અમિતાભ મડિયા
કૉર્નેલિયસ પીટર
કૉર્નેલિયસ, પીટર (જ. 23? સપ્ટેમ્બર 1783, ર્હાઇન્લૅન્ડ, જર્મની; અ. 6 માર્ચ 1867, બર્લિન, જર્મની) : જર્મન રંગદર્શી ચિત્રકાર, નેઝેરનેસ (Nazarenes) કલા-આંદોલનનો એક અગત્યનો કલાકાર. આ આંદોલનની એક મહત્ત્વની નેમ મધ્યયુગીન ગૉથિક કલાની પુન:પ્રતિષ્ઠા (‘ગૉથિક રિવાઇવલિઝમ’) હતી, જેની સિદ્ધિમાં કૉર્નેલિયસે પોતાનાં ચિત્રો દ્વારા મહત્ત્વનો ફાળો આપ્યો. જર્મન મહાકવિ ગેટેના પદ્યનાટક ‘ફાઉસ્ટ’…
વધુ વાંચો >કૉર્યુસાઇ ઇસોડા
કૉર્યુસાઇ, ઇસોડા (Korusai, Isoda) (જ. આશરે 1765, જાપાન; અ. આશરે 1784, જાપાન) : જાપાનની પ્રસિદ્ધ કાષ્ઠછાપ-ચિત્રકલા (woodcut printing) ઉકિયો-ઇ(Ukio-E)ના ચિત્રકાર. સમુરાઈ યોદ્ધા જ્ઞાતિમાં તેમનો જન્મ થયેલો. યોદ્ધા તરીકેની તાલીમનો ત્યાગ કરી તેમણે જાપાનની ‘કાનો’ ચિત્રશૈલીની તાલીમ લીધી. ત્યારબાદ તેમણે ઉકિયો-ઇ શૈલીના પ્રસિદ્ધ ચિત્રકાર સુઝુકી હારુનોબુ પાસે તાલીમ લીધી અને જાપાનની…
વધુ વાંચો >કોર્વાર શિલ્પ
કોર્વાર શિલ્પ : વાયવ્ય ન્યૂ ગિનીના આદિવાસીઓની પ્રણાલીગત શિલ્પકૃતિઓ. સીધા અને વળાંકયુક્ત ભૌમિતિક આકારો અને ભૌમિતિક રેખાઓનું પ્રભુત્વ આ શિલ્પોમાં જોવા મળે છે. અહીંના આદિવાસીઓના હલેસાના છેડા ઉપર, ટોપા અને મુકુટો ઉપર તેમજ રોજિંદા વપરાશની બીજી ચીજો ઉપર આવાં શિલ્પ કોતરેલાં જોવા મળે છે. નિતંબ નીચે પાની દાબીને ઉભડક હાલતમાં…
વધુ વાંચો >કોલ થૉમસ
કોલ, થૉમસ (Cole, Thomas) (જ. 1 ફેબ્રુઆરી 1801, બૉલ્ટોન-લે-મૂર્સ, લૅન્કેન્શાયર, ઇંગ્લૅન્ડ; અ. 11 ફેબ્રુઆરી 1848, કેટ્સ્કીલ, ન્યૂયૉર્ક, અમેરિકા) : અગ્રણી અમેરિકન રંગદર્શી ચિત્રકાર. પ્રભાવવાદી ઢબે અમેરિકન નિસર્ગર્દશ્યોનાં ચિત્રો ચીતરવાની નેમ ધરાવનાર અમેરિકન ચિત્રકારોના જાણીતા કલાજૂથ ‘હડ્સન રિવર સ્કૂલ’ના સ્થાપક અને નેતા. કોલનો પરિવાર ઇંગ્લૅન્ડથી અમેરિકા આવી ઓહાયો ખાતે સ્થિર થયો…
વધુ વાંચો >કોલ નેટ કિન્ગ
કોલ, નેટ કિન્ગ (જ. 17 માર્ચ 1919, મૉન્ટેગૉમેરી, અલાસ્કા, અમેરિકા; અ. 15 ફેબ્રુઆરી, સાન્તા મોનિકા કૅલિફૉર્નિયા, અમેરિકા) : પ્રસિદ્ધ જાઝ ગાયક અને પિયાનિસ્ટ. મૂળ નામ નેથાનિયેલ આદમ્સ કોલ. બાર વરસની ઉંમરથી પાદરી પિતાના ચર્ચમાં ગાયકવૃંદમાં ગાવાનું કોલે શરૂ કર્યું. કોલનો ઘોઘરો, માદક અવાજ શ્રોતાઓ ઉપર ચુંબકીય અસર કરતો. 1937થી તેમણે…
વધુ વાંચો >કૉલોમ્બે મિશે
કૉલોમ્બે, મિશે (Colombe Michel) (જ. આશરે 1430, બ્રિટાની, ફ્રાંસ; અ. આશરે 1512, તૂ, ફ્રાન્સ) : ફ્રાંસના છેલ્લા ગૉથિક શિલ્પી. એમના જીવનની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. નાન્તે કેથીડ્રલમાં બ્રિટાનીના રાજા ફ્રાંસ્વા બીજા અને તેની પત્ની માર્ગરિતની કબર પર કૉલોમ્બેએ ચાર મૂર્તિઓ કંડારી છે, જે ચાર મૂલ્યોની પ્રતીકાત્મક રજૂઆત કરે છે સત્ય,…
વધુ વાંચો >કૉલ્ટ્રાન જોન વિલિયમ
કૉલ્ટ્રાન, જોન વિલિયમ (જ. 23 સપ્ટેમ્બર 1926, હેમલેટ, અમેરિકા; અ. 17 જુલાઈ 1967, હન્ટિન્ગ્ટન, ન્યૂયૉર્ક, અમેરિકા) : પ્રસિદ્ધ અમેરિકન જાઝ-સ્વર-નિયોજક, જાઝ-ટેનર-ગાયક, અને સોપ્રાનો (ઊંચા સપ્તકોમાં) સેક્સોફોનવાદક. 1960થી 1980 સુધી જાઝ-સંગીત પર તેમનો ભારે પ્રભાવ હતો. એડી વિન્સન, ડીઝી ગિલેસ્પી, અર્લ બૉસ્ટિક, અને જોની હોજિસ સાથે 1955માં જાઝ-ગાનવાદન કર્યા બાદ પ્રસિદ્ધ…
વધુ વાંચો >કોલ્ડ્સ્ટ્રીમ વિલિયમ સર
કોલ્ડ્સ્ટ્રીમ, વિલિયમ સર (જ. 28 ફેબ્રુઆરી 1908, નૉર્ધમ્બર્લૅન્ડ, બ્રિટન; અ. 18 ફેબ્રુઆરી 1987, બ્રિટન) : પ્રભાવવાદી શૈલીમાં નગરદૃશ્યોનું આલેખન કરનાર બ્રિટિશ ચિત્રકાર. લંડન ખાતેની સ્લેઇડ સ્કૂલમાં કલાની તાલીમ લીધા પછી લંડન ગ્રૂપ નામના ચિત્રકાર જૂથમાં તેઓ જોડાયા. 1934થી 1937 સુધી ફિલ્મનિર્માણક્ષેત્રે નટનટીઓ પાછળનું પર્યાવરણ ગોઠવવાનું કામ કર્યું. પ્રસિદ્ધ કલાવિવેચક કેનીથ…
વધુ વાંચો >કોલ્મૅન ઓર્નિટ
કોલ્મૅન, ઓર્નિટ (Coleman, Ornette) (જ. 9 માર્ચ 1930, ફૉર્ટ વર્થ, ટૅક્સાસ, અમેરિકા; અ. 11 જૂન 2015, મેનહટ્ટન, ન્યૂયૉર્ક) : અગ્રણી જાઝ-સેક્સોફોનવાદક, સંગીતનિયોજક તથા ‘ફ્રી જાઝ’ નામે ઓળખાતી જાઝ-શૈલીનો પ્રણેતા. ચૌદ વરસની ઉંમરે કોલ્મૅને સેક્સોફોન શીખવું શરૂ કર્યું અને બેત્રણ વરસમાં જ એમાં નૈપુણ્ય હાંસલ કર્યું. 1949માં ‘બ્લૂઝ’ શૈલીના એક જાઝ-બૅન્ડ…
વધુ વાંચો >કૉલ્વાઇલ ડેવિડ ઍલેક્ઝાન્ડર
કૉલ્વાઇલ, ડેવિડ ઍલેક્ઝાન્ડર (જ. 24 ઑગસ્ટ 1920, ટોરૉન્ટો, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 2013,નોવા સ્કોટિયા) : કેનેડાના પ્રભાવવાદી ચિત્રકાર. નોવા સ્કોટિયાના ઍમ્હર્સ્ટ ખાતે તેમનું બાળપણ વીતેલું. ચિત્રકાર સ્ટેન્લે રોયાલ (Stanley Royle) પાસે તેમણે ચિત્રકલાનો અભ્યાસ કર્યો. 1942માં કૅનેડાની સરકારે રાજ્યના અધિકૃત ચિત્રકાર તરીકે કોલ્વાઇલની નિમણૂક કરી. 1950થી 1963 સુધી તેમણે કૅનેડાની માઉન્ટ…
વધુ વાંચો >