સ્થાપત્યકલા

બુરજ

બુરજ : મિનાર અથવા દીવાલો સાથે સાંકળવામાં આવતો નળાકાર ભાગ, જે મોટી દીવાલોને આધારરૂપ પણ રહેતો. બુરજ દીવાલોના ભાગ તરીકે ઘણી જગ્યાએ જોવા મળે છે. જ્યાં કોટ-કિલ્લાની રાંગ હોય, તથા ઘાટ વગેરેની દીવાલો હોય ત્યાં તે દીવાલની ટોચે બંધાયેલ હોય છે. બુરજની રચનામાં ઘણી વાર ઇમારતોના આંતરિક ભાગો પણ સાંકળી…

વધુ વાંચો >

બુલંદ દરવાજો

બુલંદ દરવાજો : ફતેહપુર સિક્રીનાં પ્રસિદ્ધ ભવનોમાં સહુથી ઊંચી અને ભવ્ય ઇમારત. તેને ત્યાંની જામી મસ્જિદના શાહી દરવાજાનું રૂપ આપવામાં આવ્યું છે અને તે દરવાજો શેખ સલીમ ચિશ્તીની દરગાહની બરાબર સમ્મુખ કરવામાં આવેલો છે. મુઘલ બાદશાહ અકબરે ગુજરાતવિજય કર્યો તેના સ્મારક રૂપે આ દક્ષિણ દરવાજો નવીન પદ્ધતિએ 1602માં કરાવ્યો હતો.…

વધુ વાંચો >

બુલે, એતિયેને લૂઈ

બુલે, એતિયેને લૂઈ (જ. 12 ફેબ્રુઆરી 1728, પૅરિસ; અ. 6 ફેબ્રુઆરી 1799) : ફ્રાંસમાં નૂતન પ્રશિષ્ટ સ્થાપત્યવાદના અગ્રણી પ્રસારક સ્થપતિ. તે મૂળમાં ચિત્રકાર બનવા માગતા હતા પણ તેમના પિતાની ઇચ્છાને અનુસરીને સ્થાપત્યવિદ્યા તરફ વળ્યા. પ્રારંભમાં જે. એફ. બ્લોન્ડેલ અને જર્મેન બોફ્રેન્ડ સાથે અને પછી જે. એલ. લૅગી સાથે મળીને પ્રશિષ્ટ…

વધુ વાંચો >

બૂલે, એટીન-લૂઈ

બૂલે, એટીન-લૂઈ (જ. 1728, પૅરિસ; અ. 1799) : પ્રસિદ્ધ ફ્રેન્ચ સ્થપતિ. 1762માં તે પૅરિસની એકૅડેમીમાં ચૂંટાયા. ત્યારપછી તે પ્રશિયન રાજવીના સ્થપતિનું માનભર્યું સ્થાન પામ્યા. ફ્રાન્સમાં નવ-પ્રશિષ્ટવાદની સ્થાપનામાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે. તદ્દન સાદી અને ભૌમિતિક પ્રકારની કલ્પનાપ્રચુર ડિઝાઇન માટે તે વિશેષ જાણીતા છે. દા.ત., ન્યૂટનની યાદમાં સર્જાયેલું વિશાળકાય ગોળાકાર…

વધુ વાંચો >

બેઇઝીદનું કુલીલ્લીય

બેઇઝીદનું કુલીલ્લીય : એદિર્ન, તુર્કીની એક પ્રસિદ્ધ મસ્જિદ. મધ્ય એશિયાના તુર્કોએ બાયઝેન્ટાઇનને મન્ઝીકર્ત (1071 ઈ. સ.)ના યુદ્ધમાં હરાવી રમની સલ્તનતન સ્થાપી અને કોન્યામાં રાજધાની કરી (ઈ. સ. 1234). આર્મેનિયન અને સીરિયાની શૈલીની ઇમારતોની બાંધણી પર આધારિત સ્થાપત્યશૈલીનો વિકાસ આ સમય દરમિયાન થયો. આ પછીના સમયમાં બંધાયેલ કુલીલ્લીય મસ્જિદ (ઈ. સ.…

વધુ વાંચો >

બેકી

બેકી : ઓરિસા મંદિરશૈલીમાં શિખર ઉપરનો કંઠનો નળાકાર પથ્થર. ઓરિસાના રેખા-દેઉલના શિખર પર આમલકનો વર્તુળાકાર પથ્થર બેસાડવા માટે આ પથ્થર વપરાય છે. આ પથ્થરના પ્રયોગથી શિખરનું ઊર્ધ્વ દર્શન અત્યંત પ્રભાવશાળી બને છે. ભુવનેશ્વરના લિંગરાજ મંદિર અને પુરીના જગન્નાથ મંદિરમાં 38થી 46 મીટર ઊંચાઈએ 9 મીટર જેટલો વ્યાસ ધરાવતા વિશાળ આમલકને…

વધુ વાંચો >

બેગન

બેગન : બૅંગણ (રીંગણાં) – egg plant : બંગાળનાં મંદિરોની એક શૈલી. બંગાળનાં બેગુનિયા મંદિરોનો આકાર રીંગણા જેવો હોવાથી તેઓ આ નામે પ્રચલિત થયેલાં. બંગાળમાં પાલ શૈલીનાં આ મંદિરો (નવમી અને દસમી સદી) સ્થાનિક ભાષામાં બેગુનિયા મંદિરો તરીકે ઓળખાય છે. આવાં મંદિરોનાં જૂથ (સમૂહ) બારાકાર, બરદ્વાન નજીક જોવા મળે છે.…

વધુ વાંચો >

બેન્ટેઈ સ્રાઈ

બેન્ટેઈ સ્રાઈ : ઈશ્વરપુર, કમ્બોડિયાનું શિવમંદિર. ઈ.સ. 967માં બંધાયેલ આ મંદિર અંગકોરથી 20 કિમી. ઉત્તરપૂર્વમાં આવેલું છે. આમાં મુખ્યમંદિર, દેરીઓ, વાચનાલય અને ગોપુરમ્ તેમજ સમૂહને ફરતું  વિશાળ જળાશય–વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે. દક્ષિણપૂર્વ એશિયામાં ભારતીય સંસ્કૃતિનો (બૌદ્ધ અને હિંદુ) વ્યાપક પ્રસાર રહેલો. અશોકના સમયથી લગભગ નવમી સદી સુધી જુદા જુદા…

વધુ વાંચો >

બૅબિલોનિયાની કળા

બૅબિલોનિયાની કળા : પશ્ચિમ એશિયાની પ્રાચીન મેસોપોટેમિયન સંસ્કૃતિના બૅબિલોનિયા સામ્રાજ્યની કળા. બૅબિલોનિયાનું સામ્રાજ્ય આધુનિક બગદાદ શહેરના વિસ્તારથી યુફ્રેટિસ અને ટાઈગ્રિસ નદીઓના મેદાની વિસ્તાર સુધી અને દક્ષિણ-પૂર્વમાં પર્શિયન અખાત સુધી એટલે કે આધુનિક ઇરાકના દક્ષિણ વિસ્તાર સુધી ફેલાયેલું હતું. ઈ. પૂ. 1850માં બૅબિલોનિયાના સામ્રાજ્યનો ઉદય થયો તે અગાઉ આ વિસ્તારનો દક્ષિણ-પૂર્વ…

વધુ વાંચો >

બેયૉન મંદિર

બેયૉન મંદિર : પ્રાચીન કંબુજદેશ(કંબોડિયા)ના પાટનગર અંગકોરથોમમાં આવેલું પ્રસિદ્ધ બૌદ્ધ મંદિર. કંબુજસમ્રાટ જયવર્મા 7મા(1181–1218)એ રાજધાની અંગકોર-થોમ વસાવી તેને ફરતો કિલ્લો, કિલ્લાને ફરતી ખાઈઓ, કિલ્લામાં પ્રવેશવા માટેનાં પાંચ પ્રવેશદ્વારો, નગરની વીથિઓની આંતરિક રચના વગેરેનું ગણતરીપૂર્વકનું આયોજન કરેલું હોવાથી એ તત્કાલીન જગતનું એક નમૂનેદાર નગર બન્યું હતું. આ નગરની મધ્યમાં એ વખતે…

વધુ વાંચો >