સ્થાપત્યકલા
પંચાસરા પાર્શ્વનાથનું મંદિર
પંચાસરા પાર્શ્વનાથનું મંદિર : ઈ. સ.ની નવમી સદીમાં વનરાજે બંધાવેલ પ્રસિદ્ધ મંદિર. અણહિલવાડ પાટણના સ્થાપક વનરાજે પોતાના ગુરુ શીલગુણસૂરિના આદેશથી પાટણમાં શ્રી પંચાસરા પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું હતું, એ ઘટના ઇતિહાસ-પ્રસિદ્ધ છે. આ મંદિરનો વખતોવખત ર્જીણોદ્ધાર થયેલો છે. બાવન જિનાલય ધરાવતા આ ભવ્ય મંદિરનો સળંગસૂત્ર વૃત્તાન્ત સાહિત્ય અને ઉત્કીર્ણ લેખોમાં જે…
વધુ વાંચો >પાઇલૉન
પાઇલૉન : એક પ્રકારનું ભવ્ય બાંધકામ. પ્રાચીન ગ્રીક સ્થાપત્ય મુજબ મંદિરના દરવાજાની બંને બાજુ ઊભા કરાયેલા લંબચોરસ પ્રકારના અને ઉપરથી બૂઠા જણાતા પિરામિડ પ્રકારના ટાવર જેવી રચના. બહુ પ્રચલિત અર્થમાં આ શબ્દ સુશોભન માટે કે હદ-રેખા નિશ્ર્ચિત કરવા ઊભી કરાયેલી કોઈ પણ વિશાળ અલાયદી ઇમારત માટે પણ વપરાય છે. રૂપલ…
વધુ વાંચો >પાકશાળા
પાકશાળા : મકાનનો રસોઈ સાથે સંકળાયેલો ભાગ. સ્થાપત્યની પરિભાષામાં શાળા એટલે મકાનના વિવિધ ભાગમાં આવેલી જગ્યા; તે દરેકનો આગવો ઉપયોગ હોય છે. ચારે બાજુ દીવાલોથી અને ઉપરના ભાગમાં છતથી આવરી લેવાયેલ જગ્યાને શાળા કહેવામાં આવે છે. તે મકાનના માપનો પણ ખ્યાલ આપે છે; જેમ કે એકશાળા, દ્વિશાળા, ત્રિશાળા વગેરે. મકાનમાં…
વધુ વાંચો >પાગ પગ
પાગ, પગ : મંદિરોની દીવાલોમાં ઉપસાવવામાં આવતા સંલગ્ન થાંભલા. ઓરિસાના સ્થાપત્યમાં મંદિરોની રચનામાં બાહ્ય દર્શનની આકર્ષકતા ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવતો. જ્યારે આંતરિક રચના ઘણુંખરું અત્યંત સાદગી ભરેલી રહેતી. બાહ્ય દીવાલોની પાસાદાર રચનાથી સમગ્ર મંદિરનું માળખું ખૂબ જ બારીકાઈથી ઘડાતું. તેથી દીવાલોના ભાગોને વિવિધ ભદ્ર, કર્ણ તથા થાંભલીઓ વડે…
વધુ વાંચો >પાદ
પાદ : બાંધકામના માપનો એકમ. પાદના સ્થાપત્ય તથા બાંધકામના સંદર્ભમાં બે અર્થ થાય છે : (1) પાયો અને (2) પગલું કે પગ. પગલું એ અર્થ માપના સંદર્ભમાં વિશેષ ઉચિત છે. પગલાં પ્રમાણે માપ લેવાની પ્રથા ઘણી જ પ્રચલિત છે અને પાશ્ચાત્ય સંસ્કૃતિમાં પણ વપરાય છે. અંગ્રેજીમાં ‘ફૂટ’ શબ્દ આના પરથી…
વધુ વાંચો >પાદવિન્યાસ
પાદવિન્યાસ : મકાનોના નકશા માટે પ્રચલિત શબ્દ. જમીનતલ કે ભૂતલને પણ ઇમારતના ‘પગલા’ તરીકે વર્ણવાય. જમીન-સ્તરે મકાનની ઇમારતી છબીને પાદવિન્યાસ તરીકે વર્ણવાય છે. મકાનોના બાંધકામની પ્રવૃત્તિની શરૂઆત કરવા માટે ઇમારતની દીવાલો તથા આધારોનાં રેખાંકન પ્રથમ જમીન પર કંડારાય છે અને તેના આધારે બાંધકામની શરૂઆત કરાય છે. આ રેખાંકનને પણ પાદવિન્યાસ…
વધુ વાંચો >પાલાટીના ચૅપલ
પાલાટીના ચૅપલ : 113-240 વચ્ચે પાલેર્મો(દક્ષિણ ઇટાલી અને સિસિલી ટાપુ)માં રોમનેસ્ક શૈલીમાં બંધાયેલ દેવળ. તે રાજમહેલના એક ભાગરૂપે હતું. તત્કાલીન બાઇઝેન્ટાઇન શૈલીની અસરને પરિણામે આ દેવળનો ઘુમ્મટ 5.5 મીટરના વ્યાસનો હતો અને દેવળની અંદરનું સુંદર નકશીકામ મુસ્લિમ અસર પ્રમાણે થયેલું. આ સમયના યુરોપીય સ્થાપત્યમાં આ પ્રકારનો સમન્વય એ સહજ બાબત…
વધુ વાંચો >પાશ્ચાત્ય દેશોનું સ્થાપત્ય
પાશ્ચાત્ય દેશોનું સ્થાપત્ય : પશ્ચિમના દેશોમાં થયેલો સ્થાપત્ય-કલાનો વિકાસ. સ્થાપત્યનો ઇતિહાસ એ ક્ષેત્રની સતત ઉત્ક્રાંતિનું નિરૂપણ છે. તેની શરૂઆત ઇજિપ્ત અને મેસોપોટેમિયાની સંસ્કૃતિથી ગણી શકાય. આ ગાળાની સરળ અને ભવ્ય ઇમારતો પછી ગ્રીસનાં મંદિરોની સ્થાપત્યરચનામાં ચોકસાઈ અને પૂર્ણતા લાવવાની અપ્રતિમ ભાવના રહેલી જોવા મળે છે. ત્યારબાદ રોમની રાજકીય સંસ્કૃતિમાં લોકોપયોગી…
વધુ વાંચો >પિક્ચરસ્ક સ્થાપત્ય
પિક્ચરસ્ક સ્થાપત્ય : ચિત્રમય અથવા ચિત્રમાં શોભે એવું સ્થાપત્ય. આ પ્રકારની ઇમારત અથવા બાગ આબેહૂબ કલાકૃતિનાં રૂપાંતર જેવાં લાગે. અઢારમી સદીમાં યુરોપીય કલાકારોના મંતવ્ય પ્રમાણે તે સાદૃશ્ય, નિર્મળતા અને સુંદરતા વ્યક્ત કરતી ચિત્રાત્મકતા ધરાવતું હોવું જોઈએ. તેમાં ગાઢ વન, અરણ્યની કુદરતી સુંદરતા જેવું આવે. ઇમારતોની રચનામાં વિવિધ સપાટીઓ તથા અસંતુલિત…
વધુ વાંચો >પિયાત્ઝા [Piazza]
પિયાત્ઝા [Piazza] : ખાસ કરીને ઇટાલીના શહેરમાંનો જાહેર ચોક અથવા બજાર. ઇમારતોની ફરતી ગોઠવણીથી આવા સ્થળની રચના થાય છે. તેની રૂપરેખા જાહેર હેતુ પ્રમાણે વિવિધતા ધરાવતી હોય છે. રોમન શહેરોમાં આવેલા આવા ચોક તેમની ઇમારતોની ફરતી ગોઠવણીથી વિશિષ્ટ બન્યા છે. દા. ત., પિયાત્ઝા સેંટ પીટર્સ – રોમ; પિયાત્ઝા દે પયોલો…
વધુ વાંચો >