હરસુખ થાનકી

યુનાઇટેડ આર્ટિસ્ટ્સ

યુનાઇટેડ આર્ટિસ્ટ્સ : હૉલિવુડની એક સહકારી ચલચિત્રનિર્માણ કંપની. તેનો પોતાનો કોઈ સ્ટુડિયો નથી, પણ તેના સભ્યો પોતાની રીતે જે ચિત્રોનું નિર્માણ કરે તેનું વિતરણ કરવાનું કામ તે કરે છે. ફિલ્મનિર્માણ માટે જરૂરી સાધનો આ સંસ્થા ભાડેથી લાવે છે અને પોતાના સભ્યોને પૂરાં પાડે છે. આ કંપનીના સ્થાપકો હૉલિવુડના કેટલાક અગ્રણી…

વધુ વાંચો >

યે વો મંઝિલ તો નહીં

યે વો મંઝિલ તો નહીં : ચલચિત્ર હિંદી, રંગીન; નિર્માણવર્ષ : 1986; નિર્માતા-દિગ્દર્શક : સુધીર મિશ્ર; સંગીત : રજત ધોળકિયા; મુખ્ય કલાકારો : મનોહર સિંહ, હબીબ તનવીર, પંકજ કપૂર, નસીરુદ્દીન શાહ, આલોકનાથ, રાજા બુંદેલા, સુસ્મિતા મુખરજી. યુવાનીમાં જોયેલાં સપનાં વર્ષો પછી પણ માત્ર સપનાં જ રહે છે. શોષણખોરોના ચહેરા બદલાય…

વધુ વાંચો >

યેસુદાસ

યેસુદાસ (જ. 10 જાન્યુઆરી 1940, ફૉર્ટ કોચીન, કેરળ) : પાર્શ્વગાયક અને શાસ્ત્રીય ગાયક. પિતા ઑગસ્ટિન જોસેફ બાગવતર, માતા અલિકુટ્ટી જોસેફ. કર્ણાટક સંગીત અને ભારતીય ચલચિત્રોના ખ્યાતનામ ગાયક યેસુદાસનું મૂળ નામ છે કટ્ટાસેરી જોસેફ યસુદાસ. તેમના પિતા રંગમંચના અભિનેતા ઉપરાંત મલયાળમ શાસ્ત્રીય સંગીતના વિદ્વાન હતા. પિતાએ જ બાળ યેસુદાસમાં સંગીત પ્રત્યેની…

વધુ વાંચો >

યોજિમ્બો

યોજિમ્બો : જાપાની ચલચિત્ર. નિર્માણવર્ષ : 1961. શ્વેત અને શ્યામ. ભાષા : જાપાની. દિગ્દર્શક : અકિરા કુરોસાવા. પટકથા : અકિરા કુરોસાવા, યુજો કિકુશિમા, હિડિયો ઓગુની. છબિકલા : કાઝુઓ મિયાગાવા. સંગીત : માસારુ સાટો. કલા-નિર્દેશન અને પોશાક : યોશિરો મુરાકી. મુખ્ય કલાકારો : તોશિરો મિફ્યુન, ઇજિરો ટોનો, સિઝાબુરો કાવાઝુ, ઇસુઝુ યામાડા,…

વધુ વાંચો >

રજનીકાન્ત

રજનીકાન્ત (જ. 12 ડિસેમ્બર 1950, બૅંગાલુરુ) : એક ફિલ્મ અભિનેતા. તે દક્ષિણના બધા પ્રાંતમાં એક અભિનેતા તરીકે પ્રસિદ્ધ છે. ‘રજનીકાન્ત’ તરીકે જે અભિનેતાને આપણે ઓળખીએ છીએ તેનું નામ રાજિનીકાન્ત (Rajinikant) છે. પણ મોટાભાગના દર્શકો એનો ખોટો ઉચ્ચાર રજનીકાન્ત તરીકે કરે છે. અને રાજિનીકાન્ત પણ એનું ફિલ્મ અભિનેતા તરીકેનું નામ છે.…

વધુ વાંચો >

રજનીગંધા

રજનીગંધા : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1974, ભાષા : હિન્દી, રંગીન. નિર્માણ-સંસ્થા : દેવકી ચિત્ર. દિગ્દર્શન, પટકથા, સંવાદ : બાસુ ચૅટરજી. કથા : મન્નૂ ભંડારીની ટૂંકી વાર્તા ‘યહ સચ હૈ’ પર આધારિત. ગીતકાર : યોગેશ. છબિકલા : કે. કે. મહાજન. સંગીત : સલીલ ચૌધરી. મુખ્ય કલાકારો : વિદ્યા સિંહા, અમોલ પાલેકર,…

વધુ વાંચો >

રતન

રતન : ચલચિત્ર. નિર્માણ-વર્ષ : 1944. ભાષા : હિન્દી. શ્વેત અને શ્યામ. નિર્માણ-સંસ્થા : જમુના પ્રોડક્શન્સ. દિગ્દર્શક : એમ. સાદિક. કથા : આર. એસ. ચૌધરી, ચી. એન. મધોક. સંવાદ-ગીતો : ડી. એન. મધોક. છબિકલા : દ્વારકા દિવેચા. સંગીત : નૌશાદ. મુખ્ય કલાકારો : સ્વર્ણલતા, કરણ દીવાન, વાસ્તી, મંજુ, ગુલાબ, રાજકુમારી…

વધુ વાંચો >

રશિયન ચલચિત્ર

રશિયન ચલચિત્ર : સોવિયેત સંઘ જ્યારે અખંડ હતું ત્યારે તેનાં 15 જેટલાં ગણરાજ્યોમાં જે ચિત્રોનું નિર્માણ થતું તે મોટા ભાગે રશિયન ચિત્રો કે સોવિયેત ચિત્રો તરીકે ઓળખાતાં, પણ સોવિયેત સંઘનું વિભાજન થયા બાદ ગણરાજ્યોનું પોતાનું અલગ અસ્તિત્વ છે અને તેમનો પોતાનો નોખો ચલચિત્ર-ઉદ્યોગ છે. સોવિયેત સંઘમાં નિર્માણ પામેલાં રશિયન ચિત્રોનો…

વધુ વાંચો >

રશોમોન

રશોમોન : ચલચિત્ર. ભાષા : જાપાની. શ્ર્વેત અને શ્યામ. નિર્માણ-વર્ષ : 1950. નિર્માતા : જિંગો મિનોરા. પટકથા : અકિરા કુરોસાવા અને શિનોબુ હાશિમોટો. કથા : રિયોનોસુકે અકુટાગાવાની નવલકથા ‘રશોમોન’ અને ટૂંકી વાર્તા ‘યાબુ નો નાકા’ પર આધારિત. છબિકલા : કાઝુઓ મિયાગાવા. કળા-નિર્દેશન : સો માત્સુયામા. સંગીત : ફુમિયો હાયાસાકા. મુખ્ય…

વધુ વાંચો >

રહેમાન, એ. આર.

રહેમાન, એ. આર. (જ. 5 જાન્યુઆરી 1968, ચેન્નઈ) : સંગીતકાર. મૂળ નામ એસ. દિલીપકુમાર. પિતા આર. કે. શેખર તમિળ અને મલયાળમ ચિત્રોના સંગીતકાર હતા. તેમણે નૌશાદ અને સલીલ ચૌધરી સાથે પણ કામ કર્યું હતું. માતા-પિતા બંને હિંદુ હતાં. રહેમાનની ઉંમર નવ વર્ષની હતી ત્યારે પિતાનું અવસાન થયું, પણ એ પહેલાં…

વધુ વાંચો >