હરસુખ થાનકી

પવાર લલિતા

પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…

વધુ વાંચો >

પશ્ચિમ-યુરોપીય ચલચિત્ર

પશ્ચિમ–યુરોપીય ચલચિત્ર : ફ્રાન્સ, જર્મની, ઇટાલી, ગ્રીસ અને સ્વીડન જેવા પશ્ચિમ યુરોપના દેશોનાં ચલચિત્રો. વિશ્વનાં ચલચિત્રો પર યુરોપીય ચલચિત્રોનો પ્રભાવ પ્રારંભથી રહ્યો છે. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં યુરોપીય ચલચિત્રો આંતરરાષ્ટ્રીય બજાર પર પ્રભુત્વ ધરાવતાં હતાં. બીજા વિશ્વયુદ્ધે યુરોપીય ચિત્ર-ઉદ્યોગ પર બહુ મોટા પ્રમાણમાં અસર કરી. યુદ્ધ ચાલુ હતું તે દરમિયાન અથવા…

વધુ વાંચો >

પંચાલ જયકિશન

પંચાલ, જયકિશન (જ. 1929, સૂરત પાસેનું કોસંબા, વાગરા; અ. 12 સપ્ટેમ્બર 1971, મુંબઈ) : હિંદી ચલચિત્રજગતમાં પ્રથમ પંક્તિના સંગીતકારોમાં સ્થાન ધરાવતી સંગીતકાર બેલડી શંકર-જયકિશનમાંના એક. પિતા : ડાહ્યાભાઈ, માતા : અંબાબહેન. તેમનો જન્મ મૂળ ગૂર્જરસુથાર જ્ઞાતિના પરિવારમાં થયો હતો. તે 11 મહિનાના હતા ત્યારે પરિવાર કોસંબા-વાગરાથી વલસાડ જિલ્લાના વાંસદામાં સ્થાયી…

વધુ વાંચો >

પંચોલી દલસુખ

પંચોલી, દલસુખ (જ. 1906, કરાંચી; અ. 10 ઑક્ટોબર 1959) :  જાણીતા હિન્દી-પંજાબી ચલચિત્રોના ગુજરાતી ચલચિત્રસર્જક. પૂરું નામ દલસુખ મ. પંચોલી. દેશના ભાગલા પૂર્વે પંજાબ(હાલ પાકિસ્તાન)માં ચલચિત્રઉદ્યોગ ઊભો કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપેલું. મૂળ સૌરાષ્ટ્રના ઝાલાવાડના બ્રાહ્મણ પરિવારના દલસુખ પંચોલીના મોટા ભાઈ રેવાશંકર કરાંચીમાં ફિલ્મવિતરણનો વ્યવસાય કરતા. દલસુખને પણ તેમણે ત્યાં બોલાવી…

વધુ વાંચો >

પાગનીસ વિષ્ણુપંત

પાગનીસ, વિષ્ણુપંત (જ. 1 નવેમ્બર 1892, કર્ણાટક રાજ્યના ચિકોડી ગામમાં; અ. 3 ઑક્ટોબર 1943) : હિંદી તથા મરાઠી ચલચિત્રોના અભિનેતા, ભજનિક અને સંગીતકાર. આંગળીના વેઢે ગણી શકાય એટલાં ચલચિત્રોમાં જ તેમણે કામ કર્યું; પણ ખાસ કરીને મહારાષ્ટ્રના સંત કવિ તુકારામના જીવન પરથી બનેલા ચિત્ર ‘સંત તુકારામ’માં તેમણે જે અદ્ભુત અભિનય…

વધુ વાંચો >

પાટીલ સ્મિતા

પાટીલ, સ્મિતા (જ. 17 ઑક્ટોબર 1955, પુણે; અ. 13 ડિસેમ્બર 1986, મુંબઈ) : હિન્દી તથા મરાઠી ચલચિત્રોની અભિનેત્રી. માતા વિદ્યા પાટીલ, પિતા શિવાજીરાવ પાટીલ, મહારાષ્ટ્ર સરકારના ભૂતપૂર્વ પ્રધાન. શિક્ષણ : મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી તત્વજ્ઞાન અને મનોવિજ્ઞાનના વિષય સાથે સ્નાતક. અભિનયની કોઈ પણ જાતની તાલીમ લીધા વિના નૈસર્ગિક અભિનય વડે…

વધુ વાંચો >

પાઠક દીના

પાઠક, દીના (જ. 4 માર્ચ 1921, અમરેલી; અ. 11 ઑક્ટોબર 2002 બાંદ્રા, મુંબઈ) : હિંદી-ગુજરાતી રંગભૂમિ, ચલચિત્રો અને ટીવી શ્રેણીઓનાં ગુજરાતી અભિનેત્રી. ગુજરાતી રંગભૂમિને ધબકતી રાખવામાં પાયાનું કામ કરનાર દીનાબહેન મુંબઈ યુનિવર્સિટીનાં સ્નાતક હતાં. મુંબઈમાં કૉલેજના સમયથી નાટકોમાં ભાગ લેવા સાથે રાજકીય પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેતાં રહ્યાં. ડાબેરી વિચારસરણી ધરાવતાં…

વધુ વાંચો >

પિયા કા ઘર

પિયા કા ઘર : મુંબઈ જેવા મહાનગરમાં પોતાનું કહી શકાય એવા ઘરની સમસ્યા કેવી હોય છે અને તેને ઉકેલવા જતાં કેવી કેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે એ ગંભીર વિષયને હળવી શૈલીમાં રજૂ કરતું હિન્દી ચલચિત્ર. નિર્માણવર્ષ : 1971; નિર્માતા : તારાચંદ બડજાત્યા; પટકથા : રામ કેળકર; દિગ્દર્શન-સંવાદ : બાસુ…

વધુ વાંચો >

પુનાતર રતિભાઈ

પુનાતર, રતિભાઈ (જ. 31 ઑગસ્ટ 1913, જામનગર અ. 14 ડિસેમ્બર 1985, મુંબઈ) : ગુજરાતી ચલચિત્ર-દિગ્દર્શક. મોટાં શહેરોમાં જઈને વસેલા ગુજરાતી પરિવારોની સમસ્યાઓને કેન્દ્રમાં રાખીને ચલચિત્રોનું સર્જન કરી તેમણે ગુજરાતી ચલચિત્રોને નવી દિશા આપી. રતિભાઈ પુનાતરે ગણ્યાંગાંઠ્યાં જ ગુજરાતી ચિત્રો બનાવ્યાં છે; પણ આ ચિત્રો ગુજરાતી ચલચિત્રોના ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ બની ગયાં…

વધુ વાંચો >

પુંડલિક

પુંડલિક : કથાનકવાળું ભારતનું પ્રથમ ચલચિત્ર. નિર્માણવર્ષ : 1912. નિર્માતા : આર. જી. તોરણે, પી. આર. ટીપણીસ, એન. જી. ચિત્રે. દિગ્દર્શક : આર. જી. તોરણે. મુખ્ય કલાકારો : આર. બી. કીર્તિકર, એન. જી. ચિત્રે, પી. આર. ટીપણીસ, ડી. ડી. દાબકે. 1913માં દાદાસાહેબ ફાળકેએ પ્રદર્શિત કરેલું ચિત્ર ‘રાજા હરિશ્ચંદ્ર’ ભારતનું પ્રથમ…

વધુ વાંચો >