આયુર્વેદ
વૈદ્ય બાપાલાલ ગ. શાહ
વૈદ્ય બાપાલાલ ગ. શાહ (જ. 17 જાન્યુઆરી 1896, સણસોલી, પંચમહાલ, ગુજરાત; અ. 10 ડિસેમ્બર 1993) : ગુજરાતના જાણીતા આયુર્વેદજ્ઞ અને વૈદ્ય. ગુજરાતમાં આયુર્વેદક્ષેત્રની ઉત્તમ વિભૂતિઓમાં તેમનું સ્થાન છે. તેમનું કાર્યક્ષેત્ર સૂરત હતું. તેમના પિતાનું નામ ગરબડદાસ. જ્ઞાતિ દશા ખડાયતા વણિક. પ્રાથમિક શાળાંત પાસ કરી 12 વર્ષની ઉંમરે આગળનો અભ્યાસ વડોદરામાં…
વધુ વાંચો >વ્યાસ, મોહનલાલ
વ્યાસ, મોહનલાલ (જ. 2 મે 1907, ધોળીધાર, ગુજરાત; અ. 24 સપ્ટેમ્બર, 1976) : ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ આરોગ્યપ્રધાન અને આયુર્વેદના પ્રબળ સમર્થક. જન્મ બ્રાહ્મણ પરિવારમાં. કાર્યક્ષેત્ર : અમદાવાદ-ગાંધીનગર. શરૂઆતમાં સહકારી પ્રવૃત્તિ, દારૂબંધી અને પછી મજૂરમહાજનની પ્રવૃત્તિ બાદ ગુજરાત રાજ્યના મજૂરપ્રધાન અને છેવટે આરોગ્યપ્રધાન બન્યા. સને 1963થી 1967નાં પાંચ વર્ષો દરમિયાન તેઓએ…
વધુ વાંચો >વ્રણ (ulcer) (આયુર્વેદ)
વ્રણ (ulcer) (આયુર્વેદ) : જખમ-ગૂમડાંનો રોગ. આયુર્વેદમાં વ્રણ તથા વ્રણશોથ બંનેની ત્વચારોગની અંતર્ગત ગણના કરેલ છે. દેહની ત્વચા અને શ્લેષ્મકલા (membrane) કોઈ પણ કારણથી ફાટી જવાને કારણે જે જખમ, ઘા કે ગૂમડું થાય છે તેને ‘વ્રણ’ (ulcer) કહે છે. તેમાં ત્વચા નીચે ઢંકાયેલી ધાતુઓ ખુલ્લી થાય છે. પ્રકારો : રોગપ્રાકટ્યની…
વધુ વાંચો >વ્રણશોથ (Inflammation)
વ્રણશોથ (Inflammation) : ત્વચા-માંસની વિકૃતિથી પેદા થતો સોજો. વ્રણ અને વ્રણશોથ બંનેમાં તફાવત છે. તે બંને એક નથી. જ્યારે શરીરના વાતાદિ દોષો પ્રકુપિત થઈને ત્વચા અને માંસને વિકૃત કરી, એકદેશીય (સ્થાનિક) સોજો પેદા કરે છે કે જેમાં પાક, ધાતુઓનો વિનાશ અને વ્રણ(જખમ)ની ઉત્પત્તિ થાય છે, તેને ‘વ્રણશોથ’ (inflammation) કહે છે.…
વધુ વાંચો >શલ્ય અને શાલાક્યતંત્ર
શલ્ય અને શાલાક્યતંત્ર : આયુર્વેદનાં આઠ અંગોમાંનાં બે. સૃષ્ટિસર્જક બ્રહ્માએ ઉદબોધેલ આયુર્વેદવિજ્ઞાન, સ્વર્ગાધિપતિ ઇન્દ્રના સમય પછી મનુષ્યોની આયુષ્ય તથા મેધા-ગ્રહણશક્તિ ઘટવાથી 8 વિભાગોમાં વહેંચી નંખાયું હતું. જેથી વિદ્યાર્થીને જે વિષયમાં વધુ રુચિ હોય તેનો તે અભ્યાસ કરી, તેનો નિષ્ણાત બની શકે. કાશીપતિ દિવોદાસ કે જેઓ આજે વૈદ્યોમાં ભગવાન ધન્વન્તરિ રૂપે…
વધુ વાંચો >શંખવટી
શંખવટી : પેટનાં દર્દો અને ખાસ કરી પાચનનાં દર્દો માટેની ખૂબ પ્રસિદ્ધ આયુર્વેદિક ઔષધિ. નિર્માણવિધિ : આમલીનો ક્ષાર 40 ગ્રામ, પંચલવણ [સિંધવ, સંચળ, બીડલૂણ, વરાગડું (સાંભર) મીઠું અને સમુદ્રી (ઘેસથું) મીઠું] 40 ગ્રામ લઈ એક ખરલમાં મિશ્ર કરી, તેમાં 200 ગ્રામ લીંબુનો રસ નાંખી, ઘૂંટવામાં આવે છે. પછી તેમાં 40…
વધુ વાંચો >શાર્ઙ્ગધર અને શાર્ઙ્ગધર સંહિતા
શાર્ઙ્ગધર અને શાર્ઙ્ગધર સંહિતા : ભારતના મધ્યકાળમાં આયુર્વેદવિજ્ઞાનના મહાન આચાર્ય. તેમનું નામ પંડિત ભાવમિશ્ર અને આચાર્ય માધવ સાથે લેવાય છે. આ ત્રણેય આચાર્યોએ પોતપોતાનાં નામથી અનુક્રમે ‘શાર્ઙ્ગધર સંહિતા’, ‘ભાવપ્રકાશ’ અને ‘માધવનિદાન’ નામના ત્રણ ખૂબ જ મહત્વના ગ્રંથો રચી, આયુર્વેદ જગત પર મોટો ઉપકાર કર્યો છે. આચાર્ય શાર્ઙ્ગધર વિશે ખાસ જાણકારી…
વધુ વાંચો >શાસ્ત્રી, જાદવજી નરભેરામ (શાસ્ત્રી)
શાસ્ત્રી, જાદવજી નરભેરામ (શાસ્ત્રી) (જ. 24 એપ્રિલ 1898, સેદલા, જિ. સુરેન્દ્રનગર; અ. 16 જુલાઈ 1984, અમદાવાદ) : આયુર્વેદના જાણીતા વૈદ્ય અને લેખક. ગુજરાતમાં સને 1925થી 1965ના સમયગાળામાં આયુર્વેદિક સાહિત્યસર્જન સાથે પ્રૅક્ટિસ કરી, જનતાની ઉત્તમ સેવા કરનારા નામી વૈદ્યોમાં મૂળ પાટડી(બાજાણા-વિરમગામ)ના વૈદ્યરાજ જાદવજી નરભેરામ શાસ્ત્રીની ખાસ ગણના થાય છે. ગુજરાતમાં આ…
વધુ વાંચો >શિરીષ (સરસડો) વનસ્પતિ
શિરીષ (સરસડો) વનસ્પતિ : આયુર્વેદમાં નિર્દિષ્ટ ઔષધીય વનસ્પતિ. તેનાં વિવિધ ભાષાઓમાં નામો આ પ્રમાણે છે : સં. शिरीष, शुकतरु, मृदुपुष्प; हिं. शिरस, शिरीषा, सिरस; મ. શિરસી, શિરસ; બં. शिरीष; ક. शिरीषमारा, बागेमारा; તે. शिरीषमु, ગિરિષમુ; તા. બાગેમારં; મલા. નેન્નેની; ફા. દરખ્તેજ કરિયા, दरखोज कारिया; અ. सुलतानुल् असजार; અં. Parrot tree;…
વધુ વાંચો >શિરોરોગ (આયુર્વેદ)
શિરોરોગ (આયુર્વેદ) : મસ્તકના રોગો. આ રોગમાં મસ્તકમાં અનેક સ્થળે અનેક જાતની પીડા-વેદના (pain) થાય છે. તે તેનું સામાન્ય લક્ષણ છે. શિરોરોગ થવાનાં કારણો : આયુર્વેદના મતે શિરોરોગ ઉત્પન્ન થવામાં અનેક કારણો ભાગ ભજવે છે : ધુમાડો, તાપ, તુષાર (ઝાકળ, હિમ), વધુ પડતી જળક્રીડા (સ્નાન, તરણ), અતિનિદ્રા, અતિજાગરણ, ઊંચા સ્થાનેથી…
વધુ વાંચો >