સ્થાપત્યકલા
રૂપમતીની મસ્જિદ
રૂપમતીની મસ્જિદ : અમદાવાદમાં મિરજાપુર પોલીસ ચોકીની બાજુમાં આવેલી ઈ. સ. 1470માં બંધાયેલી મસ્જિદ. સુલતાન મહમૂદશાહ બેગડાના સમયમાં રાણી રૂપમતી(રૂપવંતી)એ બંધાવેલી આ મસ્જિદ સુશોભનની દૃષ્ટિએ પ્રથમ પંક્તિની સુંદર ગણાતી મસ્જિદોમાં મૂકી શકાય એવી છે. અગાશી ઉપરના એના તૂટેલા મિનારા જો હોત તો તેની સંપૂર્ણ સપ્રમાણતા તથા નજાકતનો ખ્યાલ આવી શકત.…
વધુ વાંચો >રૂબિક, એર્નો
રૂબિક, એર્નો (જ. 1944, બુડાપેસ્ટ) : હંગેરીના જાણીતા સ્થપતિ અને વિખ્યાત રૂબિક્સ ક્યૂબના સર્જક. તેમણે બુડાપેસ્ટની ટેક્નિકલ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો અને ત્યાં જ સ્કૂલ ઑવ્ ઇન્ડસ્ટ્રિયલ ડિઝાઇનમાં અધ્યાપનકાર્ય આરંભ્યું. 1974માં તેમને બહુરંગી ‘પઝલ ક્યૂબ’ની કલ્પના ઊગી. આ ક્યૂબમાં બીજા 9 ક્યૂબો હોય અને દરેક ક્યૂબ ચાવી રૂપે કેન્દ્રમાં રહેતું…
વધુ વાંચો >રેખા-દેઉલ
રેખા-દેઉલ : ઓરિસાનાં મંદિરોમાં શિખરની રચના પરત્વે વિશિષ્ટ સ્વરૂપ ધરાવતું ગર્ભગૃહ. ઓરિસામાં મંદિરના ગર્ભગૃહને શ્રી-મંદિર કે દેઉલ કહે છે. એમાં શિખર-રચના પરત્વે રેખા-દેઉલ અને પીડ-દેઉલ એવી બે પદ્ધતિઓ જોવામાં આવે છે. રેખા-દેઉલમાં બાડા, છપ્પર અને આમલક એવાં ત્રણ અંગો હોય છે; જ્યારે પીડ-દેઉલમાં બાડા, પીડ અને ઘંટાકલશ હોય છે. રેખા-દેઉલનો…
વધુ વાંચો >રેનેસાંસ કલા (Renaissance art)
રેનેસાંસ કલા (Renaissance art) (ચિત્ર, શિલ્પ અને સ્થાપત્ય) (આશરે 1300થી 1550) રેનેસાંસ યુગના પશ્ચિમ યુરોપની કલા. ઇટાલિયન શબ્દ ‘રેનેસાંસ’નો અર્થ છે પુનરુત્થાન. રેનેસાંસનું ઉદગમસ્થાન અને મુખ્ય કેન્દ્ર ઇટાલી છે. કલાક્ષેત્રના મૂળ વિચારકો અને કેટલાક ટોચના કલાકારો પણ ઇટાલીમાં પાક્યા છે. ઇટાલિયન દ્વીપકલ્પની રાજકીય એકતાનો અંત રોમન સામ્રાજ્યના અંત સાથે આવી…
વધુ વાંચો >રોજો
રોજો : જુઓ મકબરો.
વધુ વાંચો >રોડાનાં મંદિર
રોડાનાં મંદિર : સાબરકાંઠા જિલ્લાના રોડા ગામે આવેલાં મંદિરોનો સમૂહ. રોડા(તા. હિંમતનગર, જિ. સાબરકાંઠા)માં મૈત્રક કાલનાં સાત મંદિરોનો સમૂહ આવેલો છે. એમાંના મંદિર નં. 4ની હાલ જગતી જ મોજૂદ રહી છે. આ મંદિરો પૈકી મંદિર નં. 7 સિવાયનાં બધાં મંદિર કદમાં નાનાં છે. એ ચોરસ કે લંબચોરસ ગર્ભગૃહ અને એવા…
વધુ વાંચો >રોમન કલા
રોમન કલા : પ્રાચીન રોમન સામ્રાજ્યમાં ચિત્ર, શિલ્પ અને સ્થાપત્ય-કળાનું પ્રવર્તન. પ્રાચીન રોમનોએ ગ્રીસ જીત્યું, પરંતુ કલા અને સૌંદર્યશાસ્ત્ર-(aesthetics)ના ક્ષેત્રે સમરાંગણના વિજેતાઓએ હારેલા ગ્રીકો આગળ ભાવપૂર્વક માથાં નમાવ્યાં. ગ્રીસની શાખ સંસ્કારક્ષેત્રે એટલી વ્યાપક હતી કે રોમન સેનાપતિઓ ગ્રીસ જીતી લેવા ઉત્સાહભેર યુદ્ધ લડી રહ્યા હતા ત્યારે તેઓ ગ્રીક કલાકૃતિઓ લૂંટવામાં…
વધુ વાંચો >રોમન સ્થાપત્ય
રોમન સ્થાપત્ય : રોમન સ્થાપત્યમાં રોમન સામ્રાજ્યના વૈભવ અને ઠાઠમાઠનાં ભવ્ય દર્શન થાય છે. વિશાળ મંદિરો, માર્ગો, સ્નાનાગાર, ઍમ્ફી થિયેટર, કબરો, વિજય-સ્તંભો (કીર્તિ-સ્તંભો) વગેરેનો સમાવેશ રોમન સ્થાપત્યમાં થાય છે. રોમન સ્થાપત્યનો ફેલાવો સમગ્ર યુરોપમાં થયો અને યુરોપના સ્થાપત્યનો તે મુખ્ય આધાર બન્યું. આઠમી સદીમાં અનેક મોટાં મંદિરો બંધાયાં. આ સમયની…
વધુ વાંચો >રોમનેસ્ક કલા અને સ્થાપત્ય
રોમનેસ્ક કલા અને સ્થાપત્ય : રોમનેસ્ક કલાનો ઉદભવ કેરોલિન્જિયન યુગ દરમિયાન સમ્રાટ શાર્લમૅનના સમય(768–814)માં થયો હતો. લગભગ એક હજાર વર્ષ પછી સમગ્ર રોમન સામ્રાજ્યમાં ઇટાલી, જર્મની, સ્પેન, ઇંગ્લૅન્ડ, ફ્રાન્સમાં બાંધકામની પ્રવૃત્તિ મોટા પાયે શરૂ થઈ હતી. વિશેષત: ફ્રાન્સમાં આનો પ્રારંભ થયો હતો. અગિયારમીબારમી સદી દરમિયાનના યુરોપની સ્થાપત્યશૈલી રોમનેસ્ક શૈલી તરીકે…
વધુ વાંચો >લક્ષ્મણમંદિર, સિરપુર
લક્ષ્મણમંદિર, સિરપુર : મધ્યપ્રદેશના રાયપુર જિલ્લામાં આવેલું ગુપ્તકાલીન મંદિર. ગુપ્તકાલીન ઈંટેરી મંદિરોના સમૂહમાં સિરપુરનું લક્ષ્મણમંદિર ઘણું વિકસિત સ્વરૂપ ધરાવે છે. આ મંદિર ભીતરગાંવના ઈંટેરી મંદિરની રચનાને સામાન્ય રીતે મળતું આવે છે. લગભગ સાતમી સદીની શરૂઆતમાં તેનું બાંધકામ થયેલું જણાય છે. આ મંદિરના ભગ્નાવશેષોમાંથી માત્ર તેનું ગર્ભગૃહ અને મંડપના ભાગ જળવાઈ…
વધુ વાંચો >