સ્ટોન, ઇરવિંગ (. 1903, સાન ફ્રાન્સિસ્કો, કૅલિફૉર્નિયા; . 1989) : અમેરિકાના લોકપ્રિય નવલકથાકાર અને નાટ્યલેખક. તેમણે કૅલિફૉર્નિયા, બર્કલી તથા સાઉથ કૅલિફૉર્નિયા યુનિવર્સિટીઓ ખાતે  અભ્યાસ કર્યો. કેટલીક વાર તે બિનકથાત્મક (non-fiction) નવલકથાના લેખક-સર્જક તરીકેનો યશ પામ્યા છે; તેના પ્રારંભરૂપ નવલકૃતિ તે વાન ગૉગના જીવન પર આધારિત કથા ‘લસ્ટ ફૉર લાઇફ’ (1934); એ જમાનામાં આ રચના સૌથી વધુ વેચાણ ધરાવતી કૃતિ (best seller) બની રહી.

ઇરવિંગ સ્ટોન

તેમની અન્ય કૃતિઓમાં ‘ધ ઍગની ઍન્ડ ધ એક્સ્ટસી’માં માઇક્લેન્જેલોનું જીવન કથાવિષય છે, જ્યારે ‘પૅશન્સ ઑવ્ ધ માઇન્ડ’માં (1971) સિગ્મંડ ફ્રૉઇડનું જીવન વસ્તુગૂંથણી રૂપે વણી લેવાયું છે.

મહેશ ચોકસી