અમિતાભ મડિયા

સિન્યૉરેલી લુચા (Signorelli Luca)

સિન્યૉરેલી, લુચા (Signorelli, Luca) (જ. 1445થી 1450ના અરસામાં, કૉર્તોના, ફ્લૉરેન્સ નજીક, ઇટાલી; અ. 16 ઑક્ટોબર 1523, કૉર્તોના, ઇટાલી) : નગ્ન યુવાન પુરુષોની આકૃતિઓને અવનવી યુયુત્સુ અને ગતિમાન રીતિની મુદ્રાઓમાં આલેખવાનો પ્રારંભ કરનાર ઇટાલિયન રેનેસાંસ-ચિત્રકાર. માઇકલૅન્જેલો બૂઓનારૉતી પણ તેમના પ્રભાવ હેઠળ આવેલો. સિન્યૉરેલીનું ચિત્ર ‘ધ ઍન્ડ ઓવ્ ધ વર્લ્ડ : ધ…

વધુ વાંચો >

સિબેરેખ્ટ્સ ઇયાન (Siberechts Ian)

સિબેરેખ્ટ્સ, ઇયાન (Siberechts, Ian) (જ. 1627, ઍન્ટવર્પ, ફ્લેન્ડર્સ; અ. આશરે 1705) : નિસર્ગચિત્રો આલેખવા માટે જાણીતા ફ્લેમિશ ચિત્રકાર. તેમના પિતા શિલ્પી હતા. ઍન્ટવર્પમાં રહેતા ચિત્રકાર એડ્રિયાન દે બી પાસેથી તેઓ ચિત્રકલા શીખ્યા. સિબેરેખ્ટ્સના આરંભકાલના ચિત્ર ‘ઇટાલિયન લૅન્ડસ્કેપ’(1653)માં ઇટાલિયન શૈલીને અનુસરતી ડચ ચિત્રણા જોઈ શકાય છે. 1660 સુધીમાં એક નિસર્ગચિત્રકાર તરીકે…

વધુ વાંચો >

સિબેલિયસ જ્યૉં (જુલિયસ ક્રિશ્ચિયન) Sibelius Jean (Julius Christian)

સિબેલિયસ, જ્યૉં (જુલિયસ ક્રિશ્ચિયન) Sibelius, Jean (Julius Christian) [જ. 8 ડિસેમ્બર 1865, હામીન્લિના (Hameenlinna), ફિનલૅન્ડ; અ. 20 સપ્ટેમ્બર 1957, જાર્વેન્પા (Jrvenh) – ફિનલૅન્ડ] : વીસમી સદીમાં સિમ્ફનીના ઘાટનો વિકાસ કરનાર અગત્યના સંગીત-નિયોજક તથા સમગ્ર સ્કૅન્ડિનેવિયાના સૌથી વધુ ખ્યાતનામ સંગીતકાર. બાળપણથી જ વાયોલિનવાદન અને સંગીત-નિયોજનનો શોખ ધરાવતા સિબેલિયસે 1889માં બર્લિન અને…

વધુ વાંચો >

સિમૉન્ડ્સ ચાર્લી

સિમૉન્ડ્સ, ચાર્લી (જ. 1945, અમેરિકા) : આધુનિક અમેરિકન શિલ્પી. ન્યૂયૉર્ક નગરના લોઅર ઈસ્ટ સાઇડ અને હાર્લેમ વિસ્તારોમાં માણસોએ તરછોડેલી ગલીઓમાં ખંડેર મકાનોની તોડફોડ કરી તેમાં ઈંટો વડે નવસર્જન કરી અમૂર્ત ‘શિલ્પ’ ચણવાની શરૂઆત તેમણે કરી. આમ કરવા પાછળનો તેમનો ઉદ્દેશ માનવીની મૂળભૂત સર્જનપ્રક્રિયા પર દર્શકનું ધ્યાન દોરવાનો હતો. એ પછી…

વધુ વાંચો >

સિલો ગિલ દે

સિલો, ગિલ દે (જ. ?, ઉર્લિયૉન્સ/ઉર્લાઇન્સ/ઑર્લિન્સ/એમ્બેરસ, સ્પેન; અ. આશરે 1501, સ્પેન) : સ્પેનનો પંદરમી સદીનો સૌથી મહાન શિલ્પી. ગિલ દે સિલોના પૂર્વજો, તેનું બાળપણ અને જન્મસ્થળ – આ બધાં વિશે કોઈ સ્પષ્ટ માહિતી નથી. એમનું જન્મસ્થળ ચાર-પાંચ વૈકલ્પિક સ્થળોમાંથી ગમે તે એક હોવાનું માનવામાં આવે છે. એક માન્યતા મુજબ એમનું…

વધુ વાંચો >

સિલો ડિયેગો દે

સિલો, ડિયેગો દે (જ. આશરે 1495, બુર્ગોસ, સ્પેન; અ. 22 ઑક્ટોબર 1563, ગ્રેનેડા, સ્પેન) : સ્પૅનિશ રેનેસાંસ-શિલ્પી અને સ્થપતિ. પિતા ગિલ દે સિલો સ્પેનના મહાન શિલ્પી હતા. પિતા પાસે શિલ્પકલાનો અભ્યાસ કરી ડિયેગો દે સિલોએ ફ્લૉરેન્સ જઈ વધુ અભ્યાસ આદર્યો. એમની શૈલી એમની કર્મભૂમિ બુર્ગોસને કારણે ‘બુર્ગોસ-પ્લેટેરસ્ક’ નામે જાણીતી થઈ.…

વધુ વાંચો >

સિસ્કીન્ડ આરોન (Siskind Aaron)

સિસ્કીન્ડ, આરોન (Siskind, Aaron) (જ. 1903, ન્યૂયૉર્ક નગર, ન્યૂયૉર્ક, યુ.એસ.; અ. ?) : અમૂર્ત ફોટોગ્રાફી માટે જાણીતા, પ્રભાવક અમેરિકન ફોટોગ્રાફર. ન્યૂયૉર્ક સિટી પબ્લિક સ્કૂલ્સની એક શાળામાં સિસ્કીન્ડ અંગ્રેજી ભાષાના શિક્ષક હતા ત્યારે 1932માં તેમણે ફોટોગ્રાફી કરવી શરૂ કરી. ન્યૂયૉર્ક નગરના અલગ અલગ લત્તાઓમાં અમેરિકન આર્થિક મંદી(the depression)ની અસરોનું દસ્તાવેજી આલેખન…

વધુ વાંચો >

સિસ્લે આલ્ફ્રેડ

સિસ્લે, આલ્ફ્રેડ (જ. 1839, પૅરિસ, ફ્રાંસ; અ. 1899) : બ્રિટિશ પ્રભાવવાદી ચિત્રકાર. પૅરિસ સ્થિત બ્રિટિશ યુગલનું તેઓ સંતાન. 1857માં અઢાર વરસની ઉંમરે સિસ્લે ધંધો-વેપાર શીખવા માટે લંડન ગયા, પરંતુ તેમનું ચિત્ત એ કામમાં ચોંટ્યું જ નહિ. તેઓ લંડનના મ્યુઝિયમોમાં લટાર મારતા રહ્યા અને બ્રિટિશ નિસર્ગ-ચિત્રકારો કૉન્સ્ટેબલ, ટર્નર અને બૉનિન્ગ્ટન ઉપરાંત…

વધુ વાંચો >

સિંઘ અર્પિતા

સિંઘ, અર્પિતા (જ. 1937, પશ્ચિમ બંગાળ, ભારત) : આધુનિક ભારતીય મહિલા-ચિત્રકાર. શાલેય અભ્યાસ પછી દિલ્હી પૉલિટૅક્નીકની સ્કૂલ ઑવ્ આર્ટમાંથી કલા-સ્નાતક થયાં. ત્યારબાદ તેમણે વણાટકામમાં કૌશલ્ય પ્રાપ્ત કરી પહેલાં કોલકાતાના અને પછી દિલ્હીના સરકારી વણાટકામ-કેન્દ્ર — વીવર્સ સર્વિસ સેન્ટર — માં ડિઝાઇનર તરીકે સેવાઓ આપી. ચિત્રસર્જન તેમણે છેક 1965 પછી શરૂ…

વધુ વાંચો >

સિંઘ ગુરચરણ

સિંઘ, ગુરચરણ (જ. 26 ઑક્ટોબર 1896, શ્રીનગર, કાશ્મીર, ભારત; અ. 1996, ભારત) : આધુનિક ભારતીય કુંભકાર. આધુનિક ભારતીય કુંભકળાના તે પિતામહ ગણાય છે. જમ્મુ ખાતેની પ્રિન્સ ઑવ્ વેલ્સ કૉલેજમાં અભ્યાસ કરીને 1918માં ગુરચરણ ભૂસ્તરશાસ્ત્ર-(geology)ના સ્નાતક થયા. સરકારી નોકરી શોધવામાં નિષ્ફળતા સાંપડતાં એ જ વર્ષે દિલ્હી ખાતે રામસિંઘ કાબુલીની ભઠ્ઠીઓમાં પારંપરિક…

વધુ વાંચો >