હિન્દી સાહિત્ય
નાગાર્જુન
નાગાર્જુન (જ. 30 જૂન 1911, સતલાખા વિલેજ મધુબની, બિહાર; અ. 5 નવેમ્બર 1998, ખ્વાજા સરાઈ દરભંગા, બિહાર) : મૈથિલી અને હિંદીના પ્રગતિવાદી સાહિત્યકાર. મૂળ નામ બૈજનાથ મિશ્ર. મૈથિલી બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. ક્યારેક સ્વાધ્યાય અર્થે તો ક્યારેક આજીવિકા અર્થે પંજાબ, રાજસ્થાન, ગુજરાત, કાઠિયાવાડ, સિંધ, હિમાચલ પ્રદેશ, બંગાળ, તિબેટ અને છેક લંકા…
વધુ વાંચો >નામવરસિંહ
નામવરસિંહ (જ. 28 જુલાઈ 1927, જીઅનપુર, જિ. બનારસ, ઉત્તરપ્રદેશ; અ. 19 ફેબ્રુઆરી 2019, નવી દિલ્હી) : હિંદી સાહિત્યના વિવેચક. ઘેર ખેતી પણ પિતા નાગરસિંહ શિક્ષક હોવાના કારણે બાળપણથી જ શિક્ષણ અને સાહિત્યનું વાતાવરણ મળ્યું. પિતાના મિત્રો ધર્મદેવસિંહ અને કામતાપ્રસાદ વિદ્યાર્થીનો ઊંડો પ્રભાવ પડ્યો. 1936માં નહેરુજીની સભામાં ધર્મદેવસિંહ સાથે ગયેલા. સ્વાતંત્ર્યસેનાની…
વધુ વાંચો >નિરાલા (સૂર્યકાંત ત્રિપાઠી)
નિરાલા (સૂર્યકાંત ત્રિપાઠી) (જ. 21 ફેબ્રુઆરી, 1896 મહિષાદલ, મેદનીપુર સ્ટેટ, બંગાળ; અ. 15 ઑક્ટોબર, 1961, અલ્લાહાબાદ) : પ્રસિદ્ધ આધુનિક હિંદી કવિ. વતન તો ઉત્તર ભારતનું ગઢાકોલા ગામ, પણ જન્મ અને ઉછેર બંગાળમાં હોવાના કારણે નિરાલાએ આઠ વર્ષની ઉંમરે પહેલી કવિતા બંગાળી ભાષામાં લખેલી. ઘરમાં હિંદીની બૈસવાડી બોલી બોલાતી. ખડી બોલી…
વધુ વાંચો >પદ્માવત
પદ્માવત (આશરે 1540) : હિંદીના સૂફી કવિ મલિક મુહમ્મદ જાયસીરચિત પ્રેમાખ્યાન. તેને પ્રેમાખ્યાન પરંપરાનું શ્રેષ્ઠ કાવ્ય ગણવામાં આવે છે. તેની સંપૂર્ણ રચના દોહા-ચોપાઈમાં છે. એની શૈલી ફારસીની મસનવી શૈલીને મળતી આવે છે. તેમાં કુલ 657 ખંડ છે. કાવ્યમાં ચિતોડના રાજા રત્નસેન તથા સિંહલની રાજકુમારી પદ્માવતી વચ્ચેનો પ્રેમ, તેમનાં લગ્ન તથા…
વધુ વાંચો >પરસાઈ, હરિશંકર
પરસાઈ, હરિશંકર (જ. 22 ઑગસ્ટ 1924, જમાની, જિ. જબલપુર, મધ્યપ્રદેશ; અ. 10 ઑગસ્ટ 1995, જબલપુર, મધ્યપ્રદેશ) : જાણીતા હિંદી વ્યંગ્યકાર અને નવલકથાકાર. તેમને તેમની કૃતિ ‘વિકલાંગ શ્રદ્ધા કા દૌર’ (વ્યંગ્યિકા) માટે 1982ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. તેમણે હિંદીમાં એમ.એ.ની ડિગ્રી મેળવ્યા પછી વિવિધ શાળાઓ અને કૉલેજોમાં…
વધુ વાંચો >પરીક્ષા-ગુરુ (1882)
પરીક્ષા–ગુરુ (1882) : હિંદીની મૌલિક નવલકથા. લેખક શ્રીનિવાસ દત્ત. લેખકે તેને સાંસારિક વાર્તા કહી છે. નવલકથામાં દિલ્હીના કુછંદે ચઢેલા ધનવાનોની અધોગતિ તથા ઉદ્ધાર નિમિત્તે આંગ્લ જીવનશૈલીના પ્રભાવ સામે ભારતીયતાની રક્ષાની સમસ્યા રજૂ કરવામાં આવી છે. મદનમોહન વિદેશી માલ બમણી કે ચારગણી કિંમત ચૂકવીને ખરીદવામાં ગૌરવ માને છે અને પોતાના સ્વાર્થી…
વધુ વાંચો >પલ્લવ (1928)
પલ્લવ (1928) : હિંદીના છાયાવાદી કવિ સુમિત્રાનંદન પંતનાં કાવ્યોનો સંગ્રહ. તેમાં કવિનાં 1918થી 1925 દરમિયાન રચાયેલાં 32 કાવ્યોનો સમાવેશ છે. તેમાં ભાષા, છંદ અને ભાવ વચ્ચેની સમરસતા સાથે તેને અનુરૂપ માધુર્ય અને કલ્પના જોવા મળે છે. કવિની સહજસિદ્ધ સર્જકતા ને કલાત્મકતા અહીં અનુભવાય છે. ભાવ તથા શૈલીની દૃષ્ટિએ આ કાવ્યસંગ્રહની…
વધુ વાંચો >પંત સુમિત્રાનંદન
પંત, સુમિત્રાનંદન (જ. 20 મે 1900, કૌસાની; અ. 18 ડિસેમ્બર 1977, અલ્લાહાબાદ) : વિખ્યાત હિંદી કવિ. તેઓ હિંદી સાહિત્યની છાયાવાદ વિચારધારાના આધારસ્તંભ ગણાય છે. મૂળ નામ ગુસાઈદત્ત. પ્રથમ રચના ‘ગિરજે કા ઘંટા’ 1916માં પ્રકાશિત થઈ. 1918 સુધી પ્રકૃતિના સાન્નિધ્યમાં રહીને કાવ્યરચનાઓ કરતા રહ્યા. ‘મેઘદૂત’નો સસ્વર પાઠ કરતા મોટા ભાઈના પ્રભાવથી…
વધુ વાંચો >પાઠક શ્રીધર
પાઠક, શ્રીધર (જ. 11 જાન્યુઆરી 1858, જોંધરી, જિ. આગ્રા; અ. 13 સપ્ટેમ્બર 1928, પ્રયાગ, અલ્લાહબાદ) : જાણીતા હિન્દી કવિ. એફ. એ. સુધી અભ્યાસ કર્યા પછી પાઠકજીને કૉલકાતામાં સરકારી નોકરી મળી. નોકરીના ભાગ રૂપે કાશ્મીર અને નૈનીતાલ જવાનું થતાં પર્વતીય પ્રકૃતિના નિકટ સંસર્ગમાં રહેવાનું બન્યું. હિંદી, વ્રજભાષા ઉપરાંત અંગ્રેજી તથા સંસ્કૃત…
વધુ વાંચો >પ્રદીપ
પ્રદીપ (જ. 6 ફેબ્રુઆરી 1915, બડનગર, જિ. ઉજ્જૈન, મધ્યપ્રદેશ; અ. 11 ડિસેમ્બર 1998, મુંબઈ) : હિંદીના કવિ અને ચલચિત્રજગતના વિખ્યાત ગીતકાર. મૂળ નામ રામચંદ્ર નારાયણજી દ્વિવેદી, પરંતુ ‘પ્રદીપ’ નામથી વધુ જાણીતા થયા. તેમના વડવાઓ મૂળ ઉત્તર ગુજરાતના, પરંતુ ઓગણીસમી સદીના અંતમાં ફાટી નીકળેલ પ્લેગને કારણે ગુજરાતમાંથી સ્થળાંતર કરી હાલના મધ્યપ્રદેશના…
વધુ વાંચો >