હરસુખ થાનકી

રહેમાન, વહીદા

રહેમાન, વહીદા (જ. 3 જાન્યુઆરી 1938, જેલપેરુ, ચેન્નાઈ) : પ્રસિદ્ધ અભિનેત્રી. નૃત્યમાં પ્રવીણ અને પ્રતિભાશાળી અભિનેત્રી વહીદા રહેમાનનો જન્મ સામાન્ય મુસ્લિમ પરિવારમાં થયો હતો. ચાર બહેનોમાં તેઓ સૌથી નાનાં હતાં. નાનપણમાં જ પિતાનું અવસાન થતાં વહીદાએ પરિવારના ગુજરાન માટે મદદરૂપ થવા ચલચિત્રોમાં કામ કરવાનું સ્વીકાર્યું. ભરતનાટ્યમની તાલીમ લીધી હોવાને કારણે…

વધુ વાંચો >

રાખી

રાખી (જ. 15 ઑગસ્ટ 1951, પદ્માનગર, હાલ બાંગ્લાદેશ) : ભારતીય અભિનેત્રી. પહેલાં બંગાળી અને પછી હિંદી ચિત્રોમાં અનેકવિધ ભૂમિકાઓ ભજવીને સંવેદનશીલ અભિનેત્રી તરીકે પ્રસ્થાપિત થયેલાં રાખી 11 વર્ષનાં હતાં ત્યારે તેમના પિતાએ કોલકાતામાં તેમનાં એક સંબંધી અને અભિનેત્રી સંધ્યા રાય પાસે મોકલી દીધાં હતાં. સંધ્યાની સાથે સ્ટુડિયોમાં જતાં હોવાને કારણે…

વધુ વાંચો >

રાજ કપૂર

રાજ કપૂર (જ. 14 ડિસેમ્બર 1924, પેશાવર, હાલ પાકિસ્તાનમાં; અ. 2 જૂન 1988, દિલ્હી) : જાણીતા અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક. પૂરું નામ રણવીરરાજ કપૂર. પિતા : ખ્યાતનામ અભિનેતા પૃથ્વીરાજ કપૂર. અભિનય વારસામાં મેળવનાર રાજ કપૂર માત્ર એક અભિનેતા બની રહેવાને બદલે સમય જતાં નિર્માતા દિગ્દર્શક પણ બન્યા અને એવાં કથાનકોને પડદા…

વધુ વાંચો >

રાજકુમાર (2)

રાજકુમાર (2) (જ. 1929, ગામ ગજનૂર, જિ. કૉઇમ્બતુર, કર્ણાટક) : કન્નડ ચિત્રોના અભિનેતા. મૂળ નામ : મુથુરાજ. કન્નડ ચિત્રોના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા બદલ 1995માં દાદાસાહેબ ફાળકે પારિતોષિક મેળવનાર ડૉ. રાજકુમારે અભિનય-કારકિર્દીનો પ્રારંભ રંગમંચથી કર્યો હતો. ચિત્રોમાં તેમણે 1954માં પ્રવેશ કર્યો હતો. તેમને નાટકોમાં કામ આપનાર નિર્માતા-દિગ્દર્શક ગુબ્બી વીરણ્ણાએ જ્યારે…

વધુ વાંચો >

રાજશ્રી પ્રોડક્શન્સ

રાજશ્રી પ્રોડક્શન્સ : ચલચિત્રનું નિર્માણ, વિતરણ અને પ્રદર્શન કરતી સંસ્થા. સ્થાપના રાજશ્રી પિક્ચર્સ પ્રા. લિ. તરીકે 15 ઑગસ્ટ 1947ના દિવસે. સ્થાપક : તારાચંદ બડજાત્યા. 1933માં ચિત્ર-ઉદ્યોગમાં આવીને ભારે સંઘર્ષ કર્યા બાદ પગ જમાવી શકેલા તારાચંદ બડજાત્યાએ ચિત્રના વિતરણ માટે ભારતભરમાં વિસ્તરી શકે એવા ઇરાદાથી રાજશ્રી પિક્ચર્સની સ્થાપના કરી હતી. 1950માં…

વધુ વાંચો >

રાજા હરિશ્ચંદ્ર

રાજા હરિશ્ચંદ્ર : ભારતનું પ્રથમ કથાચિત્ર. નિર્માણ-વર્ષ : 1913. શ્ર્વેત અને શ્યામ. નિર્માણ-સંસ્થા : ફાળકે ફિલ્મ્સ. નિર્માતા-દિગ્દર્શક-પટકથા : દાદાસાહેબ ફાળકે. છબિકલા : ત્ર્યંબક બી. તેલંગ. મુખ્ય કલાકારો : ડી. ડી. દાબકે, પી. જી. સાને, ભાલચંદ્ર ફાળકે, જી. વી. સાને, એ. સાળુંકે, દત્તાત્રેય ક્ષીરસાગર, દત્તાત્રેય તેલંગ. ભારતનું પ્રથમ મૂક કથાચિત્ર બનાવવાનું…

વધુ વાંચો >

રાજેન્દ્રકુમાર

રાજેન્દ્રકુમાર (જ. 20 જુલાઈ 1929, સિયાલકોટ, પશ્ચિમ પંજાબ, હાલ પાકિસ્તાન; અ. 12 જુલાઈ 1999) : અભિનેતા. મૂળ નામ : રાજેન્દ્રકુમાર તુલી. હિંદી ચિત્રોના વ્યાવસાયિક રીતે સફળ અભિનેતાઓમાંના એક રાજેન્દ્રકુમારનાં એટલાં બધાં ચિત્રોએ રજત-જયંતી ઊજવી હતી કે તેઓ ‘જ્યૂબિલીકુમાર’ તરીકે જાણીતા બન્યા હતા. દેશના ભાગલા પછી નિરાશ્રિત થઈને પરિવાર સાથે મુંબઈ…

વધુ વાંચો >

રામચંદ્રન્, એમ. જી.

રામચંદ્રન્, એમ. જી. (જ. 1917, કૅન્ડી, શ્રીલંકા; અ. 24 ડિસેમ્બર 1987, ચેન્નાઈ) : દક્ષિણ ભારતીય ચિત્રોના અભિનેતા અને રાજકારણી. મૂળ નામ : મારુદર ગોપાલમેનન રામચંદ્રન્. તમિળ ચિત્રોમાં આદર્શવાદી અને ભલા તથા પરદુ:ખભંજક નાયકની જ મોટાભાગે ભૂમિકાઓ ભજવીને એક આદર્શ છબિ ઉપસાવનાર આ અભિનેતા ‘એમજીઆર’ તરીકે લોકપ્રિય બન્યા હતા. તેમના જન્મ…

વધુ વાંચો >

રામરાજ્ય

રામરાજ્ય : ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1943. ભાષા : હિંદી. શ્ર્વેત અને શ્યામ. નિર્માણ-સંસ્થા : પ્રકાશ પિક્ચર્સ. દિગ્દર્શક : વિજય ભટ્ટ, સંવાદ : સંપતલાલ શ્રીવાસ્તવ ‘અનુજ’. ગીતકાર : રમેશ ગુપ્તા. સંગીત : શંકરરાવ વ્યાસ. કલા નિર્દેશન : કનુ દેસાઈ. છબિકલા : પી. જી. કુકડે. મુખ્ય કલાકારો : શોભના સમર્થ, પ્રેમ અદીબ,…

વધુ વાંચો >

રાય, સત્યજિત

રાય, સત્યજિત (જ. 2 મે 1921, પશ્ચિમ બંગાળ; અ. 23 એપ્રિલ 1992) : ચલચિત્રજગતમાં ભારતનું નામ રોશન કરનાર દિગ્દર્શક, લેખક અને સંગીતકાર. પિતા : સુકુમાર રાય, માતા : સુપ્રભા. સત્યજિત રાયનું બાળપણનું હુલામણું નામ માણિક હતું. તેઓ બે વર્ષના હતા ત્યારે પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. તેને પરિણામે તેમનું બાળપણ…

વધુ વાંચો >