સ્થાપત્યકલા
દોલતાબાદનો કિલ્લો
દોલતાબાદનો કિલ્લો : દિલ્હીના સુલતાન મોહમ્મદ બિન તુગલુકે ઈ. સ. 1327માં તેની રાજધાની જ્યાં સ્થળાંતર કરી હતી, તે ઔરંગાબાદ પાસેનો કિલ્લો. ઔરંગાબાદનું પ્રાચીન નામ દેવગિરિ હતું. ઈ. સ. 1187થી તેના પર યાદવ વંશના ભિલમ્મા પહેલાની સત્તા હતી. ઈ. સ. 1296માં અલાઉદ્દીન ખલજીએ તેના પર કબજો મેળવ્યો હતો. તે દિલ્હી સલ્તનતના…
વધુ વાંચો >દોશી, બાલકૃષ્ણ
દોશી, બાલકૃષ્ણ (જ. 26 ઑગસ્ટ, 1927, પુણે; અ. 24 જાન્યુઆરી 2023, અમદાવાદ) : જાણીતા ભારતીય સ્થપતિ. ઇજનેરીના અભ્યાસ માટે ફર્ગ્યુસન કૉલેજમાં દાખલ થયા (1948). પુણેની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૉડર્ન આર્ટના અભ્યાસ દરમિયાન સ્થાપત્યના અભ્યાસની પ્રેરણા મળી. મુંબઈની જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં 4 વર્ષ સ્થાપત્યનો અભ્યાસ કર્યો. 1950માં ઇંગ્લૅન્ડ જઈ કોઈ…
વધુ વાંચો >દ્રાવિડ શૈલીનાં મંદિરો
દ્રાવિડ શૈલીનાં મંદિરો : દક્ષિણ ભારતમાં રચનામૂલક મંદિરસ્થાપત્યની શૈલી. ઉત્તર ભારતમાં પ્રચલિત નાગર શૈલીથી સાવ ભિન્ન આ શૈલીની શરૂઆત ઈ. સ. 600માં થઈ હતી. આ શૈલીની વિશેષતાઓમાં, લંબચોરસ આધાર ઉપર ચૈત્યની બારીના આકારવાળાં પિરામિડાકાર શિખરો, મંદિરને એક ઇમારત તરીકે બનાવવા કરતાં વિવિધ મંડપોના સમૂહ તરીકે બનાવવાનો અભિગમ, મંદિરની વચમાં ક્રિયાકાંડ…
વધુ વાંચો >દ્રોમોસ
દ્રોમોસ : પ્રાચીન ગ્રીક સ્થાપત્યમાં ભૂગર્ભમાં આવેલ થોલોઝ કે મકબરામાં જવાનો પ્રવેશમાર્ગ. આવા પ્રવેશમાર્ગની લંબાઈ ઘણી વાર 50 મીટરથી વધુ તથા પહોળાઈ 6 મીટર જેટલી રહેતી. ઉપરથી ખુલ્લા તથા બંને તરફ સુર્દઢ દીવાલોવાળા આ દ્રોમોસના છેડે મકબરાનું પ્રવેશદ્વાર રહેતું. આવું ઉલ્લેખનીય દ્રોમોસ માઇસેનીના ટ્રેઝરી ઑવ્ ઍટ્રિયસમાં છે. હેમંત વાળા
વધુ વાંચો >દ્વારકાધીશનું મંદિર
દ્વારકાધીશનું મંદિર : ભારતપ્રસિદ્ધ ચાર હરિધામોમાંનું, સૌરાષ્ટ્રના વાયવ્ય ખૂણે આવેલું હરિધામ. તે ગોમતી નદીના ઉત્તરના કિનારે આવેલું છે. તેનું સ્થાપત્ય અન્ય હિંદુ મંદિરોના જેવું તેરમી સદીનું છે. તેમાં ભગવાનની ચતુર્ભુજ મૂર્તિ, ગર્ભગૃહ, અંતરાલ, પ્રદક્ષિણાપથ, વિશાળ સભાગૃહ તથા મહામંડપનો સમાવેશ થાય છે. તેની છત ગ્રૅનાઇટ અને રેતિયા પથ્થરના 60 સ્તંભ ઉપર…
વધુ વાંચો >દ્વારરક્ષક
દ્વારરક્ષક : મંદિર તથા ચૈત્યની બહાર મુખ્ય પ્રવેશની બંને તરફ હાથમાં દંડ સાથેનાં પુરુષોનાં પૂતળાં. તે દ્વારપાળ પણ કહેવાય છે. ઈ. સ. 180માં કાન્હેરીના હીનયાન સંપ્રદાયના ચૈત્યની બહાર છે તે દ્વારરક્ષકના સૌથી પ્રાચીન નમૂના ગણાય છે. રામેશ્વર ગુફા (ઇલોરા)ની બહારના દ્વારરક્ષક વધુ મોટા પ્રમાણમાપવાળા છે જ્યારે હોયશાળા સ્થાપત્યમાં દ્વારરક્ષક વધુ…
વધુ વાંચો >ધર્મનાથપ્રાસાદ
ધર્મનાથપ્રાસાદ (કાવી) : ખંભાતના નાગર વણિક બડુઆના પુત્ર કુંવરજીએ વિ. સં. 1654 (ઈ. સ. 1598)માં કાવીમાં કરાવેલો ‘રત્નતિલક’ નામનો બાવન જિનાલયવાળો ધર્મનાથપ્રાસાદ. તે વહુના દેરાસર તરીકે વિશેષ ઓળખાય છે. સાસુ-વહુનાં દેરાં નામે મંદિરસંકુલમાં આવેલું આ દેરાસર મૂળ ગર્ભગૃહ, અંતરાલ, ગૂઢ મંડપ, ચોકીઓ, ભમતી અને બાવન દેવકુલિકાઓ ધરાવે છે. મંદિર પૂર્વ-પશ્ચિમ…
વધુ વાંચો >ધામેક સ્તૂપ, સારનાથ
ધામેક સ્તૂપ, સારનાથ : સારનાથના સંકુલમાં અગ્નિખૂણે આવેલો ખંડિત છતાં જાજરમાન સ્તૂપ. 12.7 મી.ના આ દ્વિસ્તરીય સુર્દઢ સ્તૂપની બનાવટમાં નીચેના સ્તરમાં પથ્થરનાં ચોસલાંનો તથા તેનાથી ઉપરના નાના વ્યાસવાળા સ્તરમાં પથ્થરનાં ચોસલાં સાથે ઈંટોનો ઉપયોગ થયો છે. આ નળાકાર સ્તૂપના નીચેના સ્તરમાં થોડી બહાર નીકળતી આઠ સપાટીઓ છે. તે પ્રત્યેકમાં ગોખ…
વધુ વાંચો >ધોળકાની મસ્જિદો
ધોળકાની મસ્જિદો : ગુજરાતમાંનું લાક્ષણિક મુસ્લિમ સ્થાપત્ય. મુસ્લિમ સમય દરમિયાનનું ધોળકાનું સ્થાપત્ય આશરે ચૌદમી સદી દરમિયાનના ગુજરાતની સ્થાપત્યશૈલીઓમાં મહત્વનું ગણાય છે. આ સમય દરમિયાન બંધાયેલ મસ્જિદો તત્કાલીન શહેરની જાહોજલાલીનો ખ્યાલ આપે છે. આમાંની ખાન કાઝીની મસ્જિદ, ટાંકા મસ્જિદ, ખાન મસ્જિદ અને જામી મસ્જિદ હજી પણ ખંડિત હાલતમાં હયાત છે. જુદા…
વધુ વાંચો >ધ્વજ-સ્તંભ
ધ્વજ-સ્તંભ : સામાન્ય રીતે શિવ-મંદિરમાં ધજા માટે બનાવાતો અલાયદો સ્તંભ. દક્ષિણ ભારતના સ્થાપત્યમાં આ સ્તંભનું આગવું મહત્વ છે. શરૂઆતના તબક્કામાં લાકડામાંથી જ બનાવાતા આ સ્તંભને કાયમી બનાવવા પાછળથી પથ્થર જેવી વધુ આવરદાવાળી બાંધકામની સામગ્રીમાંથી બનાવાતો. જેમ મદુરાના રચનામૂલક મંદિરમાં ધ્વજ-સ્તંભનું સ્થાન તથા તેની રચના નોંધપાત્ર છે તેમ ઇલોરાના ગુફા-સ્થાપત્યના ઉત્કૃષ્ટ…
વધુ વાંચો >