જાંબ ચાંપો : વનરાજનો મંત્રી અને ચાંપાનેરનો વસાવનાર. ‘પ્રબંધ ચિંતામણિ’ અને ‘પુરાતન પ્રબંધસંગ્રહ’ જેવા જૈન પ્રબંધોમાં વનરાજની પ્રારંભિક કારકિર્દીને લગતા રસપ્રદ પ્રસંગોના નિરૂપણમાં વનરાજના સાથીદારને જેણે જંગલમાં આંતરેલા તે જાંબ નામે ધનુર્વિદ્યાવિશારદ વણિકને વનરાજ પાસે લાવ્યા. વનરાજે એની યુદ્ધકલાથી પ્રસન્ન થઈ, પોતાનો રાજ્યાભિષેક થતાં એને મહામાત્ય નીમવાનું વચન આપ્યું. અણહિલવાડ પાટણમાં વનરાજનો રાજ્યાભિષેક થયો ત્યારે વનરાજે જાંબને મહામાત્ય નીમ્યો. આ સમયે વનરાજની વય 50 વર્ષની હતી.

જાંબનું બીજું નામ ચાંપો પણ હતું. મિરાતે અહમદીમાં વનરાજના મંત્રી તરીકે ચાંપાનું નામ આપેલું છે, જેણે ચાંપાનેર શહેર વસાવ્યું હતું,

ભારતી શેલત