અમિતાભ મડિયા
કેન્ટ રૉકવેલ
કેન્ટ, રૉકવેલ (જ. 21 જૂન 1882, ટૅરી ટાઉન હાઇટ્સ, ન્યૂયૉર્ક, અમેરિકા; અ. 13 માર્ચ 1971, પ્લૅટ્સ્બર્ગ, ન્યૂયૉર્ક, અમેરિકા) : અમેરિકાની પ્રકૃતિનું અને લોકજીવનનું આલેખન કરનાર અમેરિકન ચિત્રકાર. એમના આલેખનની સુંદરતા અને નાટ્યાત્મકતાને કારણે તેઓ અમેરિકાના વીસમી સદીના સૌથી વધુ લોકપ્રિય ચિત્રકારોમાં સ્થાન પામ્યા. ન્યૂયૉર્ક નગરની કૉલમ્બિયા યુનિવર્સિટી ખાતે કેન્ટે સ્થાપત્યનો…
વધુ વાંચો >કેન્ટૉન સ્ટૅન
કેન્ટૉન, સ્ટૅન (જ. 19 ફેબ્રુઆરી 1912, વિચિટા, કૅન્સાસ, અમેરિકા; અ. 25 ઑગસ્ટ 1979, લૉસ ઍન્જલસ, કૅલિફૉર્નિયા, અમેરિકા) : અગ્રણી જાઝ સંગીતનિયોજક અને પિયાનિસ્ટ. તરુણાવસ્થામાં જાઝ સંગીતકારો અર્લ હાઇન્સ, ક્લોદ થૉર્નહિલ અને બેની કાર્ટરથી પ્રભાવિત કેન્ટૉને એ જ વર્ષોમાં પિયાનોવાદન અને જાઝ-સંગીત-નિયોજક તરીકે સંગીત લખવું શરૂ કર્યું. 1940માં તેમણે પોતાનું અલગ…
વધુ વાંચો >કૅન્સેટ – જોન ફ્રેડેરિક
કૅન્સેટ, જોન ફ્રેડેરિક (જ. 22 માર્ચ 1816, ચેશાયર, કનેક્ટિકટ, અમેરિકા; અ. 14 ડિસેમ્બર 1872, ન્યૂયૉર્ક નગર, અમેરિકા) : નિસર્ગ ચિત્રકાર. અમેરિકાના નિસર્ગ ચિત્રકારજૂથ ‘હડ્સન રિવર સ્કૂલ’ની બીજી પેઢીના અગ્રણી. બૅંકની ચલણી નોટના એન્ગ્રેવિન્ગ છાપકામના કસબી પોતાના પિતા થૉમસ કૅન્સેટ અને આલ્ફ્રેડ ડૅગેટ હેઠળ તેમણે એન્ગ્રેવિન્ગ છાપકામની તાલીમ લીધી હતી. 1838માં…
વધુ વાંચો >કૅપીસ – જિયૉર્જી
કૅપીસ, જિયૉર્જી (જ. 4 ઑક્ટોબર 1906, સેલિપ, હંગેરી; અ. 29 ડિસેમ્બર 2001, કૅમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ) : અમેરિકન ડિઝાઇનર, ચિત્રકાર, ફોટોગ્રાફર અને લેખક. બુડાપેસ્ટ ખાતેની રૉયલ એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટ ખાતે કલાનો અભ્યાસ તેમણે 1928માં પૂરો કર્યો. ત્યારબાદ તેમણે ફોટોગ્રાફી ક્ષેત્રે ‘ફોટોગ્રામ્સ’ અને ‘ફોટો ડ્રૉઇન્ગ્સ’ નામે ઓળખાતા અવનવા પ્રયોગો કર્યા. 1930થી 1936…
વધુ વાંચો >કૅફ – વિલેમ
કૅફ, વિલેમ (જ. 3 નવેમ્બર 1619, રૉટર્ડેમ, હોલૅન્ડ; અ. 31 જુલાઈ 1693, ઍમસ્ટરડૅમ, હોલૅન્ડ) : પદાર્થચિત્રો (still lives) ચીતરવા માટે જાણીતા ડચ બરોક ચિત્રકાર. એમનાં પદાર્થચિત્રોમાં ફળો, કંદમૂળ, નેતરની ટોપલી, કપડાના ડૂચા, ઝાડુ જેવી તુચ્છ જણસો વડે હૂંફાળા ઘરગથ્થુ વાતાવરણની રચના થયેલી જોવા મળે છે. ડચ પ્રણાલી અનુસાર તેમનાં ચિત્રોમાં…
વધુ વાંચો >કૅમોઈં – શાર્લી
કૅમોઈં, શાર્લી (Camoin, Charles) (જ. 23 સપ્ટેમ્બર 1879, ફ્રાંસ; અ. 20 મે 1965, પેરિસ, ફ્રાંસ) : ફ્રેંચ નવપ્રભાવવાદી (neo impressionist) ચિત્રકાર. નવપ્રભાવવાદી ચિત્રકાર જ્યૉર્જ સેઉરા (George Seurat) પાસે કૅમોઈંએ ચિત્રકલાની તાલીમ લીધેલી. સેંટ ટ્રોપેઝ ખાતે તેમણે આસપાસના નિસર્ગને આલેખતાં ઘણાં ચિત્રો ચીતર્યાં; પરંતુ પછીથી ઝીણાં ટપકાંથી ચિત્રો આલેખવાની સેઉરાની શૈલીનો…
વધુ વાંચો >કૅમ્પૅન્ડૉન્ક – હીન્રીખ
કૅમ્પૅન્ડૉન્ક, હીન્રીખ (Campendonk, Heinrich) (જ. 3 નવેમ્બર 1889, ક્રેફેલ્ડ, જર્મની; અ. 9 મે 1957, ઍમસ્ટર્ડૅમ, નેધર્લૅન્ડ્ઝ) : જર્મન અભિવ્યક્તિવાદી (expressionist) ચિત્રકાર. ક્રેફેલ્ડ ખાતેની કલાશાળા સ્કૂલ ઑવ્ એપ્લાઇડ આર્ટ્સ ખાતે ચિત્રકાર થૉર્ન-પ્રીકર પાસે તેમણે 1905થી 1909 સુધી કલાનો અભ્યાસ કર્યો. 1911માં તેઓ સિન્ડેસ્ડૉર્ફ ગયા અને ત્યાં અભિવ્યક્તિવાદી ચિત્રકારો માર્ક અને માકે…
વધુ વાંચો >કૅર – એમિલી
કૅર, એમિલી (જ. 13 ડિસેમ્બર 1871, વિક્ટોરિયા, કૅનેડા; અ. 2 માર્ચ 1945, વિક્ટોરિયા, કૅનેડા) : આધુનિક કૅનેડિયન મહિલા ચિત્રકાર. સાન ફ્રાન્સિસ્કો ખાતેની કૅલિફોર્નિયા સ્કૂલ ઑવ્ ડિઝાઇનમાં તેમણે 1891થી 1894 સુધી ચિત્રકલાનો અભ્યાસ કર્યો. ત્યારબાદ 1899 સુધી તેમણે વેસ્ટમિન્સ્ટર સ્કૂલ ઑવ્ આર્ટમાં કલાનો વધુ અભ્યાસ કર્યો. 1904માં બ્રિટિશ કોલમ્બિયા જઈ રેડ…
વધુ વાંચો >કૅરિન્ગ્ટન – લિયૉનૉરા
કૅરિન્ગ્ટન, લિયૉનૉરા (જ. 6 એપ્રિલ 1917, ક્લૅટન ગ્રીન, લૅન્કેશાયર, બ્રિટન; અ. 25 મે 2011, મેક્સિકો સીટી, મેક્સિકો) : પરાવાસ્તવાદી શૈલીમાં સર્જન કરનાર આધુનિક બ્રિટિશ મહિલા-ચિત્રકાર. કલાક્ષેત્રે સ્વશિક્ષિત કૅરિન્ગ્ટનને રેનેસાંસ-ચિત્રકાર હિરોનિમસ બૉશ તથા યુરોપની મધ્યયુગીન સંસ્કૃતિની કીમિયાગીરી અને મેલી વિદ્યામાં ઊંડો રસ હતો; જેનો પ્રભાવ રહસ્યમય અને બિહામણું વાતાવરણ ધરાવતાં તેમનાં…
વધુ વાંચો >કૅરો ઍન્થિની
કૅરો ઍન્થિની (જ. 8 માર્ચ 1924, બ્રિટન; અ. 23 ઑક્ટોબર 2013, લંડન) : આધુનિક અલ્પતમવાદી (minimalist) શિલ્પી. લંડનની ‘રૉયલ કૉલેજ સ્કૂલ્સ’માં તેમણે કલાનો અભ્યાસ કર્યો. બીજા વિશ્વયુદ્ધ પછી તેમણે ધાતુનાં સપાટ પતરાં અને ગર્ડરો વડે વિશાળ કદનાં અમૂર્ત શિલ્પ ઘડવા માંડ્યાં, જેમાં ભૌમિતિક આકારો પ્રધાન હોય છે. ‘કન્સ્ટ્રક્ટિવિસ્ટ’ – કલાશૈલીને…
વધુ વાંચો >