સ્થાપત્યકલા
પ્રાકારમ્
પ્રાકારમ્ : મકાનની અંદરના ભાગમાંનો ચોક અથવા દ્રવિડ સ્થાપત્યના સંદર્ભમાં, મંદિરોના નગરમાં મંદિરનો ફરતો બાંધવામાં આવતો કોટ. પ્રાકારમ્ની સંખ્યા ઘણી વાર ત્રણ-ચારથી પણ વધારે રહેતી. તેમાં મંદિરોના સમૂહને આવરી લેતી ખુલ્લી જગ્યાને પણ પ્રાકારમ્ તરીકે ઓળખવામાં આવતી. આ કોટ મંદિરના સંકુલના ઉત્તરોત્તર વિકાસને અનુલક્ષીને મંદિરોની હદ બાંધવા બંધાતા અને પ્રાકારમની…
વધુ વાંચો >પ્રાગનો કિલ્લો
પ્રાગનો કિલ્લો : ચેક રાષ્ટ્રનાં ઐતિહાસિક સ્મૃતિચિહ્નો પૈકી મહત્વનો ગણાતો કિલ્લો. તે એની ભવ્યતા માટે પ્રસિદ્ધ છે; એટલું જ નહિ, તે રાષ્ટ્રની ઓળખનું પ્રતીક બની રહેલો છે. તે સમયભેદે દેશનું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર, પ્રાગના ધર્મગુરુના મઠનું સ્થળ, રાજવીઓ તથા પ્રમુખોના કાર્યાલયનું સ્થળ છે. પ્રાગમાં આજ સુધીમાં અવારનવાર ઘટેલી મુખ્ય…
વધુ વાંચો >પ્રેહ-કો મંદિર
પ્રેહ-કો મંદિર : પ્રાચીન કંબુજદેશ(કંબોડિયા)ના રોલુસ નગરમાં આવેલું એક સ્મૃતિમંદિર. રાજા ઇંદ્રવર્મા(877–889)એ કંબુજના મહાન રાજા જયવર્મા બીજા(802–850)ની સ્મૃતિમાં આ મંદિર બંધાવી શિવપૂજા માટે અર્પણ કર્યું હતું. પ્રશિષ્ટ ખ્મેર સ્થાપત્યશૈલીના પ્રારંભના સમયનું આ વિશિષ્ટ દેવાલય છે. ચાર પ્રાકારો વચ્ચે ઘેરાયેલા, અગાસીયુક્ત છ પિરામિડો પર છ મિનારાઓ ધરાવતા આ મંદિરનો બહારનો પ્રાકાર…
વધુ વાંચો >પ્રેહ-ખન મંદિર
પ્રેહ-ખન મંદિર : પ્રાચીન કંબુજ દેશ(કંબોડિયા)ના કોમ્પોંગ-સ્વાય નગરમાં આવેલું મહામંદિર. આ મંદિરનું બાંધકામ લગભગ 200 વર્ષ સુધી ચાલ્યું હોવાનું જણાય છે. મધ્યના મુખ્ય દેવાલયને ફરતા ચાર પ્રાકાર અને તેની અંદર અનેક આનુષંગિક ઇમારતો, ખાઈઓ અને પુલો કરેલ છે. મુખ્ય દેવાલય સ્વસ્તિકાકાર છે. તેની ચારે બાજુ પ્રવેશદ્વારો કરેલાં છે, જે ફરતી…
વધુ વાંચો >ફસાડ
ફસાડ : મુખ્ય પ્રવેશદ્વારવાળો મકાનનો મુખભાગ. તેના બાહ્ય દેખાવ અંગે સ્થાપત્યકલામાં આ ભાગ પર ખૂબ જ ધ્યાન આપવામાં આવે છે. તે મકાનની આગવી મુદ્રા ઉપસાવી આપે છે અને એ રીતે મુખ્ય રસ્તા પરની અથવા શેરીમાંની તેની ઉપસ્થિતિ એક આગવી છાપ પ્રગટ કરે છે. ફસાડને મકાન બંધાવવા પાછળના એના માલિકના પ્રયોજન…
વધુ વાંચો >ફંક્શનાલિઝમ (ઉપયોગિતાવાદ)
ફંક્શનાલિઝમ (ઉપયોગિતાવાદ) : પાશ્ચાત્ય સ્થાપત્યના સંદર્ભમાં પ્રચલિત ઉપયોગિતાવાદી વિભાવના. આમાં મકાનોના મૂળભૂત ઉપયોગને મકાનોની ડિઝાઇનના આધારરૂપ રાખી મકાનોનું આયોજન કરવામાં આવે છે જેથી એ ઇમારતોનું સમગ્ર માળખું અને તેની રચના મૂળભૂત ઉદ્દેશને બર લાવનારાં બની રહે છે. ઓગણીસમી સદી દરમિયાન આ વિચારસરણીનો પાશ્ચાત્ય સ્થાપત્યકળાને ક્ષેત્રે ઉદય થયો. પશ્ચિમમાં સ્થાપત્ય એક…
વધુ વાંચો >ફિર્સેન હાઇલિકન ચર્ચ
ફિર્સેન હાઇલિકન ચર્ચ (1743) : પાશ્ચાત્ય સ્થાપત્યની ધાર્મિક ઇમારતોની શૈલીમાં રેનેસાં પછી અઢારમી સદીનું અત્યંત અગત્યનું સ્થાપત્ય. તે સંકલિત ક્ષેત્રના વિકાસ સાથે સંકળાયેલું રહેલું. ગણિતશાસ્ત્રના વિકાસ સાથે લંબ ગોળાકાર ક્ષેત્રોની ગણતરી વગેરે શક્ય બન્યાં અને તેનાથી ઇમારતોની ઇજનેરી વિગતોનું પૃથક્કરણ પણ શક્ય બન્યું. આને લીધે સ્થપતિઓ અને ઇજનેરો મકાનોના આયોજનમાં…
વધુ વાંચો >ફિલ્હાર્મોની, બર્લિન (1963)
ફિલ્હાર્મોની, બર્લિન (1963) : હાન્સ સ્ખારૂનની જગવિખ્યાત અષ્ટ કોણાકાર સ્થાપત્યરચના. તત્કાલીન સંગીત અને નાટ્યકલાની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને આ અભૂતપૂર્વ ઇમારતનું આયોજન થયું છે. પ્રથમ વાર અહીંના વિશાલ ખંડમાં કલાકારોનું સ્થાન મધ્યમાં રાખવામાં આવેલું છે. તેની ફરતે બધી બાજુ પ્રેક્ષક દીર્ઘાઓનું સ્થાન રખાયેલ છે. તેથી પ્રેક્ષક, કલાકારો વચ્ચે સમન્વય સંવાદ સધાય…
વધુ વાંચો >ફેસિયા
ફેસિયા : પટ્ટો. દીવાલના ભાગ રૂપે અથવા સ્તંભોની રચનામાં સ્તંભ ઉપર રચાયેલા પાશ્ચાત્ય સ્થાપત્યની પરિભાષામાં પાટડાની રચનામાં થર અલગ પાડતા પટ્ટાને ફેસિયા કહેવાય છે. ભારતીય સ્થાપત્યમાં આ ‘થર’ તરીકે જ ઓળખાય છે. તેમાં જુદા જુદા વિષય પર આધારિત શિલ્પકૃતિઓ કંડારાય છે; જેમ કે, નરથર, ગજથર વગેરે. આ થર દ્વારા દીવાલોની…
વધુ વાંચો >ફૉ કુઆંગ મંદિર
ફૉ કુઆંગ મંદિર (શાન્સી, ચીન) : માઉન્ટ વુ તાઇ નજીક શાન્સીમાં આવેલ મંદિર. ચીનનું તે સૌથી પ્રાચીન લાકડાનું મંદિર છે. તે ઈ. સ. 850થી 860 વચ્ચે બંધાયેલું. તાંગ રાજ્યવંશ છઠ્ઠીથી દસમી સદી વચ્ચે સત્તા પર હતો, તે દરમિયા આ ઇમારત બંધાયેલી. કાષ્ઠસ્થાપત્યકલામાં ચીનનો વારસો અગત્યનો રહ્યો છે. બાંધકામની શૈલી તેમજ…
વધુ વાંચો >