અનિલા દલાલ

મિત્ર, પ્રેમેન્દ્ર

મિત્ર, પ્રેમેન્દ્ર (જ. 1904, બનારસ; અ. 3 મે 1988, કૉલકાતા) : કવિ, વાર્તાકાર. તેમણે ઢાકા અને કૉલકાતામાં શિક્ષણ લીધું અને તે પછી શ્રીનિકેતનમાં કૃષિવિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. તેમણે આજીવિકા માટે પત્રકારત્વનો વ્યવસાય અપનાવ્યો હતો. થોડા વખત પછી ફિલ્મનિર્માણના ક્ષેત્રે પણ પ્રવેશ કર્યો અને છેવટે લેખક તરીકે સ્થિર થયા. બુદ્ધદેવ બસુએ…

વધુ વાંચો >

મુખોપાધ્યાય, શૈલજાનંદ

મુખોપાધ્યાય, શૈલજાનંદ (જ. 1900; અ. 1976) : તેમનો જન્મ બર્દવાન જિલ્લાના અંડાલ ગામમાં થયો હતો. વાર્તાકાર. પશ્ચિમ બંગાળના ખાણ-ઉદ્યોગના શહેરમાં કાઝી નજરુલ ઇસ્લામના સહાધ્યાયી અને મિત્ર હતા. તેઓ રેજિમેન્ટમાં ભરતી થવા નજરુલની જેમ જ એક વાર ઘરમાંથી નાસી ગયા હતા. બંનેએ આરંભની સાહિત્યિક યાત્રા સાથે શરૂ કરી. નિશાળના અભ્યાસકાળ દરમિયાન…

વધુ વાંચો >

મૂર, મૅરિયાના ક્રેગ

મૂર, મૅરિયાના ક્રેગ (જ. 15 નવેમ્બર 1887, સેન્ટ લૂઈ, મિસૂરી, અમેરિકા; અ. 5 ફેબ્રુઆરી 1972, ન્યૂયૉર્ક) : અમેરિકન કવયિત્રી. બાહ્ય જગતના બારીકીભર્યા નિરીક્ષણમાંથી તેમણે નૈતિક અને બૌદ્ધિક સમજ અને સૂઝ તારવ્યાં છે. તે તેમના દીર્ઘ કવનકાળ દરમિયાન તેમનાં સાથી કવિઓ દ્વારા સારી પ્રશસ્તિ પામ્યાં હતાં. 1909માં જીવશાસ્ત્રનો વિષય લઈ પેન્સિલ્વેનિયાની…

વધુ વાંચો >

મૅકનીસ, લૂઇ

મૅકનીસ, લૂઇ (જ. 12 સપ્ટેમ્બર 1907, બેલફાસ્ટ; અ. 3 સપ્ટેમ્બર 1963, લંડન) : બ્રિટિશ કવિ અને નાટકકાર. વીસમી સદીના ચોથા દાયકામાં કંઈક અકાવ્યાત્મકતા, પ્રતિબદ્ધતા અને સમસામયિકતા ધરાવતી ‘નવી કવિતા’ની મંડળીના સભ્ય. તે મંડળી સાથે ડબ્લ્યૂ. એચ. ઑડન, સી. ડી. લૂઇસ અને સ્ટીફન સ્પેન્ડર જેવા કવિઓ જોડાયેલા હતા. 1926થી 1930 સુધી…

વધુ વાંચો >

મૅકલીશ, આર્ચિબાલ્ડ

મૅકલીશ, આર્ચિબાલ્ડ (જ. 7 મે 1892, ઇલિનૉઈ, યુ.એસ.; અ. 20 એપ્રિલ 1982, બૉસ્ટન) : અમેરિકન કવિ, નાટકકાર અને આદર્શ શિક્ષક. જાહેર અધિકારી તરીકે તેમની રચનાઓમાં ઉદાત્ત લોકશાહી માટેની નિસબત પ્રકટ થાય છે. અલબત્ત, તેમનાં અતિ રમણીય ઊર્મિકાવ્યોમાં તો વધારે અંગત સૂર સંભળાય છે. યેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી બૉસ્ટનમાં 3 વર્ષ…

વધુ વાંચો >

રૅન્સમ, જૉન ક્રો

રૅન્સમ, જૉન ક્રો (જ.  પુલસ્કી, ટૅનેસી, અમેરિકા; અ. 1974) : વિવેચક અને કવિ. તેમણે પ્રથમ નેશવિલની વૉન્ડરબિલ્ટ યુનિવર્સિટીમાં અને પછી ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં (1910–1913) ર્હોડ્ઝ સ્કૉલર તરીકે શિક્ષણ લીધું. વૉન્ડરબિલ્ટ યુનિવર્સિટીમાં 1914થી 1937 સુધી અધ્યાપન કર્યું અને પછી ઓહાયોની કેન્યન કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે જોડાયા (1937થી 1959). ત્યાંથી નિવૃત્ત થયા પછી…

વધુ વાંચો >

લાર્કિન, ફિલિપ (આર્થર)

લાર્કિન, ફિલિપ (આર્થર) (જ. 9 ઑગસ્ટ 1922, કૉવેન્ટ્રી, વૉર્વિકશાયર, ઇંગ્લૅન્ડ; અ. 1985, શ્રૉપશાયર) : અંગ્રેજ કવિ, નવલકથાકાર અને નિબંધકાર. થોકબંધ પારિતોષિકો અને બહુમાન મેળવેલ, બ્રિટિશ સામ્રાજ્યના સી. બી. ઈ. (કમાન્ડર ઑવ્ બ્રિટિશ એમ્પાયર, 1975). શિક્ષણ કિંગ હેન્રી એઇટ્થ ગ્રામર સ્કૂલ અને સેંટ જૉન્સ કૉલેજ, ઑક્સફર્ડમાં. 1943માં બી.એ. અને 1947માં એમ.એ.ની…

વધુ વાંચો >

લૂઇસ, ક્લાઇવ સ્ટેપલ્સ

લૂઇસ, ક્લાઇવ સ્ટેપલ્સ (જ. 29 નવેમ્બર 1898, બેલફાસ્ટ, ઉત્તર આયર્લૅન્ડ; અ. 22 નવેમ્બર 1963) : નવલકથાકાર, વિવેચક અને નીતિવાદી. ઑક્સફર્ડની યુનિવર્સિટી કૉલેજમાંથી અંગ્રેજી અને માનવવિદ્યામાં ઉપાધિ મેળવી. પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન લશ્કરમાં ભરતી થયેલા, જે દરમિયાન ઘાયલ થયેલા. 1925થી 1954 સુધી ઑક્સફર્ડની મૅગ્ડેલિન કૉલેજમાં ફેલો તરીકે ફરજ બજાવ્યા પછી 1954માં કેમ્બ્રિજ…

વધુ વાંચો >

લૉંગફેલો, હેન્રી વર્ડ્ઝવર્થ

લૉંગફેલો, હેન્રી વર્ડ્ઝવર્થ (જ. 27 ફેબ્રુઆરી 1807, પૉર્ટલૅન્ડ, મેઇન, યુ.એસ.; અ. 24 માર્ચ 1882, કૅમ્બ્રિજ, મૅસૅચૂસેટ્સ) : અમેરિકન કવિ. પિતા વકીલ હતા. નાનપણથી જ તેમને રમતગમતમાં ઓછો રસ હતો, પણ વાચન માટેનો ઊંડો શોખ અને રુચિ હતાં. 1822માં બોડન (Bowdoin) કૉલેજમાં જોડાઈ ત્યાંથી સ્નાતકની ઉપાધિ મેળવી અને ત્યાં જ આધુનિક…

વધુ વાંચો >

લ્યૂક્રીશ્યસ

લ્યૂક્રીશ્યસ (જ. ઈ. પૂ. 99; અ. ઈ. પૂ. 55) : રોમન કવિ. ‘દ રેરમ નેચરા’(‘ઑન ધ નેચર ઑવ્ થિંગ્ઝ’)ના કવિ. પૂરું નામ ટાઇટસ લ્યૂક્રીશ્યસ કારસ. ઉચ્ચ કુટુંબના રોમન નાગરિક. એમના જીવન વિશેની માહિતી માત્ર સેન્ટ જેરોમીના અહેવાલ દ્વારા જ મળે છે. માનસિક અસ્વસ્થતામાં મુકાયા પછી વચગાળાના સારા સમયમાં એમણે લખ્યું…

વધુ વાંચો >