અંગ્રેજી સાહિત્ય
સેન સુદીપ
સેન, સુદીપ (જ. 9 ઑગસ્ટ 1964, નવી દિલ્હી) : અંગ્રેજીમાં લખતા ભારતીય લેખક. વર્જિનિયાની હૉલિન્સ કૉલેજમાંથી અંગ્રેજીમાં એમ.એ. અને ન્યૂયૉર્કની કૉલંબિયા યુનિવર્સિટીમાંથી પત્રકારત્વમાં એમ.એસ.ની ડિગ્રી મેળવી. ‘આર્ક આર્ટ્સ બુક્સ’ના સાહિત્યિક તંત્રી તથા લેખનની કારકિર્દી મળી. સુદીપ સેન તેમને મળેલાં સન્માન આ પ્રમાણે છે : સર્જનાત્મક લખાણ માટે વેરેન બેલ રનર્સ-અપ…
વધુ વાંચો >સૅન્ડબર્ગ કાર્લ ઑગસ્ટ
સૅન્ડબર્ગ, કાર્લ ઑગસ્ટ (જ. 6 જાન્યુઆરી 1878, ગૅલ્સબર્ગ, ઇલિનૉઇ; અ. 22 જુલાઈ 1967, ફ્લૅટ રૉક, નૉર્થ કેરોલિના, યુ.એસ.) : અમેરિકન કવિ, ઇતિહાસકાર, લોકસાહિત્યકાર, જીવનચરિત્રકાર. અબ્રાહમ લિંકનની 150મી જન્મજયંતીની ઉજવણી પ્રસંગે અમેરિકન કૉંગ્રેસના સંયુક્ત ગૃહોમાં વણચૂંટાયેલા સર્વપ્રથમ નાગરિક તરીકે કવિએ ઉદબોધન કરેલું. ગિટારની સાથે તેઓ તેમના સુમધુર કંઠે લોકગીતો ગાતા. તેમણે…
વધુ વાંચો >સેલિંજર જેરૉમ ડેવિડ
સેલિંજર, જેરૉમ ડેવિડ (જ. 1 જાન્યુઆરી 1919, ન્યૂયૉર્ક સિટી) : અમેરિકન નવલકથાકાર અને ટૂંકી વાર્તાકાર. બીજા વિશ્વયુદ્ધ બાદ કૉલેજ-યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં ખૂબ વંચાતા લેખક. તેમની નવલકથા ‘ધ કૅચર ઇન ધ રાઇ’(1951)ની વરસે દહાડે અઢી લાખ જેટલી પ્રતોનું વેચાણ થતું. લેખક્ધો મોટી નામના અપાવતી આ નવલકથા તથા તેમની ટૂંકી વાર્તાઓનાં લખાણોનો મધ્યવર્તી…
વધુ વાંચો >સ્કંદપ્રસાદ વી. એસ.
સ્કંદપ્રસાદ, વી. એસ. (જ. 6 સપ્ટેમ્બર 1949, મૈસૂર શહેર, કર્ણાટક) : ભારતીય અંગ્રેજી લેખક. તેમણે બૅંગલોર યુનિવર્સિટીમાંથી એમ.એસસી. અને વર્લ્ડ એકૅડેમી ઑવ્ આર્ટ ઍન્ડ કલ્ચર, તાઇવાનની ડી.લિટ.ની પદવીઓ મેળવી. હાલ તેઓ મેંગલોર ખાતે કૉર્પોરેશન બૅંકની વડી કચેરીમાં મુખ્ય વ્યવસ્થાપક તરીકે કાર્યરત છે. તેઓ મેંગલોરના ચેતના લિટરરી ગ્રૂપના સ્થાપક-પ્રમુખ, યુનાઇટેડ પોએટ્સ,…
વધુ વાંચો >સ્કૉટ વૉલ્ટર (સર)
સ્કૉટ, વૉલ્ટર (સર) (જ. 15 ઑગસ્ટ 1771, એડિનબર્ગ, સ્કૉટલૅન્ડ; અ. 21 સપ્ટેમ્બર 1832, એબૉટ્સફૉર્ડ, રૉક્સબર્ગ, સ્કૉટલૅન્ડ) : નવલકથાકાર, કવિ, ઇતિહાસકાર અને ચરિત્રલેખક. પિતા વકીલ હતા અને માતા ડૉક્ટરનાં દીકરી. બચપણથી જ એમને પિતૃપક્ષ તેમજ માતૃપક્ષ તરફથી સ્કૉટલૅન્ડના ઇતિહાસની શૌર્યસભર, રોમાંચક કથાઓ સાંભળવાનો લહાવો મળ્યો હતો અને એના ચિત્ત પર એ…
વધુ વાંચો >સ્ઝેચેનાઇ ઇસ્ત્વાન ગ્રૉફ (કાઉન્ટ)
સ્ઝેચેનાઇ, ઇસ્ત્વાન, ગ્રૉફ (કાઉન્ટ) (જ. 21 સપ્ટેમ્બર 1791, વિયેના; અ. 8 એપ્રિલ 1860, ડૉબ્લિંગ, વિયેના નજીક) : હંગેરિયન સમાજસુધારક અને લેખક. તેમનાં વ્યાવહારિક સાહસોમાં રાષ્ટ્રસુધારણાની ધગશ દૃષ્ટિગોચર થાય છે. સમાજમાં ધરમૂળથી પરિવર્તન લાવવા માટે દેશમાં જાગેલી ક્રાન્તિકારી ચળવળમાં ગ્રૉફની વિચારણા અને પ્રવૃત્તિમાં વાવેલાં બીજનું પરિણામ જોવા મળે છે. તેમનો જન્મ…
વધુ વાંચો >સ્ટર્ન લૉરેન્સ
સ્ટર્ન, લૉરેન્સ (જ. 24 નવેમ્બર 1713, ક્લોન્મેલ, કાઉન્ટી ટિપરેરી, આયર્લૅન્ડ; અ. 18 માર્ચ 1768, લંડન) : નવલકથાકાર અને પ્રવાસલેખક. એમના પિતા રૉજર સ્પેનિશ સક્સેસનની લડાઈઓમાં હયદળમાં નીચલી કક્ષાના એક સામાન્ય અધિકારી હતા. એક અધિકારીની વિધવા એગ્નિસ સાથે તેમનો લગ્નસંબંધ થયો. લડાઈઓ પૂરી થયા પછી રોજર ઇંગ્લૅન્ડ છોડીને આયર્લૅન્ડ ગયા, ત્યાં…
વધુ વાંચો >સ્ટાઇન ગર્ટ્રુડ
સ્ટાઇન, ગર્ટ્રુડ (જ. 3 ફેબ્રુઆરી 1874, એલેઘેની, પેન્સિલવેનિયા, યુ.એસ.; અ. 27 જુલાઈ 1946, પૅરિસ) : અમેરિકન લેખિકા. અમેરિકાના શ્રીમંત જર્મન-જ્યુઈશ દંપતીનું સંતાન. તેની ત્રણ વર્ષની ઉંમરે કુટુંબ વિયેના ગયું અને પછી પૅરિસ પહોંચ્યું; ત્યાંથી પરત ફરીને કૅલિફૉર્નિયાના ઓકલૅન્ડમાં સ્થાયી થયું. માતા એમેલિયાનું 1888માં કૅન્સરથી અવસાન થયું અને પિતા ડેનિયલ 1891માં…
વધુ વાંચો >સ્ટીવન્સન રૉબર્ટ લૂઈ (બેલ્ફોર)
સ્ટીવન્સન, રૉબર્ટ લૂઈ (બેલ્ફોર) (જ. 13 નવેમ્બર 1850, ઍડિનબર્ગ; અ. 3 ડિસેમ્બર 1894, વૈલિમા, સામોઆ) : અંગ્રેજ નિબંધકાર, કવિ, નવલકથાકાર, કાલ્પનિક કથાના રચયિતા, સાહસ અને પ્રવાસકથાના લેખક. ‘ટ્રેઝર આઇલૅન્ડ’, ‘કિડનેપ્ડ’, ‘સ્ટ્રેન્જ કેસ ઑવ્ ડૉ. જેકીલ ઍન્ડ મિસ્ટર હાઇડ’ તથા ‘ધ માસ્ટર ઑવ્ બેલેન્ટ્રી’ જેવી નવલકથાઓથી જગતસાહિત્યમાં તેઓ જાણીતા થયેલા. પિતા…
વધુ વાંચો >સ્ટીવન્સ વૉલેસ
સ્ટીવન્સ, વૉલેસ (જ. 2 ઑક્ટોબર 1879, પેન્સિલ્વેનિયા; અ. 2 ઑગસ્ટ 1955, હાર્ટફૉર્ડ) : અમેરિકન કવિ. ન્યૂયૉર્કની લૉ સ્કૂલમાંથી કાયદાના સ્નાતક થઈને અમેરિકાની બાર કાઉન્સિલના સભ્ય બન્યા પછી હાર્ટફૉર્ડ એક્સિડન્ટ ઍન્ડ ઇન્ડેમ્નિટી કંપનીમાં તેમણે નોકરી સ્વીકારી અને 1934માં તેના વાઇસ પ્રેસિડન્ટના હોદ્દા સુધી પહોંચ્યા. 1914ના નવેમ્બરના ‘પોએટ્રી’ માસિકના યુદ્ધકવિતા વિશેષાંકમાં તેમની…
વધુ વાંચો >