અમિતાભ મડિયા

વૅસારેલી, વિક્ટૉર (Vasarely, Victor)

વૅસારેલી, વિક્ટૉર (Vasarely, Victor) (જ. 1908, હંગેરી; અ. 2001) : આધુનિક ચાક્ષુષવાદી (‘ઑપ્ટિસિસ્ટ’) ચિત્રકાર. કારકિર્દીના આરંભમાં તેઓ ચિત્રકારો મોન્દ્રિયાં અને કૅન્ડિન્સ્કીથી પ્રભાવિત થયા. પછી તેઓ આંખોને ચકરાવામાં નાંખી દઈ અમૂર્ત કલાની દર્શકના દિમાગમાં મૂંઝારો ઊભી કરતી ચાક્ષુષવાદી શાખા તરફ વળ્યા. આ શાખાની કલા અત્યંત ભડક રંગોમાં સર્જાયેલી ભૌમિતિક આકૃતિઓ વડે…

વધુ વાંચો >

વેસ્ટ, બેન્જામિન

વેસ્ટ, બેન્જામિન (જ. 10 ઑક્ટોબર 1738, પેન્સિલ્વેનિયા, અમેરિકા; અ. 11 માર્ચ 1820, લંડન) : ઐતિહાસિક, ધાર્મિક તથા પૌરાણિક વિષયોનું વાસ્તવવાદી શૈલીએ નિરૂપણ કરવા માટે જાણીતા અમેરિકન ચિત્રકાર. તરુણાવસ્થામાં તેમણે ફિલાડેલ્ફિયામાં ચિત્રકલાનો અભ્યાસ કર્યો. વીસ વરસની ઉંમરે તેમણે ન્યૂયૉર્ક નગરમાં સફળ વ્યક્તિચિત્રકાર તરીકે નામના મેળવી. 1760માં તેમણે ઇટાલીની યાત્રા કરી. 1763માં…

વધુ વાંચો >

વૈકુંઠમ્, થોટા (Vaikuntham, Thota)

વૈકુંઠમ્, થોટા (Vaikuntham, Thota) (જ. 1940, ગામ બૂરુગુપલ્લી, જિ. કરીમનગર, તેલંગાણા, આંધ્ર પ્રદેશ) : તેલંગાણાનાં ગ્રામીણ અને આદિવાસી સ્ત્રીપુરુષોનું શોભનશૈલીએ નિરૂપણ કરવા માટે જાણીતા આધુનિક ભારતીય ચિત્રકાર. માત્ર શાલેય શિક્ષણ પ્રાપ્ત કરનાર વૈકુંઠમ્ કલાની બાબતમાં પૂર્ણપણે સ્વશિક્ષિત છે. તેલંગાણાની ગ્રામીણ મહિલાઓ, પુરુષો, ચર્ચા અને અભ્યાસમાં વ્યસ્ત બ્રાહ્મણો અને આદિવાસીઓ વૈકુંઠમના…

વધુ વાંચો >

વૉગ્લર, એબી

વૉગ્લર, એબી (જ. 1749, વુર્ઝબર્ગ, જર્મની; અ. 1814) : અઢારમી સદીના જર્મન સંગીતકાર અને સ્વરનિયોજક. વુર્ઝબર્ગના એક વાયોલિન બનાવનારના તે પુત્ર હતા. 1771માં તેમને ઇટાલીના બોલોન્યા નગરમાં સંગીતનું શિક્ષણ મેળવવા માટે શિષ્યવૃત્તિ મળી. બોલોન્યા અકાદમી ઑવ્ મ્યુઝિકમાં ખ્યાતનામ ગણિતજ્ઞ તથા સંગીતજ્ઞ પાદરી જિયામ્બાતિસ્તા માર્તિની તથા પછીથી પાદુઆમાં વાલોત્તીની રાહબરી નીચે…

વધુ વાંચો >

વૉટર્સ, મડી

વૉટર્સ, મડી (જ. 4 એપ્રિલ 1915, રોલિન્ગ ફૉર્ક, મિસિસિપી, યુ.એસ.; અ. 30 એપ્રિલ 1983, વેસ્ટ્મોન્ટ, ઇલિનોઈ, યુ.એસ.) : ‘ધ બ્લૂઝ’ નામે ઓળખાતી શૈલીનો જન્મદાતા જાઝ ગાયક અને ગિટારવાદક. મૂળ નામ મૅક્ક્ધિલે મૉર્ગેન્ફીલ્ડ. મિસિસિપીમાં કપાસનાં ખેતરોમાં બાળપણ વીત્યું. બાળપણમાં જ હાર્મોનિયમ જેવું વાજિંત્ર હાર્મોનિકા વગાડતાં શીખી લીધું. તરુણાવસ્થામાં ગિટાર વગાડતાં શીખ્યો…

વધુ વાંચો >

વૉટ્સન મ્યુઝિયમ

વૉટ્સન મ્યુઝિયમ : રાજકોટમાં આવેલું સૌરાષ્ટ્રનું સૌથી જૂનું તથા પુરાતત્વ, કલા, હુન્નર, વિજ્ઞાન સંસ્કૃતિવિષયક બહુહેતુક મ્યુઝિયમ. 1888માં તેની સ્થાપના થયેલી. બ્રિટિશ સામ્રાજ્યની મહારાણી વિક્ટોરિયાના શાસનનાં 50 વરસ પૂરાં થતાં 1887માં ‘કૈસરે હિંદ’ ખિતાબની વરણી પ્રસંગે સૌરાષ્ટ્રના રાજવીઓ, પૉલિટિકલ એજન્ટ અને શ્રીમંતોએ ફંડફાળો એકઠો કરી આ મ્યુઝિયમનો પ્રારંભ કરેલો. 1886થી 1889…

વધુ વાંચો >

વૉન્ડ્જિના-ચિત્રકલા

વૉન્ડ્જિના–ચિત્રકલા : ઑસ્ટ્રેલિયાના આદિવાસીઓની ભીંતચિત્રકલા. વાયવ્ય ઑસ્ટ્રેલિયાના કિમ્બર્લી (Kimberley) પ્રદેશની ગુફાઓમાં આ ચિત્રકલાના નમૂના જોવા મળે છે. પ્રાચીન વડવાઓએ ચીતરેલાં મૂળ ચિત્રોને આધુનિક વૉન્ડ્જિના આદિવાસીઓ દર વર્ષે નવેસરથી ચીતરતા (repaint) રહે છે. આ આદિવાસીઓની માન્યતા એવી છે કે જો ચિત્રોને કોઈ વર્ષે નવેસરથી ચીતરવામાં આવે નહિ, અને ચિત્ર જો ઝાંખું…

વધુ વાંચો >

વૉર્ટિસિઝમ (Vorticism)

વૉર્ટિસિઝમ (Vorticism) (1908-1918) : વીસમી સદીના પ્રારંભનું બ્રિટિશ કલાનું એક મહત્વનું આંદોલન. લેખક અને ચિત્રકાર પર્સી વિન્ધેમ લૂઇસ (18821957) આ આંદોલનના જન્મદાતા અને નેતા હતા. ‘વૉર્ટેક્સ’ (vortex) શબ્દ ઉપરથી આ આંદોલનનું નામાભિધાન થયું છે. ભાવકને ચકરાવામાં નાંખી દેવાની નેમ લૂઇસની હતી અને તેથી જ વમળના અર્થનો શબ્દ ‘વૉર્ટેક્સ’ આ આંદોલનના…

વધુ વાંચો >

વૉર્ડ, જેમ્સ

વૉર્ડ, જેમ્સ (જ. 1769, બ્રિટન; અ. 1855, બ્રિટન) : પ્રાણીસૃષ્ટિનું આલેખન કરનાર બ્રિટિશ રંગદર્શી ચિત્રકાર. પ્રલય દ્વારા સમગ્ર સૃષ્ટિનો અંત આવશે તેવી માન્યતા ધરાવનાર બ્રિટિશ પાદરી એડ્વર્ડ ઇર્વિન્ગના તે અનુયાયી હતા અને પોતે પણ આ માન્યતામાં પૂરો વિશ્વાસ રાખતા હતા. તેમણે ચીતરેલાં પશુપંખી અત્યંત ક્રૂર અને ઘાતકી દેખાય છે. તેમનું…

વધુ વાંચો >

વૉર્લોક પીટર

વૉર્લોક પીટર (જ. 30 ઑક્ટોબર 1894, લંડન, બ્રિટન; અ. 17 ડિસેમ્બર 1930, લંડન, બ્રિટન) : આધુનિક બ્રિટિશ સંગીતકાર, સંગીતવિવેચક તથા રાણી એલિઝાબેથના જમાનાના સંગીતના સંપાદક. સંગીતક્ષેત્રે સ્વશિક્ષિત વૉર્લોકને બે સંગીતનિયોજકો ફ્રેડેરિક ડેલિયસ તથા બર્નાર્ડ ફાન ડીરેન પાસેથી માર્ગદર્શન મળ્યું. 1920માં વૉર્લોકે ‘ધ સેકબર’ નામે સંગીતનું એક સામયિક શરૂ કર્યું અને…

વધુ વાંચો >