ઇતિહાસ – ભારત

ત્રિપાઠી, આર. પી.

ત્રિપાઠી, આર. પી. : મધ્યકાલીન ભારતીય ઇતિહાસના વિદ્વાન. એમનું પૂરું નામ ત્રિપાઠી રામપ્રસાદ હતું. એમણે ભારતમાં એમ.એ. સુધી અભ્યાસ કર્યા પછી લંડન જઈને ત્યાંની યુનિવર્સિટીની ડી.એસ.સી.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં ઇતિહાસના પ્રાધ્યાપક હતા. એમનું ‘સમ આસ્પેકટ્સ ઑવ્ મુસ્લિમ ઍડ્મિનિસ્ટ્રેશન’ નામનું પુસ્તક 1936માં પ્રસિદ્ધ થયું હતું. તેની બીજી…

વધુ વાંચો >

ત્રિરશ્મિ પર્વત

ત્રિરશ્મિ પર્વત : બૌદ્ધ ધર્મનું મહત્વનું કેન્દ્ર. નાસિક અને કાર્લાની ગુફાઓમાં ઈ. સ. 119-149 દરમિયાનના લગભગ પાંચ શિલાલેખોમાં આ પર્વતનો ઉલ્લેખ મળી આવ્યો છે. નાસિક પાસે ગોવર્ધનાહાર (પ્રદેશનું પ્રાચીન નામ)માં ત્રિરશ્મિ પર્વતના શિખર પર ગૌતમીએ બૌદ્ધિભિક્ષુઓ માટે સ્વખર્ચે આવાસ બંધાવીને તે તેમને અર્પણ કર્યા. ત્રિરશ્મિ પર્વત કૈલાસપર્વત જેવા ઊંચા શિખર…

વધુ વાંચો >

દક્ષિણ કોસલ

દક્ષિણ કોસલ : દક્ષિણ ભારતમાં આવેલું કોસલ (કોશલ) જનપદ. હાલના ઉત્તરપ્રદેશના ઉત્તરપૂર્વ ભાગમાં આવેલા અવધમાં કોસલ (કોશલ) નામે જનપદ આવ્યું હતું. અયોધ્યા, સાકેત અને શ્રાવસ્તી નગરી એ જનપદમાં આવી હતી. એનાથી ભિન્ન કોસલ નામે એક બીજું જનપદ દક્ષિણ ભારતમાં આવ્યું હતું, એ દક્ષિણ કોસલ તરીકે ઓળખાતું. મહાભારતના સભાપર્વમાં સહદેવે દક્ષિણમાં…

વધુ વાંચો >

દત્તદેવી

દત્તદેવી : ગુપ્ત સમ્રાટ સમુદ્રગુપ્ત (શાસનકાળ આશરે ઈ. સ. 330–380)ની પ્રધાન મહિષી. સંભવત: એ કદમ્બ કુળની રાજકુમારી અને કકુત્સ્થ વર્માની પુત્રી હતી. સમુદ્રગુપ્તના એરણ (મ. પ્ર.) શિલાસ્તંભલેખમાં સમુદ્રગુપ્ત તેમજ તેની રાણી દત્તદેવીના ઉદાત્ત ચરિતની પ્રશસ્તિ કરેલી છે. આ લેખમાં દત્તદેવીને પતિપરાયણ, સન્માર્ગનું અવલંબન કરનાર વ્રતિની અને શીલસંપન્ન હોવાનો તથા પોતાના…

વધુ વાંચો >

દત્ત, બટુકેશ્વર

દત્ત, બટુકેશ્વર (જ. 18 નવેમ્બર 1910, કાનપુર; અ. 20 જુલાઈ 1965 ન્યૂ દિલ્હી) : અગ્રણી ક્રાંતિકારી તથા સ્વાતંત્ર્યસૈનિક. તેમનો જન્મ મધ્યમ વર્ગના બંગાળી કાયસ્થ કુટુંબમાં થયો હતો. તેમના પિતાને કાનપુરમાં ખાનગી નોકરી હતી. તેમણે કાનપુરમાં અભ્યાસ કરી 1925માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી. કાનપુરમાં માલ રોડ ઉપર સાંજના સમય બાદ અંગ્રેજો…

વધુ વાંચો >

દત્ત, રમેશચંદ્ર

દત્ત, રમેશચંદ્ર (જ. 13 ઑગસ્ટ 1848, રામબાગાન, કૉલકાતા; અ. 30 નવેમ્બર 1909) : ભારતના અગ્રણી ઇતિહાસકાર, સંશોધક અને બંગાળી સાહિત્યકાર. તેમનો જન્મ વિદ્યાસંપન્ન પરિવારમાં થયેલો. પિતાનું નામ ઇશાનચંદ્ર જે સરકારી નોકરીમાં હતા. આરંભનું શિક્ષણ કૉલકાતાની અને આસપાસના જિલ્લાઓની બંગાળી શાળાઓમાં લીધું. કૉલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાંથી 1862માં તેમણે બી.એ.ની પ્રથમ વર્ષની પરીક્ષા…

વધુ વાંચો >

દત્તામિત્રી

દત્તામિત્રી : પ્રાચીન ભારતનું એક શહેર. તેનું બીજું નામ સૈવીર હતું. મહાભારતમાં દિમિત્રનો ‘દત્તમિત્ર’ તરીકે ઉલ્લેખ છે. અર્જુને સૌવીર રાજાને હરાવ્યો હતો, જે કદાચ સૌરાષ્ટ્ર-કચ્છનો રાજા હશે. બાક્ષિક(બેક્ટ્રિયા)ના યવન રાજા દિમિત્રે (દિમિત્રિયસે) ભારત પર ભારે આક્રમણ કરીને ગંગાપ્રદેશ, ગંધાર, મથુરા, પંચાલ, સાકેત, પુષ્પપુર, મધ્યમિકા વગેરે જીતી લીધેલાં. દિમિત્રના પિતા સેતુ…

વધુ વાંચો >

દધિવાહન

દધિવાહન (જ. ઈ. પૂ. 601–603; અ. ઈ. સ. પૂ. 556) : ચંપાપુરીના રાજા રણવીરનો પુત્ર. આ વંશની ઈ. સ. પૂ.ની છઠ્ઠી સદી પહેલાં 5–6 પેઢીની તૂટક હકીકત મળે છે. જૈન ગ્રંથોમાંથી ઉપલબ્ધ માહિતી અનુસાર કુશસ્થળ ઉપર પ્રસેનજિતથી છઠ્ઠી પેઢીએ દધિવાહન અંગદેશની રાજ્યગાદી પર બેઠો. તેને (1) અભયાદેવી (2) પદ્માવતી અને…

વધુ વાંચો >

દદ્ધ 2જો

દદ્ધ 2જો : ગૂર્જરનૃપતિ વંશના સ્થાપક દદ્ધ-1લાનો પૌત્ર. મૈત્રક કાલ દરમિયાન ઉત્તર લાટમાં ગૂર્જરનૃપતિ વંશનું શાસન પ્રવર્તેલું. એની રાજધાની આરંભમાં નાન્દીપુરી કે નાન્દીપુર (નાંદોદ) હતી. આ રાજવંશના સ્થાપક દદ્ધ 1લાનો પૌત્ર અને જયભટ-વીતરાગનો પુત્ર દદ્ધ 2જો હતો. એના શાસનકાલનાં પાંચ દાનશાસન મળ્યાં છે, જે કલચુરિ સંવત 380(ઈ. સ. 629)થી ક.…

વધુ વાંચો >

દરભંગા (જિલ્લો)

દરભંગા (જિલ્લો) :  બિહારના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે 26 00´ ઉ. અ. અને 86 00’ પૂ. રે.ની આજુબાજુ આવેલ છે. આ જિલ્લાની ઉત્તરે મધુબની જિલ્લો, દક્ષિણે સમસ્તીપુર જિલ્લો, પૂર્વે સહરસા જિલ્લો જ્યારે પશ્ચિમે સીતામરહી અને મુઝફર જિલ્લા આવેલા છે. આ જિલ્લો મધ્યગંગાના…

વધુ વાંચો >