સ્થાપત્યકલા

દક્ષિણ-પૂર્વ (અગ્નિ) એશિયાનું સ્થાપત્ય અને શિલ્પ

દક્ષિણ-પૂર્વ (અગ્નિ) એશિયાનું સ્થાપત્ય અને શિલ્પ : અગ્નિ એશિયાના વિસ્તારોની કલાપ્રવૃત્તિ. તેમાં અગ્નિ એશિયાની તળભૂમિ તથા સુમાત્રાથી માંડીને સુલાવેસી ટાપુઓ સુધીના વિસ્તૃત ભૂમિપ્રદેશના કલાપ્રવાહોનો સમાવેશ થાય છે. આજની ર્દષ્ટિએ આમાં બર્મા, થાઇલૅન્ડ, લાઓસ, વિયેટનામ, કામ્પુચિયા, મલેશિયા તથા ઇન્ડોનેશિયાનો સમાવેશ થાય. આ બધાંને સાંકળતી મુખ્ય અસર તે ભારતીય સંસ્કૃતિનો પ્રસાર. આશરે…

વધુ વાંચો >

દતિયાનો ગોવિંદ મહેલ

દતિયાનો ગોવિંદ મહેલ : મધ્યપ્રદેશમાં આવેલ અગાઉના બુંદેલ ખંડમાં ઝાંસીની નજીક આવેલ દતિયા સંસ્થાનનો હિન્દુ સ્થાપત્યના વાસ્તુ-મંડલના સિદ્ધાંતો પર બનાવાયેલ મહેલ. તે લગભગ 75 મીટરનું સમચોરસ માપ ધરાવે છે. તેની રચના પાંચ માળની છે. પહેલા બે મજલા આખા વિસ્તારને આવરી લે છે. તેમાં વિશાળ ઓરડા છે. ત્રીજા મજલા પર આવેલી…

વધુ વાંચો >

દરબાર ચૉક (નેપાળ)

દરબાર ચૉક (નેપાળ) : નેપાળનાં શહેરોમાં ખાસ કરીને રાજમહેલની બહાર આવેલા રસ્તા સાથે જોડાયેલો વિસ્તાર. આ વિસ્તારમાં પૅગોડાને મળતાં આવતાં મંદિરો તથા બીજાં મંદિરો તથા સ્તંભની ખાસ રચના જોવા મળે છે. લોકોને રાજમહેલની બહાર એકઠા થવા માટે આ વિશાળ જગ્યાનો ઉપયોગ થતો. નેપાળમાં કાઠમંડુ, પાટણ અને ભક્તાપુર (ભાતગાંવ) નજીક નજીક…

વધુ વાંચો >

દરિયાખાનનો રોજો

દરિયાખાનનો રોજો : ગુજરાતમાં સલ્તનતકાળ દરમિયાન બંધાયેલો અમદાવાદ ખાતે આવેલો ભવ્ય રોજો. ગુજરાતના સુલતાન મહમૂદશાહ બેગડાના પ્રસિદ્ધ અમીર દરિયાખાને ઈ. સ. 1453માં અમદાવાદમાં પોતાને માટે જે રોજો બનાવેલો તે દરિયાખાનનો રોજો. તે મુખ્યત્વે દરિયાખાનના ઘુંમટ તરીકે ખ્યાતિ પામ્યો છે. ગુજરાતમાં આ ઘુંમટની ગણતરી મોટામાં મોટા ઘુંમટ તરીકે થાય છે. સમગ્ર…

વધુ વાંચો >

દીધનો મહેલ

દીધનો મહેલ : ભરતપુરના રાજા સૂરજમલ દ્વારા 18મી સદીના મધ્યમાં બનાવાયેલ મહેલ. ભારતીય સ્થાપત્યના સિદ્ધાંતો મુજબ બગીચાની મધ્યમાં બનાવાયેલ આ મહેલ નજીક કૃત્રિમ તળાવ બનાવી પાણીનો સંગ્રહ કરાતો. પાણી તથા બગીચા નજીક આવેલ આ મહેલ ગરમીની ઋતુમાં ઠંડક આપતો. મહેલની રચનામાં નોંધપાત્ર બાબતોમાં ઉપરના ભાગમાં બે ઢળતાં છાપરાં – જેનાથી…

વધુ વાંચો >

દીપસ્તંભ

દીપસ્તંભ : અનેક દીવાઓની ગોઠવણી માટેનો સ્તંભ. ખાસ કરીને દક્ષિણનાં મંદિરોમાં દીપોત્સવ માટે – અસંખ્ય દીવાઓની ગોઠવણી માટે ખાસ સ્તંભોની રચના કરવામાં આવતી. મંદિરના આગળના ભાગમાં – પ્રાંગણમાં સ્તંભ બાંધવામાં આવતો. આવો દીપસ્તંભ અથવા દીપમાલાનો સ્તંભ વર્તુળાકાર અથવા અષ્ટકોણાકાર ઘેરાવાવાળો રચાતો. તેની બધી બાજુઓએ દીવા મૂકવા માટે જોગવાઈ કરવામાં આવતી.…

વધુ વાંચો >

દીવાને આમ

દીવાને આમ : સામાન્ય જનને મળવા માટે મોગલ શાસકો દ્વારા ઉપયોગમાં લેવાતો વિશાળ દરબાર-ખંડ. ‘દીવાન’ મૂળ અરબી શબ્દ છે જેનો અર્થ “નોંધણી” થાય છે અને તેવી પ્રશાસકીય નોંધણી કરનાર માટે ‘દીવાન’ શબ્દ વપરાતો. આમજનતા પાસેથી પ્રશાસકીય બાબત માટે કોઈ પણ વાતની સુનાવણી માટે વપરાતો ઓરડો તે ‘દીવાને આમ’. ભારતમાં મુસ્લિમ…

વધુ વાંચો >

દીવાને ખાસ, ફતેહપુર સિક્રી

દીવાને ખાસ, ફતેહપુર સિક્રી : ફતેહપુર સિક્રીમાં અકબરનો, વિશિષ્ટ હોદ્દો ધરાવતી વ્યક્તિઓ સાથેની મુલાકાત માટેનો દરબારખંડ. સિક્રીના સંકુલમાં ઈશાન ખૂણા તરફ આવેલી આ ઇમારતમાં વચમાં એક સ્તંભ આવેલો છે જેનો ગોળાકાર મંચ સર્પાકારના ખૂણિયા ટેકા વડે ટેકવાયો છે. આ મંચને દીવાને ખાસની ચોરસ ઇમારતના ચારે ખૂણે પહેલા માળે આવેલા ઝરૂખા…

વધુ વાંચો >

દુર્ગ

દુર્ગ : નગરના રક્ષણ અર્થે બાંધવામાં આવતો કિલ્લો. પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાં દુર્ગ-નિર્માણને રાજ્યના અનિવાર્ય અંગ તરીકે લેખવામાં આવેલ છે. દુર્ગ વિનાના રાજાને ઝેરવિહીન સર્પ કે દંતશૂળવિહીન હાથી સાથે સરખાવવામાં આવ્યો છે. એક હજાર હાથી અને એક લાખ ઘોડા જેટલું બળ રાજા એક દુર્ગ દ્વારા પ્રાપ્ત કરી શકે છે એવું…

વધુ વાંચો >

દેલવાડાનાં મંદિરો

દેલવાડાનાં મંદિરો : સોલંકીકાલ દરમિયાન ગુજરાતના મંદિર સ્થાપત્યના ઉત્તમ નમૂનારૂપ મંદિરોનું નિર્માણ થયું તેમાં આબુ પર્વત પર દેલવાડાના સ્થળે આવેલાં આ મંદિરો શિરમોર છે. આબુ પર્વત ઉપર દેલવાડાના સ્થળે આવેલાં હોવાથી આબુ પરનાં મંદિરો કરતાં દેલવાડાના મંદિરો કે દેરાં તરીકે લોકોમાં વધુ જાણીતા છે. સોલંકી રાજા ભીમદેવ 1લાના મંત્રી વિમલ…

વધુ વાંચો >