ઇતિહાસ – ભારત
જાંબ ચાંપો
જાંબ ચાંપો : વનરાજનો મંત્રી અને ચાંપાનેરનો વસાવનાર. ‘પ્રબંધ ચિંતામણિ’ અને ‘પુરાતન પ્રબંધસંગ્રહ’ જેવા જૈન પ્રબંધોમાં વનરાજની પ્રારંભિક કારકિર્દીને લગતા રસપ્રદ પ્રસંગોના નિરૂપણમાં વનરાજના સાથીદારને જેણે જંગલમાં આંતરેલા તે જાંબ નામે ધનુર્વિદ્યાવિશારદ વણિકને વનરાજ પાસે લાવ્યા. વનરાજે એની યુદ્ધકલાથી પ્રસન્ન થઈ, પોતાનો રાજ્યાભિષેક થતાં એને મહામાત્ય નીમવાનું વચન આપ્યું. અણહિલવાડ…
વધુ વાંચો >જિજાબાઈ
જિજાબાઈ (જ. 1595, સિંદખેડરાજા, વિદર્ભ; અ. 1674) : છત્રપતિ શિવાજીનાં માતા. પિતા નિઝામશાહીના અગ્રણી સરદાર. રામાયણ, મહાભારત તથા પુરાણોની કથાઓ નાનપણમાં રસપૂર્વક સાંભળતાં, જેનાથી ભારતીય સંસ્કૃતિ તથા ધર્મ પ્રત્યેની નિષ્ઠાનાં બીજ રોપાયાં. 1605માં શાહજી ભોંસલે સાથે લગ્ન થયાં. તેમનાં 6 સંતાનોમાંથી 4 કાચી ઉંમરે મૃત્યુ પામ્યાં. જીવ્યા તે સંભાજી અને…
વધુ વાંચો >જીવિતગુપ્ત 1લો
જીવિતગુપ્ત 1લો : ઉત્તરકાલીન ગુપ્ત રાજવી. ઉત્તરકાલીન ગુપ્તોના રાજવંશમાં કૃષ્ણગુપ્ત પછી એનો પુત્ર હર્ષગુપ્ત અને હર્ષગુપ્ત પછી એનો પુત્ર જીવિતગુપ્ત ગાદીએ આવ્યો. એ પ્રાય: માળવાના પ્રતાપી રાજવી યશોવર્મા વિષ્ણુવર્ધન(533-34)નો સમકાલીન હતો. જીવિતગુપ્ત પરાક્રમી હતો. એણે સમુદ્રતટ પર આવેલા પ્રખર શત્રુઓનો પરાભવ કરેલો. આ શત્રુઓ પ્રાય: ગૌડો હતા. આદિત્યવર્માના અફસડ અભિલેખમાં…
વધુ વાંચો >જીવિતગુપ્ત 2જો
જીવિતગુપ્ત 2જો : ગુપ્તોનો છેલ્લો રાજવી. કનોજના ચક્રવર્તી હર્ષની હયાતી બાદ ઉત્તરકાલીન ગુપ્તો મગધમાં રાજ્ય કરતા હતા. માધવગુપ્તના પુત્ર આદિત્યસેને ‘મહારાજાધિરાજ’ પદવી ધારણ કરી હતી. એના ઉત્તરાધિકારીઓએ આ પદવી ચાલુ રાખી. તેઓમાં છેલ્લો હતો જીવિતગુપ્ત 2જો. એણે પ્રાય: પોતાની સત્તા ગોમતીતટ સુધી પ્રસારી. કનોજના પ્રતાપી રાજા યશોવર્માએ મગધાધિપનો પરાજય કરી…
વધુ વાંચો >જેજાકભુક્તિ
જેજાકભુક્તિ : બુંદેલખંડના ચંદેલ્લ રાજવીઓનો શાસનપ્રદેશ. ચંદેલ્લો ચંદ્રાત્રેયો તરીકે પણ ઓળખાતા. તેઓ બુંદેલખંડ પ્રદેશ પર રાજ્ય કરતા. નવમી સદીનાં શરૂઆતનાં વર્ષોમાં નન્નુકે આ રાજવંશ સ્થાપ્યો. એનું પાટનગર ખર્જૂરવાહક મધ્યપ્રદેશમાંના એ સમયના છતરપુર રાજ્યમાંનું હાલનું ખજૂરાહો હતું. નન્નુક પછી એનો પુત્ર વાક્પતિ અને વાક્પતિ પછી એનો પુત્ર જયશક્તિ (જેજા કે જેજ્જા)…
વધુ વાંચો >જોધપુર
જોધપુર : રાજસ્થાનના 33 પૈકીનો એક જિલ્લો તથા જિલ્લામથક અને ભૂતપૂર્વ દેશી રાજ્ય. જોધપુર જિલ્લો 26°થી 27° 37´ ઉ. અ. અને 72° 55´થી 73° 52´ પૂ. રે. વચ્ચે આવેલો છે. ઉત્તરે બિકાનેર અને વાયવ્યે જેસલમેર જિલ્લા, દક્ષિણે બારમેર અને પાલી અને પૂર્વમાં નાગોર જિલ્લો છે. ઉત્તરથી દક્ષિણ 197 કિમી. લંબાઈ…
વધુ વાંચો >જોધાબાઈનો મહેલ (ફતેહપુર સિક્રી)
જોધાબાઈનો મહેલ (ફતેહપુર સિક્રી) : આગ્રાથી 41 કિમી.ના અંતરે આવેલી વિશિષ્ટ ઇમારત. ફતેહપુર સિક્રીની અન્ય ઇમારતો સાથે ભળી જવા છતાં આગવી ભાત પાડે છે. ખાસ તો સ્તંભો અને મોતીના નકશીકામ પર પશ્ચિમ ભારતના મંદિરસ્થાપત્યની અસર જોવા મળે છે. બાદશાહ અકબરે સિક્રીના ઝડપી બાંધકામ માટે ગુજરાતથી પણ કારીગરો બોલાવ્યા હતા. આ…
વધુ વાંચો >જૌહર
જૌહર : દુશ્મનો સામે હાર નિશ્ચિત જણાય ત્યારે આક્રમણખોરોથી સ્વધર્મ અને શીલની રક્ષા માટે થતો સ્ત્રીઓનો સામૂહિક અગ્નિપ્રવેશ. ભારતના ઇતિહાસમાં સ્ત્રીઓ જૌહર કરતી તેના કેટલાક ઉલ્લેખ પ્રાપ્ત થયા છે. સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે જૌહરની પ્રથા માત્ર રાજપૂતોમાં જ પ્રચલિત હતી; પરંતુ રાજપૂત ઇતિહાસ પૂર્વે પણ જૌહરના બનાવના…
વધુ વાંચો >જ્યોતિર્લિંગ
જ્યોતિર્લિંગ : ભારતમાં આવેલાં બાર પ્રસિદ્ધ શિવલિંગો. ભગવાન શિવની લિંગસ્વરૂપે પૂજા વેદ અને પુરાણોમાં વર્ણવાઈ છે. અથર્વવેદમાં બ્રહ્મના સ્કંભ (સ્તંભ) સ્વરૂપના ઉલ્લેખો જોતાં વેદકાળમાં પ્રકાશપુંજના સ્તંભના પ્રતીકરૂપ લિંગપૂજા પ્રચલિત હશે. ઉપનિષદોમાં શિવને પરબ્રહ્મ તરીકે વર્ણવવામાં આવ્યા છે. પરબ્રહ્મમાંથી સર્વપ્રથમ તેજ સ્કંભ રૂપે ઉત્પન્ન થયું છે. પરબ્રહ્મના પ્રકાશથી — તેજથી —…
વધુ વાંચો >ઝકાઉલ્લાહ મૌલવી
ઝકાઉલ્લાહ મૌલવી (જ. 1822, દિલ્હી) : બહુમુખી પ્રતિભા ધરાવતા ઇતિહાસવિદ. તેમના વિદ્વાન પિતાએ પુત્રની કેળવણી પાછળ ભારે જહેમત લીધી. 12 વરસની ઉંમરે જ દિલ્હી કૉલેજમાં દાખલ થયા. પાછળથી ઉર્દૂના ખ્યાતનામ લેખકો બનેલા નઝીરઅહમદ અને મોહંમદ હુસેન આઝાદ ત્યાં તેમના સહાધ્યાયીઓ હતા. ભૂમિતિમાં વિશેષ રસ હોઈ, ભૂમિતિમાં તેઓ પારંગત થયા અને…
વધુ વાંચો >