કોલ, નેટ કિન્ગ (જ. 17 માર્ચ 1919, મૉન્ટેગૉમેરી, અલાસ્કા, અમેરિકા; અ. 15 ફેબ્રુઆરી, સાન્તા મોનિકા કૅલિફૉર્નિયા, અમેરિકા) : પ્રસિદ્ધ જાઝ ગાયક અને પિયાનિસ્ટ. મૂળ નામ નેથાનિયેલ આદમ્સ કોલ. બાર વરસની ઉંમરથી પાદરી પિતાના ચર્ચમાં ગાયકવૃંદમાં ગાવાનું કોલે શરૂ કર્યું. કોલનો ઘોઘરો, માદક અવાજ શ્રોતાઓ ઉપર ચુંબકીય અસર કરતો. 1937થી તેમણે સંગીતના જલસા કરવા આખી દુનિયાનો પ્રવાસ કરવો શરૂ કર્યો. એમનાં શ્રેષ્ઠ ગીતોમાં સમાવેશ પામે છે : ‘સ્ટ્રેઇટન અપ ઍન્ડ ફ્લાય રાઇટ’, ‘નેચર બૉય’, ‘રૂટ 66’, ‘વૉકિન્ગ માય બેબી બૅક હોમ’, ‘મોનાલિસા’ તથા ‘અન્ફર્ગેટેબલ’. હૉલિવૂડની ફિલ્મોમાં પણ તેમણે ગાયું છે.

અમિતાભ મડિયા