અલકેશ પટેલ

વૉલ સ્ટ્રીટ જર્નલ, ધ

વૉલ સ્ટ્રીટ જર્નલ, ધ : અમેરિકાનાં ટોચનાં શહેરો પૈકી એક ન્યૂયૉર્કમાંથી પ્રકાશિત થતું વેપાર અને નાણાકીય બાબતોનું દૈનિક. ડાઉ જોન્સ ઍન્ડ કંપનીના ચાર્લ્સ એચ. ડાઉ દ્વારા સ્થાપિત ‘ધ વૉલ સ્ટ્રીટ જર્નલ’નો પ્રથમ અંક 8 જુલાઈ, 1889ના રોજ પ્રકાશિત થયો હતો. આ અખબાર સોમવારથી શુક્રવાર સુધી પ્રકાશિત થાય છે. ન્યૂયૉર્કમાં પ્રકાશિત…

વધુ વાંચો >

વૉશિંગ્ટન પોસ્ટ

વૉશિંગ્ટન પોસ્ટ : અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન ડી.સી.માંથી પ્રકાશિત થતું સવારનું દૈનિક. સ્થાપના 1877માં ડેમૉક્રેટિક પક્ષના મુખપત્ર તરીકે. તે સમયે આ અખબારનાં માત્ર ચાર પાનાં હતાં. વૉશિંગ્ટન પોસ્ટ પ્રતિષ્ઠિત અખબાર છે. તેની તુલના અમેરિકાના અન્ય એક મહત્વના શહેર ન્યૂયૉર્કથી પ્રકાશિત થતા અખબાર ‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’ સાથે થઈ શકે. 1889માં અખબાર વેચાઈ જતાં…

વધુ વાંચો >

શૌરી, અરુણ

શૌરી, અરુણ (જ. 2 નવેમ્બર 1941, જાલંધર) : જાણીતા પત્રકાર, પૂર્વ કેન્દ્રીય પ્રધાન, અર્થશાસ્ત્રી. શ્રીમતી દયાવંતીદેવી અને શ્રી હરિદેવ શૌરીના પુત્ર અરુણ શૌરીએ પત્રકાર તરીકે ઘણી નામના મેળવી છે પરંતુ તે પહેલાં તેમની કારકિર્દી અર્થશાસ્ત્રી તરીકેની હતી. નવી દિલ્હીમાં કૉલેજનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ન્યૂયૉર્કસ્થિત સાયરાકસ યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટની ઉપાધિ પ્રાપ્ત…

વધુ વાંચો >

સકાળ

સકાળ : મરાઠી દૈનિક. પ્રારંભ 1-1-1932. સ્થાપક તંત્રી નાનાસાહેબ પરુળેકર. દેશ સ્વતંત્ર થયો તે અગાઉ લગભગ 17 વર્ષ પહેલાં પુણેમાં શરૂ થયેલું અખબાર ‘સકાળ’ (‘સકાળ’ એટલે વહેલી સવાર), હાલ વર્ષ 2006માં 74 વર્ષ પૂરાં કરી 75મા વર્ષમાં પ્રવેશ્યું છે અને તેનો અમૃત મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ‘સકાળ’ માત્ર એક અખબાર…

વધુ વાંચો >

સન્ડે ઑબ્ઝર્વર

સન્ડે ઑબ્ઝર્વર : લંડનથી પ્રકાશિત અંગ્રેજી અખબાર. પ્રારંભ 4-12-1791. આ અખબારની શરૂઆત અને તેનાં પ્રારંભનાં વર્ષો રસપ્રદ છે. ડબ્લ્યૂ. એસ. બોર્ન નામના એક ઉત્સાહીને અખબાર શરૂ કરવાનો ચસકો લાગ્યો અને તેમણે 100 પાઉન્ડ ઉછીના લીધા. 4 ડિસેમ્બર, 1791ના રોજ ‘સન્ડે ઑબ્ઝર્વર’નું પ્રકાશન શરૂ થયું. તે દિવસે રવિવાર હતો. બોર્ને તેમના…

વધુ વાંચો >

સમકાલીન (1984થી 2005)

સમકાલીન (1984થી 2005) : ગુજરાતી અખબાર, મુંબઈ. સ્થાપક-તંત્રી : હસમુખ ગાંધી. પ્રારંભ : 14-1-1984. લગભગ 20 વર્ષ ચાલ્યા બાદ ‘સમકાલીન’ 7-8-2005ના રોજ બંધ પડ્યું. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ જૂથના આ ગુજરાતી અખબારનો પ્રારંભ ભારે રોમાંચક અને ઉત્સાહજનક હતો. ’80ના દાયકામાં મુંબઈમાં 30 લાખ જેટલા ગુજરાતીઓ હતા. એક માન્યતા પ્રમાણે ગુજરાતના મુખ્ય શહેર…

વધુ વાંચો >

સમભાવ

સમભાવ : ગુજરાતી અખબાર. પ્રારંભ : 12 માર્ચ 1986. પીઢ પત્રકાર ભૂપત વડોદરિયાના તંત્રીપદ હેઠળ 1980ના દાયકાના ઉત્તરાર્ધમાં શરૂ થયેલું આ અખબાર હાલ (2005-06) આમ તો ‘મેટ્રો સમભાવ’ના નામથી ઓળખાય છે. એક નાના દૈનિકથી પ્રારંભ કરનાર આ સમાચાર-પત્ર 20 વર્ષના ગાળામાં એક મોટા અખબારી જૂથ તરીકે પ્રસ્થાપિત થયું છે. ‘સમભાવ…

વધુ વાંચો >

સમાચાર

સમાચાર : સાંપ્રત ઘટના વિશેની માહિતી. ઘણુંખરું સામાજિક મહત્ત્વની તથા વ્યક્તિગત સંવેદનોને સ્પર્શતી ઘટનાનું વર્ણન તથા વિવરણ. સમાચારનું મૂળ ઘટના છે; પરંતુ પ્રત્યેક ઘટના સમાચાર નથી. જે ઘટનાનો અહેવાલ છાપામાં પ્રસિદ્ધ થાય તેને સમાચાર કહેવાય. સમાચારનો અંગ્રેજી શબ્દ ‘ન્યૂઝ’ (NEWS) ચારેય દિશાઓ માટેના અંગ્રેજી શબ્દોના પ્રથમ અક્ષરથી બનેલો છે, એટલે…

વધુ વાંચો >

સહાય, એસ.

સહાય, એસ. (જ. 1925; અ. 12 ડિસેમ્બર 1999, નવી દિલ્હી) : પીઢ પત્રકાર. તેઓ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 1955માં આશરે 30 વર્ષની ઉંમરે દિલ્હીમાં અંગ્રેજી અખબાર ‘ધ સ્ટેટ્સમૅન’માં જોડાયા હતા. આ જ અખબારમાં તેમણે 20 વર્ષની દીર્ઘ કારકિર્દી દરમિયાન વિવિધ હોદ્દાઓ પર રહી ફરજ બજાવી હતી. 1975માં તેઓ તંત્રી બન્યા…

વધુ વાંચો >

સંપાદન (પત્રકારત્વ)

સંપાદન (પત્રકારત્વ) : જે તે પત્રનાં નીતિધોરણને લક્ષમાં લઈને સમાચાર, લેખ, ભાષા, તસવીરો આદિ સામગ્રીમાં જરૂરી સુધારા-વધારા કરી તેને પ્રકાશનક્ષમ બનાવવાની પ્રક્રિયા. આ કામગીરી કરનાર વ્યક્તિને સંપાદક અથવા તંત્રી તરીકે ઓળખવામાં આવે છે. પત્રકારત્વમાં સંપાદનની કામગીરી સૌથી વધુ જવાબદારીવાળી હોય છે. પત્રકારત્વમાં થોડાં વર્ષ પહેલાં સંપાદનની કામગીરી મુખ્યત્વે અખબાર, સામયિકો…

વધુ વાંચો >