અમિતાભ મડિયા
સ્ટર્ન ઇર્મા (Stern Irma)
સ્ટર્ન, ઇર્મા (Stern, Irma) (જ. 1894, ટ્રાન્સવાલ, દક્ષિણ આફ્રિકા; અ. 1966, કેપટાઉન) : દક્ષિણ આફ્રિકન મહિલા-ચિત્રકાર. એમનું બાળપણ જર્મનીમાં વીત્યું. જર્મનીમાં બર્લિન અને વાઇમાર ખાતેની કળાશાળાઓમાં તેમણે કળાનો અભ્યાસ કર્યો. ઇર્મા સ્ટર્ન 1917માં જર્મન અભિવ્યક્તિવાદી ચિત્રકાર મૅક્સ પેખ્સ્ટીન સાથે તેમની મુલાકાત થઈ અને પરિણામે 1918થી 1920 સુધી તેમણે જર્મન અભિવ્યક્તિવાદી…
વધુ વાંચો >સ્ટાઇગ્લીટ્ઝ આલ્ફ્રેડ
સ્ટાઇગ્લીટ્ઝ, આલ્ફ્રેડ (જ. 1 જાન્યુઆરી 1864, હોબોકેન, ન્યૂ જર્સી, અમેરિકા; અ. 13 જુલાઈ 1946, ન્યૂયૉર્ક નગર, અમેરિકા) : પ્રસિદ્ધ અમેરિકન ફોટોગ્રાફર તથા આધુનિક કલાના પ્રખર પ્રચારક અને પુરસ્કર્તા. ન્યૂયૉર્કના ઊનના એક વેપારીને ત્યાં સ્ટાઇગ્લીટ્ઝનો જન્મ થયેલો. સ્ટાઇગ્લીટ્ઝ સત્તર વરસના હતા ત્યારે 1881માં તેમનું કુટુંબ જર્મની જઈ સ્થિર થયું. ત્યાં સ્ટાઇગ્લીટ્ઝે…
વધુ વાંચો >સ્ટાઇન્બર્ગ વિલિયમ
સ્ટાઇન્બર્ગ, વિલિયમ (Steinberg, William) (જ. 1 ઑગસ્ટ 1899, કોલોન (Cologne), જર્મની; અ. 16 મે 1978, ન્યૂયૉર્ક નગર, અમેરિકા) : અમેરિકન સંગીતકાર અને સંગીત-સંચાલક. કોલોન ઑપેરા કંપનીના સંચાલક ઑટો ક્લેમ્પરરના મદદનીશ તરીકે સ્ટાઇન્બર્ગે સંગીત-સંચાલકની કારકિર્દીનો આરંભ કર્યો. 1924માં સ્ટાઇન્બર્ગ કોલોન ઑપેરાના મુખ્ય સંચાલક બન્યા. 1925થી 1929 સુધી તેમણે પ્રાગ (Prague) ઑપેરા…
વધુ વાંચો >સ્ટાઇન્બર્ગ સૉલ (Steinberg Saul)
સ્ટાઇન્બર્ગ, સૉલ (Steinberg, Saul) (જ. 15 જૂન 1914, રોમાનિયા) : રોમાનિયન કાર્ટૂનિસ્ટ અને વ્યંગ્યચિત્રકાર. તેમણે યુનિવર્સિટી ઑવ્ બુખારેસ્ટમાં સમાજશાસ્ત્ર તથા મનોવિજ્ઞાનનો અને પછી ઇટાલીમાં મિલાન ખાતે સ્થાપત્યનો અભ્યાસ કર્યો. સૉલ સ્ટાઇન્બર્ગ 1936થી 1939 સુધીમાં એમણે કાર્ટૂનો અને ઠઠ્ઠાચિત્રો–વ્યંગ્યચિત્રો વિવિધ ઇટાલિયન સામયિકોમાં પ્રકાશિત કરી નામના મેળવી. 1942માં તેઓ ન્યૂયૉર્ક નગરમાં સ્થિર…
વધુ વાંચો >સ્ટૅન્ફીલ્ડ ક્લાર્કસન
સ્ટૅન્ફીલ્ડ, ક્લાર્કસન (Stanfield, Clarkson) (જ. 1793, બ્રિટન; અ. 1867, બ્રિટન) : રંગદર્શી બ્રિટિશ નિસર્ગ-ચિત્રકાર. મધદરિયે ડૂબતાં વહાણોનાં આલેખનો માટે તેઓ જાણીતા છે. યુવાનીમાં તેઓ ખલાસી હતા, તેથી સમુદ્રનો અને ડૂબતી નૌકાઓનો તેમને જાત-અનુભવ હતો; જેનો તેમણે મૌલિક ચિત્રોમાં સર્જનાત્મક ઉપયોગ કર્યો છે. સ્ટૅન્ફીલ્ડનું એક નિસર્ગચિત્ર : ‘વ્યૂ ઑન ધ શેલ્ટ’…
વધુ વાંચો >સ્ટેફાન ગૅરી (Stefan Gary)
સ્ટેફાન, ગૅરી (Stefan, Gary) (જ. 1942, અમેરિકા) : આધુનિક અલ્પતમવાદી (minimalist) શિલ્પી અને ચિત્રકાર. ન્યૂયૉર્ક નગર ખાતેની પ્રૅટ (Pratt) ઇન્સ્ટિટ્યૂટમાં ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇનનો અભ્યાસ કર્યા પછી તેમણે ચિત્રણાનો આરંભ કર્યો અને અલ્પતમવાદી અમૂર્ત ચિત્રો અને શિલ્પોનું સર્જન શરૂ કર્યું. તેમની નેમ આ કલાસર્જન દ્વારા ભાવકના દિમાગમાં વિચારસંક્રમણનો આરંભ કરવાની છે. ભૌમિતિક…
વધુ વાંચો >સ્ટ્રાઉસ ઑસ્કાર
સ્ટ્રાઉસ, ઑસ્કાર (જ. 6 માર્ચ 1870, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 11 જાન્યુઆરી 1954, ઑસ્ટ્રિયા) : ઑસ્ટ્રિયન સંગીત-નિયોજક અને ઑર્કેસ્ટ્રાના તથા ગાયકવૃંદ(કોયર)ના સંચાલક. બર્લિન ખાતે સંગીતકાર મેક્સ બ્રખ પાસે તેમણે સંગીતનો અભ્યાસ કર્યો. એ પછી બર્લિનમાં તેમણે ઑર્કેસ્ટ્રાના સંચાલક તરીકે કારકિર્દી શરૂ કરી. 1940માં અમેરિકા જઈ ન્યૂયૉર્ક નગરના બ્રોડવે ખાતેનાં નાટકોમાં તેમજ …
વધુ વાંચો >સ્ટ્રાઉસ પરિવાર (Strauss Family)
સ્ટ્રાઉસ પરિવાર (Strauss Family) [સ્ટ્રાઉસ, યોહાન ધ એલ્ડર (જ. 28 માર્ચ 1804, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 24 સપ્ટેમ્બર 1849, વિયેના, ઑસ્ટ્રિયા); સ્ટ્રાઉસ, યોહાન ધ યંગર (જ. 25 ઑક્ટોબર 1825, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 3 જૂન 1899, વિયેના, ઑસ્ટ્રિયા)] : વૉલ્ટ્ઝ સંગીતનો મનોરંજક તથા લોકપ્રિય ઢબે વિકાસ કરનાર ઑસ્ટ્રિયન પિતાપુત્ર. પિતા યોહાન ધ…
વધુ વાંચો >સ્ટ્રૅન્ડ પૉલ
સ્ટ્રૅન્ડ, પૉલ (જ. 16 ઑક્ટોબર 1890, ન્યૂયૉર્ક નગર, ન્યૂયૉર્ક, અમેરિકા; અ. 31 માર્ચ 1976, પૅરિસ નજીક, ફ્રાન્સ) : પ્રસિદ્ધ અમેરિકન ફોટોગ્રાફર. પરસ્પર અસંગત જણાતા પદાર્થો અને વસ્તુઓની સહોપસ્થિતિ નિરૂપતી ફોટોગ્રાફી કરીને અમૂર્ત અને ઍબ્સર્ડ વલણો પર ભાર મૂકવા માટે તેઓ જાણીતા છે. સત્તર વરસની ઉંમરે સ્ટ્રૅન્ડે લુઇસ હાઇન પાસે ફોટોગ્રાફી…
વધુ વાંચો >સ્પૅનિશ કળા
સ્પૅનિશ કળા : સ્પેનની ચિત્રકળા અને શિલ્પકળા. સ્પેનનો કળા-ઇતિહાસ લાંબો છે. પ્રાગૈતિહાસિક સમયની – 25,000 વરસોથી પણ વધુ પ્રાચીન ચિત્રકૃતિઓ ધરાવતી આલ્તામીરા ગુફાઓથી સ્પેનની કળાયાત્રાનો આરંભ થાય છે; પણ એ પછી સ્પેનના કળા-ઇતિહાસમાં ત્રેવીસેક હજાર વરસનો ગાળો (gap) પડે છે. ત્યાર બાદ ઈસવી સનનાં પ્રારંભિક વરસો દરમિયાન રોમન સામ્રાજ્યના પ્રતાપે…
વધુ વાંચો >