વૉલ્ટન, વિલિયમ (. 1902, બ્રિટન; . 1990, બ્રિટન) : આધુનિક બ્રિટિશ સંગીતકાર. તેમણે પ્રથમ કૃતિ ‘ફસાદ’ વડે સંગીતજગતમાં

વિલિયમ વોલ્ટન

પ્રવેશ મેળવ્યો. આ કૃતિ એક બોલતા અવાજ અને છ વાજિંત્રો માટે છે. તેમાં બોલતો અવાજ કવિ એડિથ સિટ્વેલનાં કાવ્યોનું પઠન કરે છે. એ પછી તેમણે બ્રિટિશ સંગીતકાર એડ્વર્ડ ઍલ્ગારની શૈલીમાં પહેલી સિમ્ફની તથા ‘કન્ચર્ટો ફૉર વાયોલા ઍન્ડ ઑર્કેસ્ટ્રા’ લખ્યાં. એ પછી તેમણે તેમનો માસ્ટરપીસ લખ્યો ઑરેટોરિયો ‘બેલ્શેઝાર્સ ફીસ્ટ’. હૃદયદ્રાવક લાગણીઓ જન્માવતો આ ઑરેટોરિયો માનવમનમાં ધરબાયેલી આદિમ આરણ્યકતાને જગાડવામાં પણ સફળ નીવડે છે. વોલ્ટને બે ઑપેરા પણ લખ્યા છે : ‘ટ્રૉઇલસ ઍન્ડ ક્રેસિડા’ તથા ‘ધ બેર’. શેક્સપિયર પર આધારિત ત્રણ ફિલ્મો ‘હેન્રી ધ ફિફ્થ’, ‘હૅમ્લેટ’ તથા ‘રિચાર્ડ ધ થર્ડ’ માટેનું સંગીતનિયોજન પણ તેમણે કર્યું હતું.

અમિતાભ મડિયા