ મહાન ગુપ્ત સમ્રાટ. સ્કન્દગુપ્તના અવસાન બાદ ગુપ્ત સામ્રાજ્યનું વિઘટન થયું અને સ્કન્દગુપ્તના વારસદારો ઉત્તર ભારતના જુદા જુદા પ્રદેશોમાં સ્વાયત્ત કે ખંડિયા રાજાઓ તરીકે શાસન કરતા હતા. નરસિંહગુપ્ત-બાલાદિત્ય પાંચમી સદીના અંતે અને છઠ્ઠી સદીના પ્રારંભે મગધમાં રાજ્ય કરતો હતો. ‘બાલાદિત્ય’ તેનો ખિતાબ હતો. માળવામાં…
વધુ વાંચો >નરીમાન, ખુરશેદ ફરામજી
નરીમાન, ખુરશેદ ફરામજી [જ. 17 મે 1883, થાણે (મહારાષ્ટ્ર); અ. 4 ઑક્ટોબર 1948, મુંબઈ] : ભારતના સ્વાતંત્ર્યસંગ્રામના લડવૈયા. વીર નરીમાન તરીકે જાણીતા. જન્મ મધ્યમવર્ગીય પારસી કુટુંબમાં થયો હતો. પિતા ફરામજી થોડો સમય જંજીરા સ્ટેટના દીવાન હતા અને પાછળથી તેમણે બેલગામમાં પોલીસ-ઇન્સ્પેક્ટર તરીકે કામ કર્યું હતું. ખુરશેદ નરીમાન તેમના ફુઆ અને…
વધુ વાંચો >નરેન્દ્રસેન
નરેન્દ્રસેન : દખ્ખણના વાકાટક વંશનો રાજા. પ્રવરસેન દ્વિતીયનો પુત્ર અને વાકાટકનરેશ રુદ્રસેન દ્વિતીયનો પૌત્ર. બુધગુપ્તના સમકાલીન (જેમનું અંતિમ જ્ઞાત વર્ષ ઈસવી સન 495 છે.) આ રાજાના નિશ્ચિત સમયની જાણકારીનાં પ્રમાણો પ્રાપ્ત નથી. સમર્થ શાસક એવો આ રાજવી કુન્તલ દેશના રાજાની કુંવરી અજિતા-ભટ્ટારિકાને પરણ્યો હતો. કોશલ, મેકલા અને માલવ ઉપરના આધિપત્ય…
વધુ વાંચો >નવદ્વીપ
નવદ્વીપ : ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યના નદિયા જિલ્લામાં ભાગીરથી અને જલાંગી નદીઓના સંગમસ્થાન પર આવેલું નગર, ધાર્મિક કેન્દ્ર અને યાત્રાધામ. તે 23° ઉ. અ. અને 88° પૂ. રે. પર, રાજ્યના પાટનગર કૉલકાતાથી ઉત્તરે આશરે 160 કિમી. દૂર અને જિલ્લામથક કૃષ્ણનગરથી પશ્ચિમે આશરે 30 કિમી. દૂર આવેલું છે. આ નગર ભાગીરથી…
વધુ વાંચો >નહેરુ (નેહરુ), કમલા
નહેરુ (નેહરુ), કમલા (જ. 1 ઑગસ્ટ 1899, દિલ્હી; અ. 28 ફેબ્રુઆરી 1936, લોસાં, જર્મની) : સ્વાતંત્ર્યસૈનિક. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનાં પત્ની. દિલ્હીના એક વેપારી પંડિત જવાહરમલની પુત્રી. તેમનાં લગ્ન 1916માં અલ્લાહાબાદના યુવાન બૅરિસ્ટર જવાહરલાલ નહેરુ સાથે થયાં હતાં. 1918માં પુત્રી ઇન્દિરાનો જન્મ થયો. પછીનાં ત્રણ વર્ષમાં જવાહરલાલ ગાંધીજીના…
વધુ વાંચો >નહેરુ (નેહરુ), જવાહરલાલ મોતીલાલ
નહેરુ (નેહરુ), જવાહરલાલ મોતીલાલ (જ. 14 નવેમ્બર 1889, અલ્લાહાબાદ; અ. 27 મે 1964, ન્યૂ દિલ્હી) : સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન અને સ્વાતંત્ર્યસેનાની. વહીવટી વિશિષ્ટતા અને વિદ્વત્તા માટે પ્રસિદ્ધ કાશ્મીરી બ્રાહ્મણ કુટુંબમાં, અલ્લાહાબાદના પ્રખ્યાત વકીલ મોતીલાલને ત્યાં જવાહરલાલનો જન્મ. તેમના વડવાઓ અઢારમી સદીમાં કાશ્મીરથી સ્થળાંતર કરીને દિલ્હી, આગ્રા અને પછી અલ્લાહાબાદ…
વધુ વાંચો >નહેરુ (નેહરુ), મોતીલાલ
નહેરુ (નેહરુ), મોતીલાલ (જ. 6 મે 1861, આગ્રા; અ. 6 ફેબ્રુઆરી 1931, અલ્લાહાબાદ) : પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી, સ્વાતંત્ર્યસેનાની અને ભારતના અગ્રણી રાજપુરુષ. પિતા ગંગાધર 1857ના બળવા પહેલાં દિલ્હીના કોટવાલ હતા. ત્યાંથી આગ્રા સ્થળાંતર કર્યું. મોતીલાલના જન્મના ત્રણ મહિના અગાઉ પિતાનું અવસાન થવાથી મોટા ભાઈ નંદલાલ સાથે અલ્લાહાબાદ રહેવા ગયા. મૅટ્રિક પાસ…
વધુ વાંચો >નહેરુ (નેહરુ), રામેશ્વરી
નહેરુ (નેહરુ), રામેશ્વરી (જ. 10 ડિસેમ્બર 1886, લાહોર; અ. 7 નવેમ્બર 1966) : અગ્રણી સામાજિક કાર્યકર. પંજાબમાં ઉછેર. પિતા દીવાનબહાદુર રાજા નરેન્દ્રનાથ પંજાબના અગ્રણી રાજકીય નેતા હતા. તેઓ સંયુક્ત પંજાબની વિધાનસભામાં પણ ચૂંટાયા હતા. શરૂઆતનું શિક્ષણ પરિવારમાં જ થયું. સોળમા વર્ષે બ્રિજલાલ નહેરુ સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયાં. બ્રિજલાલ મોતીલાલ નહેરુના…
વધુ વાંચો >