સ્થાપત્યકલા
બ્રામાન્તે, દૉનેતો
બ્રામાન્તે, દૉનેતો (જ. 1444, મોન્તે આસ્દ્રુવૅલ્ડો, ઇટાલી; અ. 1514) : રેનેસાં કાળનો ઇટાલીનો સૌથી અગત્યનો સ્થપતિ. રેનેસાં કાળના સ્થાપત્યમાં ભવ્ય સ્મારકો સર્જવાનું શ્રેય બ્રામાન્તેને મળે છે. તેના સ્થાપત્યની અસરમાંથી વીસમી સદીનું આધુનિક સ્થાપત્ય પણ બાકાત રહી શક્યું નથી. સ્થાપત્યનું શિક્ષણ તેણે 1462થી 1470 દરમિયાન ઉર્બિનો નગરમાં લુચિયાનો લૉરેનો તથા ફ્રાન્ચ્યેસ્કો…
વધુ વાંચો >બ્રૂનેલેસ્કી, ફિલિપ્પો
બ્રૂનેલેસ્કી, ફિલિપ્પો (જ. 1377, ફ્લૉરેન્સ, ઇટાલી; અ. 1446) : સ્થાપત્યમાં રેનેસાં શૈલીનો પ્રારંભ કરનાર ઇટાલિયન સ્થપતિ. પોતાની કારકિર્દી તેમણે શિલ્પી તરીકે શરૂ કરી હતી, પરંતુ તેમાં સફળતા ન મળતાં તેઓ દોનતેલ્લો સાથે 1402માં રોમ ગયા. અહીં તેમણે પ્રાચીન રોમન સ્થાપત્યનો અભ્યાસ કર્યો. રેનેસાં દરમિયાન પ્રાચીન સ્થાપત્યના ચોક્કસ પ્રમાણમાપ લેનાર તેઓ…
વધુ વાંચો >બ્રૉયર, માર્સેલ લાજકો
બ્રૉયર, માર્સેલ લાજકો (જ. 22 મે 1902, પૅક્સ, હંગેરી; અ. આશરે 1977ના અરસામાં) : આધુનિક અમેરિકન સ્થપતિ અને ડિઝાઈનકાર. સ્ટીલની ટ્યૂબો (પોલાદી નળાકારો)નો સ્થાપત્યમાં વિનિયોગ કરનાર તેઓ પ્રથમ સ્થપતિ હતા. 1912થી 1920 સુધી પૅક્સ નગરની ‘અલ્લામી ફૉરાઇસ્કાલા’માં અને 1920થી 1924 સુધી વાઇમર નગરની ‘બાઉહાઉસ’ સંસ્થામાં શિક્ષણ મેળવ્યું. ડૅસ્સો નગરના સ્થપતિ…
વધુ વાંચો >ભદ્ર
ભદ્ર : ગુજરાતનાં મંદિરોમાં ગર્ભગૃહની રચના અને તેના ઊર્ધ્વમાન પરત્વે વૈવિધ્ય આણવા અને મંદિરની દીવાલને મજબૂતાઈ આપવા માટે તેના બહારના ભાગમાં ત્રણે બાજુએ, મધ્યમાં કરવામાં આવતી નિર્ગમિત રચના. આ રચનાથી ગર્ભગૃહના નકશામાં તારાકૃતિ રચાય છે. ઊર્ધ્વદર્શનમાં ગર્ભગૃહની બહારની દીવાલમાં છેક નીચે જંઘા, તેની ઉપર મંડોવર અને મહામંદિરોમાં છેક શિખરના તળિયા(પાયચા)થી…
વધુ વાંચો >ભરણી
ભરણી : ગુજરાતનાં પૂર્ણવિકસિત સોલંકીકાલીન મંદિરોની પછીતની બહારની દીવાલ(મંડોવર)નો ઉપરના ભાગમાં ઉદગમ અને શિરાવટી વચ્ચે કરવામાં આવતો અલંકૃત થર. આ થર દસમી સદી અને પછીનાં મહામંદિરોમાં જોવામાં આવે છે. દસમી સદીમાં ભરણી ચોરસ અને ક્યારેક બેવડી કરવામાં આવતી. ત્યારે તેના પર તમાલપત્રનું અંકન કરવાનો ચાલ શરૂ થયો નહોતો. પૂર્ણવિકસિત ભરણી…
વધુ વાંચો >ભાણસરાનાં મંદિરો
ભાણસરાનાં મંદિરો : પોરબંદર તાલુકાના ભાણસરા ગામમાં આવેલાં મૈત્રકકાલીન મંદિરોનો સમૂહ. આમાં મંદિર નં. 1, 4 અને 5 સ્થાપત્યની ર્દષ્ટિએ અગત્યનાં છે. પૂર્વાભિમુખ નં. 1 નીચી ઊભણી પર બાંધેલું છે. મંદિરનું અધિષ્ઠાન વિવિધ થરો વડે અલંકૃત કરેલું છે. સાદી દીવાલો ધરાવતા આ મંદિરનું શિખર વિશિષ્ટ પ્રકારનું છે. ઉપરના ભાગે તે…
વધુ વાંચો >ભોગમંડપ
ભોગમંડપ : ઓરિસાનાં મંદિરોમાં ઇષ્ટદેવને નૈવેદ્ય સમર્પિત કરવા માટે ગર્ભગૃહ અને મંડપની હરોળમાં રચાતો સ્વતંત્ર મંડપ. ઓરિસાની મંદિરશૈલીના પ્રારંભમાં ઇષ્ટદેવની મૂર્તિની પ્રતિષ્ઠા માટેનું ગર્ભગૃહ (દેઉલ) અને તેની આગળ રંગમંડપ (જગમોહન) નામે બે કક્ષ કરવામાં આવતા. સમય જતાં તેરમી–ચૌદમી સદીથી મોટાં મંદિરોમાં રંગમંડપની આગળ નૃત્યસંગીતાદિ માટે નાટ-મંડપ અને દેવને નૈવેદ્ય ધરાવવા…
વધુ વાંચો >મકબરો
મકબરો : મુસ્લિમ સંતો, ઓલિયા, પીર અને નામાંકિત વ્યક્તિઓની કબર પર કરેલી ઇમારત. તેને ‘દરગાહ’ કે ‘રોજો’ પણ કહેવામાં આવે છે. મકબરામાં મૂળ કબર જમીનમાં હોય છે, જ્યારે તેની ઉપરના ખંડમાં એક નકલી કબર કરેલી હોય છે. મકબરો મોટેભાગે ચોરસ તલમાનવાળી ઘુંમટદાર ઇમારત હોય છે. તેમાં કબરવાળા ખંડને ફરતી જાળીઓની…
વધુ વાંચો >મક્કા
મક્કા (Mecca) : ઇસ્લામ ધર્મનું અતિ પવિત્ર સ્થળ. ભૌગોલિક સ્થાન : 27° 20´ ઉ. અ. અને 39° 49´ પૂ. રે. તે પશ્ચિમ અરેબિયામાં છૂટીછવાઈ ટેકરીઓ અને પર્વતોથી વીંટળાયેલા શુષ્ક વેરાન પ્રદેશમાં આવેલું છે. ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મુહમ્મદ પયગંબર(સ.અ.)નું આ જન્મસ્થળ છે. મુસ્લિમો જ્યારે નમાજ પઢે છે ત્યારે તેઓ તેમનો…
વધુ વાંચો >મદલ
મદલ : ગુજરાતના વાસ્તુમાં સ્તંભદંડ અને સ્તંભની ટોચની ભરણીને જોડતો શિલ્પખચિત ટેકો. આમાં મદલશિલ્પનો નીચલો છેડો સ્તંભના દંડમાં કે શિરાવટીમાં ખાંચામાં અને ઉપલો છેડો ભરણીના ખાંચામાં સાલવીને સંયોજવામાં આવતો. મદલની રચના મુખ્યત્વે વિવિધ પ્રકારની માનવ, પ્રાણી, પક્ષી, વ્યાલ, ભૌમિતિક કે વાનસ્પતિક આકૃતિઓના સંયોજન દ્વારા કુશળતાપૂર્વક કરવામાં આવતી. વિતાનનું અલંકરણ અને…
વધુ વાંચો >