અમિતાભ મડિયા

વૉર્હોલ, ઍન્ડી

વૉર્હોલ, ઍન્ડી (જ. 6 ઑગસ્ટ 1927, પિટ્સબર્ગ, યુ.એસ.) : અમેરિકન પૉપ આર્ટ ચળવળના પ્રણેતાઓમાંનો એક તથા ફિલ્મ દિગ્દર્શક. મૂળ નામ એન્ડ્રુ વૉર્હોલા. કલાકારની અભિવ્યક્તિ વ્યક્તિગત નહિ પણ ઔદ્યોગિક તંત્રની જાહેરાત રૂપે છે તેવી ઘટના સૌપ્રથમ વૉર્હોલે ઊભી કરી. એ રીતે તેણે પશ્ચિમી જગતની અદ્યતન ધંધાદારી સામાજિક માનસિકતાને છતી કરી. 1950થી…

વધુ વાંચો >

વૉલ્જમુથ, મિકાયેલ (Wohlgemuth, Michael)

વૉલ્જમુથ, મિકાયેલ (Wohlgemuth, Michael) (જ. 1434; અ. 1519) : નૂર્નબર્ગના ખ્યાતનામ ગૉથિક ચિત્રકાર. આરંભિક જીવનની માહિતી નહિવત્ મળે છે. 1472માં નૂર્નબર્ગના ગૉથિક ચિત્રકાર હાન્સ પ્લીડન્વુર્ફ(Hans Pleydenwurff)ની વિધવા સાથે તેમણે લગ્ન કર્યું. એ પછીનાં ચાળીસ વરસ વૉલ્જમુથની કલાત્મક કારકિર્દીમાં ખૂબ જ ફળદ્રૂપ રહ્યાં. આ વરસો દરમિયાન તેમણે અનેક વ્યક્તિચિત્રો, પોથીચિત્રો અને…

વધુ વાંચો >

વૉલ્ટન, વિલિયમ

વૉલ્ટન, વિલિયમ (જ. 1902, બ્રિટન; અ. 1990, બ્રિટન) : આધુનિક બ્રિટિશ સંગીતકાર. તેમણે પ્રથમ કૃતિ ‘ફસાદ’ વડે સંગીતજગતમાં પ્રવેશ મેળવ્યો. આ કૃતિ એક બોલતા અવાજ અને છ વાજિંત્રો માટે છે. તેમાં બોલતો અવાજ કવિ એડિથ સિટ્વેલનાં કાવ્યોનું પઠન કરે છે. એ પછી તેમણે બ્રિટિશ સંગીતકાર એડ્વર્ડ ઍલ્ગારની શૈલીમાં પહેલી સિમ્ફની…

વધુ વાંચો >

વૉલ્સ, વુલ્ફગૅન્ગ શુલ્ઝ

વૉલ્સ, વુલ્ફગૅન્ગ શુલ્ઝ (જ. 1913, બર્લિન, જર્મની; અ. 1951, બર્લિન, જર્મની) : અમૂર્ત ચિત્રણા માટે જાણીતા આધુનિક જર્મન ચિત્રકાર. તેમણે કારકિર્દી એક ફોટોગ્રાફર તરીકે આરંભેલી. દ્વિતીય વિશ્વયુદ્ધમાં હિટલરની નેતાગીરી હેઠળના જર્મન લશ્કરમાં સૈનિક તરીકે તેમણે સેવા આપેલી; પરંતુ ફ્રેંચ સૈન્યે તેમને કેદ કરી લેતાં, થોડાં વરસો દક્ષિણ ફ્રાંસમાં યુદ્ધકેદી તરીકે…

વધુ વાંચો >

વૉહાન, વિલિયમ્સ (Vaughan, Williams)

વૉહાન, વિલિયમ્સ (Vaughan, Williams) (જ. 12 ઑક્ટોબર 1872, ડાઉન એમ્પની, ગ્લુસેસ્ટશૉયર, બ્રિટન; અ. 26 ઑગસ્ટ 1958, લંડન, બ્રિટન) : વિખ્યાત આધુનિક બ્રિટિશ સંગીતકાર અને બ્રિટિશ રાષ્ટ્રીય સંગીત ચળવળના સ્થાપક/પ્રણેતા. કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજમાં સર ચાર્લ્સ સ્ટેન્ફોર્ડ હેઠળ તેમજ રૉયલ કૉલેજ ઑવ્ મ્યુઝિકમાં સર હબર્ટ પૅરી હેઠળ વૉહાને સંગીતનો અભ્યાસ કર્યો. 1897થી…

વધુ વાંચો >

વ્યાજનો વારસ (નવલકથા)

વ્યાજનો વારસ (નવલકથા) : ચુનીલાલ મડિયા લિખિત નવલકથા. 1946માં તેનું પ્રકાશન થયેલું. મડિયાની અન્ય નવલકથાઓથી વિપરીત આ નવલકથા છાપામાં કદી હપતાવાર પ્રગટ થઈ નહોતી. પોતાનાં માતા કસુંબાને એમણે આ નવલકથા અર્પણ કરી છે. કથાની ભૂમિકા તરીકે મડિયાએ ઓગણીસમી સદીના અંતનું સૌરાષ્ટ્ર કલ્પ્યું છે. નવલકથાના શીર્ષક અનુસાર નાણું આ કથામાં કેન્દ્રસ્થાને…

વધુ વાંચો >

વ્યારાવાલા, હોમાય

વ્યારાવાલા, હોમાય (જ. 9 ડિસેમ્બર 1913, નવસારી, ગુજરાત) : ગુજરાતનાં અગ્રણી મહિલા ફોટોગ્રાફર. મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજ ખાતેથી બી.એ. કરવા ઉપરાંત જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટ્સ ખાતેથી પેન્ટિંગનો ડિપ્લોમા અને કલાનો ટીચર્સ ડિપ્લોમા મેળવ્યા. ફોટોગ્રાફીનો શોખ અને આવડત પતિ માણેકશાના માર્ગદર્શન હેઠળ કેળવાયાં અને તેમના પાડેલા ફોટોગ્રાફ પ્રગટ થવા લાગ્યા…

વધુ વાંચો >

વ્યાસ, ચિન્તામણિ

વ્યાસ, ચિન્તામણિ (જ. 1933, ખિમ્લાસા; જિલ્લો સોગાર, મધ્ય પ્રદેશ) : આધુનિક ભારતીય ચિત્રકાર. નવી દિલ્હીની કૉલેજ ઑવ્ ફાઇન આર્ટમાંથી ચિત્રકારનો ડિપ્લોમા મેળવ્યો. આધુનિક નગરજીવનની વિટંબણાઓને ચીતરવા માટે તે જાણીતા છે. તેમણે પોલૅન્ડ, દિલ્હી, મુંબઈ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, હૈદરાબાદ અને અમેરિકામાં પોતાનાં ચિત્રોનાં ઘણાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં છે. 1983થી 1987 સુધી અમેરિકામાં…

વધુ વાંચો >

વ્લાડ, રોમાન

વ્લાડ, રોમાન (જ. 1919, બુકોવિના) : આધુનિક ઇટાલિયન સંગીતકાર અને સ્વરનિયોજક. વીસ વરસની ઉંમરે ઇટાલી આવી વસવાટ શરૂ કર્યો. 1950માં તેમણે ઇટાલીનું નાગરિકત્વ મેળવેલું. વ્લાડનું મૌલિક સ્વરનિયોજન પહેલેથી જ સપ્તકના બાર સ્વરોને, તીવ્રમંદનો ખ્યાલ ફગાવીને, સમકક્ષ ગણતી પદ્ધતિ ‘એટોનાલિટી’ને અનુસરે છે. લયક્ષેત્રે પણ તેમણે મૌલિક પ્રયોગો કર્યા. તેના સંગીતમાંથી તેમના…

વધુ વાંચો >

વ્લામિન્ક મોરિસ (Vlamink Maurice)

વ્લામિન્ક, મોરિસ (Vlamink, Maurice) (જ. 4 એપ્રિલ 1876, પૅરિસ, ફ્રાંસ; અ. 11 ઑક્ટોબર 1958, રૂએ–લા–ગાદિલિયેરે, ફ્રાંસ) : પ્રસિદ્ધ આધુનિક ફ્રેંચ ચિત્રકાર. આધુનિક ચિત્રકલાની ફૉવવાદ (fauvism) શાખાના એક પ્રમુખ ચિત્રકાર. ઝળહળતા ભડક રંગો વડે ચિત્રો સર્જવા માટે તેઓ જાણીતા થયા. તેમની બળવાખોર પ્રકૃતિ આ માટે જવાબદાર ગણી શકાય. ફ્રાંસના ગ્રામીણ વિસ્તારમાં…

વધુ વાંચો >