સ્થાપત્યકલા
ફૉરમ
ફૉરમ : રોમન સ્થાપત્યમાં શહેરની એક મુખ્ય પ્રાંગણરૂપ જગ્યા. ભારતીય સંદર્ભમાં શહેરનો મુખ્ય ચોક. રોમના નગર-આયોજનમાં ફૉરમ લોકોને વ્યવસ્થિત રીતે એકઠા થવાની જગા તરીકે મહત્વનું હતું. તેનો સંબંધ લોકજીવન સાથે રહેતો હતો. ત્યાં લોકોત્સવો યોજાતા હતા. આ જગ્યાની ફરતે સ્તંભાવલિ અથવા તો અગત્યની સંસ્થાકીય ઇમારતો રહેતી હતી. તેના દ્વારા ફૉરમની…
વધુ વાંચો >ફૉર્મવર્ક
ફૉર્મવર્ક : ઇમારતની વિવિધ પ્રકારની બાંધણી માટે તૈયાર કરાતી માળખાકીય રચના. ખાસ કરીને મિશ્રિત માલથી રચાતા ઇમારતી આધારો ઊભા કરવા પ્રથમ આવું માળખું અથવા ફૉર્મવર્ક ઊભું કરાય છે, તે મિશ્રિત માલ ગોઠવવામાં મદદરૂપ થાય છે. આ માળખાની રચના ઇમારતના આધારોના આકાર પ્રમાણે થાય છે અને ખાસ કરીને લોખંડ અથવા લાકડાના…
વધુ વાંચો >ફૉલિંગ વૉટર
ફૉલિંગ વૉટર : અમેરિકાના બિયર રન શહેરમાં પેન્સિલ્વેનિયા રાજ્યના નિવાસ માટેની એક વિખ્યાત ઇમારત. 1937–39 દરમિયાન અમેરિકન સ્થપિત ફ્રેન્ક લૉઇડ રાઇટે બાંધેલી આ ઇમારત અમેરિકાના અર્વાચીન સ્થાપત્યનું બેનમૂન ઉદાહરણ ગણાય છે. અર્વાચીન અમેરિકન અને યુરોપીય સ્થાપત્યનો સમન્વય સાધતી આ સ્થાપત્ય-રચનામાં એના સ્થપતિએ આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ્સ, એકસ્પ્રેશનિઝમ અને ઍન્ટિરૅશનાલિઝમ – એ…
વધુ વાંચો >ફોસ્ટર, સર નૉર્મન (રૉબર્ટ)
ફોસ્ટર, સર નૉર્મન (રૉબર્ટ) (જ. 1935, માન્ચેસ્ટર, નૉર્થવેસ્ટ, ઇંગ્લૅન્ડ, યુ.કે.) : બ્રિટિશ સ્થપતિ. ફોસ્ટર નૉર્મન ઍન્ડ ઍસોસિયેટ્સ(1967)ના સ્થાપક અને ભાગીદાર, ‘હાઇટેક સ્કૂલ’ની પરંપરાના. શિક્ષણ બ્રિટનની માન્ચેસ્ટર અને અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં. સ્થાપત્યની ટૅકનૉલૉજી વિકસાવનાર મોખરાના સ્થપતિઓમાં તેમનું નામ નોંધપાત્ર છે. દુનિયામાં ઠેર ઠેર પથરાયેલાં કેટલાંક વિશિષ્ટ સ્થાપત્યોની રચનામાં તેમનું પ્રદાન નોંધપાત્ર…
વધુ વાંચો >ફ્રેસ્કો
ફ્રેસ્કો : ઇમારતોની દીવાલ પર રંગસામગ્રીનો ઉપયોગ કરીને ચિત્રકામ કરવાની પાશ્ચાત્ય દેશોની એક શૈલી. આ શૈલી વિશ્વની સર્વ સંસ્કૃતિઓમાં પ્રચલિત છે અને આદિકાળથી મકાનોની શોભા વધારવા આ પદ્ધતિઓનો ઉપયોગ થતો આવ્યો છે. આ ચિત્રો દ્વારા લોકજીવનનાં અનેક પાસાંના વિવરણની પ્રથા અત્યંત જૂની છે. ભારતીય સંદર્ભમાં ધાર્મિક ઇમારતો તેમજ ખાનગી આવાસોમાં…
વધુ વાંચો >ફ્રેંચ કલા
ફ્રેંચ કલા ફ્રાંસમાં પાંગરેલી ચિત્ર, શિલ્પ અને સ્થાપત્યની કલા. યુરોપની કલાના કેટલાક પ્રવાહો અને શૈલીઓની જન્મભૂમિ ફ્રાંસ રહ્યું છે, તો સાથે સાથે યુરોપના અન્ય દેશોમાં પાંગરેલાં કલાપ્રવાહો અને શૈલીઓએ પણ ફ્રાંસમાં મૂળિયાં જમાવ્યાં હોય એવું પણ બન્યું છે. યુરોપની કલાના સમગ્ર વિકાસમાં ફ્રાંસનો ફાળો નાનોસૂનો ન કહેવાય. કલાના 30,000 વરસ…
વધુ વાંચો >બડાખાનકા ઘૂમટ
બડાખાનકા ઘૂમટ : એક ઐતિહાસિક સ્થાપત્ય. દિલ્હીની લોદી સલ્તનત (ઈ. સ. 1451–ઈ. સ. 1526) દરમિયાન બંધાયેલ મકબરાઓમાં બડાખાનકા ઘૂમટ એક મહત્ત્વની ઇમારત છે. ચતુષ્કોણાકાર ઢાંચામાં બંધાયેલો આ મકબરો લગભગ 24 મીટરની ઊંચાઈ ધરાવે છે. અષ્ટકોણાકારના બીજા પ્રકારના મકબરાઓની સરખામણીમાં આ જાતના ચતુષ્કોણાકાર મકબરાઓનું બાંધકામ મજબૂત દીવાલોના આધાર પર કરવામાં આવતું,…
વધુ વાંચો >બરાબર ગુફાઓ
બરાબર ગુફાઓ (ઈ. પૂ. ત્રીજી સદી) : મૌર્ય સમ્રાટ અશોકે આજીવિક સંપ્રદાયના સાધુઓ માટે બિહારના ગયા જિલ્લાના બરાબર પહાડમાં કંડારાવેલ ગુહાશ્રયો. ગયાથી 25 કિમી. ઉત્તરે આવેલી બરાબર ટેકરીમાંથી ચાર અને તેની સમીપની નાગાર્જુની ટેકરીમાંથી સમ્રાટ અશોકના પૌત્ર દશરથે કંડારાવેલી ત્રણ ગુફાઓ મળીને એમને ‘સાતઘર’ને નામે ઓળખવામાં આવે છે. આજે આ…
વધુ વાંચો >બરૉક કલાશૈલી
બરૉક કલાશૈલી : ઈ. સ. 1600થી 1750 સુધી વિસ્તરેલી પશ્ચિમ યુરોપની એક કળાપ્રણાલી. પોર્ટુગીઝ શબ્દ ‘બારોકો’ (Baroco) પરથી ઊતરી આવેલો શબ્દ ‘બરૉક’ (Baroque) મૂળમાં ફ્રેંચ ઝવેરીઓ વાપરતા હતા; તેનો અર્થ ‘ખરબચડું મોતી’ એવો થાય છે. આ કળાપ્રણાલી આમ તો નવજાગરણકાળ અને રીતિવાદનાં વલણોનો જ વિસ્તાર છે; પરંતુ ગતિમયતા અને વિગતપ્રાચુર્યના…
વધુ વાંચો >બર્ગ, મૅક્સ
બર્ગ, મૅક્સ (જ. 1870; અ. 1947) : પોલૅન્ડના આધુનિક સ્થપતિ. પોલૅન્ડના પશ્ચિમ ભાગમાં અગાઉ બ્રૅસ્લૉ નામે ઓળખાતા આજના વ્રૉકલૉ નગરમાં તેમનાં કેટલાંક મહત્વનાં સ્થાપત્યો આવેલાં છે. બર્ગ વ્રૉકલૉના નગરસ્થપતિ હતા. 1912થી 1923 સુધીમાં તેમણે ‘હાલા લુડોયા’ નામના ભવ્ય સભાખંડની ડિઝાઇન તૈયાર કરી. આ બાંધકામ 1925માં પૂરું થયું. અત્યાર સુધીમાં નિર્માણ…
વધુ વાંચો >