બેઇઝીદનું કુલીલ્લીય

January, 2000

બેઇઝીદનું કુલીલ્લીય : એદિર્ન, તુર્કીની એક પ્રસિદ્ધ મસ્જિદ. મધ્ય એશિયાના તુર્કોએ બાયઝેન્ટાઇનને મન્ઝીકર્ત (1071 ઈ. સ.)ના યુદ્ધમાં હરાવી રમની સલ્તનતન સ્થાપી અને કોન્યામાં રાજધાની કરી (ઈ. સ. 1234). આર્મેનિયન અને સીરિયાની શૈલીની ઇમારતોની બાંધણી પર આધારિત સ્થાપત્યશૈલીનો વિકાસ આ સમય દરમિયાન થયો. આ પછીના સમયમાં બંધાયેલ કુલીલ્લીય મસ્જિદ (ઈ. સ. 1484થી ’88) અને બીજાં લોકોપયોગી મકાનોનો વિશાળ પરિસર સુલતાન બેઇઝીદ-બીજાએ બંધાવેલ.

બેઇઝીદનું કુલીલ્લીય : બેઇઝીદ–2નું કુલીલ્લીય, એદિર્ન (તુર્કી) સુલતાન બેઇઝીદ–2એ 1484–8ના ગાળામાં બંધાવેલું મસીદ અને વિવિધ ઉપયોગી ભવનોનું સંકુલ. માપ 1:1200. (1) મસીદ, (2) રુગ્ણાલય અને ગાંડાઓનું આશ્રયસ્થાન, (3) વૈદ્યકીય વિદ્યાલય, (4) પાકશાળાઓ અને કૃષિભવનો. ઑટોમન સંકુલમાં શિસ્તબદ્ધતા સાથે મુક્તિનો અનુભવ થાય તેવું આયોજન કરવામાં આવતું.

આ સમૂહમાં મસ્જિદ, દવાખાનાં, માનસિક રોગ ચિકિત્સાલય, તબીબી વિજ્ઞાનની શાળા તથા વિશાળ રસોડાંઓ, બેકરી તેમજ ખેતી ઉત્પાદન-વિષયક મકાનોનો સમાવેશ હતો. આ ઑટોમાન સમૂહનું આયોજન પરસ્પરના મેળ સાથે મકાનોની આંતરિક સ્વતંત્રતા અને શિસ્તબદ્ધતાને આધારે કરાયેલ.

રવીન્દ્ર વસાવડા