સ્થાપત્યકલા

ડૉરિક

ડૉરિક : ગ્રીસની ડૉરિયન પ્રજા દ્વારા ખાસ કરીને દક્ષિણ ઇટાલી તથા સિસિલીના પ્રાંતમાં ઈ. સ. પૂ. 500થી 300માં પ્રચલિત બનેલી સ્થાપત્યશૈલી. પ્રાચીન ગ્રીસમાં શરૂઆતમાં વિકસેલી બે સ્થાપત્ય-શૈલીઓમાંની એક ડૉરિક અને બીજી આયોનિક તરીકે ઓળખાય છે. મૂળ લાકડાના બાંધકામની શૈલી પરથી વિકસેલ ડૉરિક શૈલી પ્રમાણમાં વધુ સઘન જણાય છે. આ શૈલીની…

વધુ વાંચો >

ડૉર્મર

ડૉર્મર : પાશ્ચાત્ય દેશોના સ્થાપત્યમાં ઢળતા છાપરામાં બનાવાયેલ ઊભી  બારી. આ બારી પર પણ બે તરફ ઢળતું છાપરું બનાવાતું. છાત્રાવાસ કે મઠ જેવા મોટા પ્રમાણમાપવાળા ઓરડામાં અંદર સુધી હવાઉજાસ પ્રવેશી શકે તે માટે છાપરાના માળખા સાથે જ આવી બારીઓ બનાવાતી. આથી આવા વધારે વ્યક્તિના સમાવેશ માટેના ઓરડા ‘ડૉર્મર (dormer)’ પરથી…

વધુ વાંચો >

ડ્રૅગન બીમ

ડ્રૅગન બીમ : છાપરાના માળખાની રચનામાં વપરાતો લાકડાનો ટુકડો, જે વૉલ પ્લેટ વડે બનતા ખૂણાના બે ભાગ પાડે. ડ્રૅગન બીમનો એક છેડો ડ્રૅગન ટાઇ પર ટેકવાય છે અને બીજો છેડો ખૂણાના શફટરના છેડા સાથે જોડાય છે. ડ્રૅગન બીમ તથા ડ્રૅગન ટાઇની રચનાથી વૉલ પ્લેટના ખૂણા ખૂલી જતા નથી અને છાપરાનું…

વધુ વાંચો >

ડ્વોમો

ડ્વોમો : સામાન્ય રીતે ઇટાલીના ચર્ચ માટે વપરાતો શબ્દ. ચર્ચની રચનામાં ઘૂમટનો ઉપયોગ થતો હોય છે. આ પ્રકારના ચર્ચનો ઉલ્લેખનીય નમૂનો ફ્લૉરેન્સ (ઇટાલી)નું સંત મારિયા ડેલ ફિઓરે ચર્ચ છે. શરૂઆતમાં આર્નોલ્ફલો ડી કમ્બિયા દ્વારા ડિઝાઇન કરાયેલ આ ચર્ચમાં ગૉથિક સ્થાપત્યના કમાનદાર ટેકા (flying buttresses) કે શિખર-રચના (pinnacles) નથી હોતી. 1334માં…

વધુ વાંચો >

તમિળનાડુનાં ઘરો

તમિળનાડુનાં ઘરો : દરેક પ્રાંતના લોકોની રહેણીકરણીની લાક્ષણિકતા ત્યાંનાં ઘરોમાં પ્રદર્શિત થાય છે. વસવાટ અને રહેઠાણનો અભ્યાસ દરેક સભ્યતાને સમજવાનો પાયો છે. બીજા પ્રાંતના ઘરોથી અલગ પડતાં તમિળનાં ઘરો ત્યાંની રહેણીકરણીનો લાક્ષણિક ખ્યાલ આપે છે. ખાસ કરીને ઓછી પહોળાઈ અને વધારે લંબાઈ ધરાવતી જમીન પર ઘર બંધાય છે; ઘરનું આયોજન…

વધુ વાંચો >

તસ્કન શૈલી

તસ્કન શૈલી : પ્રાચીન રોમ તથા ગ્રીસના સ્થાપત્યમાં સ્તંભરચના અંગે પ્રચલિત પાંચ શૈલીમાંની એક. અન્ય શૈલીઓમાં ડૉરિક, આયોનિક, કરિન્થિયન તથા મિશ્રનો સમાવેશ થાય છે. લાકડાના બાંધકામમાંથી ઉદભવેલી આ સૌથી સરળ શૈલીમાં સ્તંભના નીચેના વ્યાસથી સ્તંભની ઊંચાઈ સાત ગણી રખાય છે; તેમાંથી નીચેનો તથા ઉપરનો અડધો અડધો ભાગ બેઠક તથા શીર્ષ…

વધુ વાંચો >

તાઉત બ્રૂનો

તાઉત બ્રૂનો (જ. 4 મે 1880, કોઇન્સબર્ગ, જર્મની; અ. 24 ડિસેમ્બર 1938, ઇસ્તંબુલ) : 1910થી 1923માં જર્મનીમાં સ્થાપત્યક્ષેત્રે શરૂ થયેલ અભિવ્યક્તિવાદી (expressionist) ચળવળના એક પ્રણેતા. મ્યૂનિકમાં થિયૉડૉર ફિશરના વિદ્યાર્થી રહ્યા. 1908માં તેઓ બર્લિનમાં સ્થાયી થયા. 1931માં બર્લિનમાં કૉલેજ ઑવ્ ટૅકનૉલૉજીમાં અને 1936માં અંકારામાં પ્રોફેસર તરીકે શિક્ષણકાર્ય કર્યું. એ દરમિયાન 1932માં…

વધુ વાંચો >

તા કાઓ દેવળ, કંબોડિયા

તા કાઓ દેવળ, કંબોડિયા : કંબોડિયાના ખ્મેર શાસનકાળમાં રાજા સૂર્યવર્મન પહેલા (ઈ. સ. 1002–50) દ્વારા બનાવાયેલ ઉલ્લેખનીય દેવળ. 103 મી. × 122 મી.ના વિશાળ મંચ પર બનાવાયેલ આ દેવળ ખ્મેર શાસનકાળની 200 વર્ષની અવધિમાં વિકસેલ સ્થાપત્યશૈલીનું આખરી સ્વરૂપ છે. આ દેવળની રચનામાં વિવિધ ઊંચાઈએ મંચો આવેલા છે અને તે બધા સમકેન્દ્રીય…

વધુ વાંચો >

તાજમહેલ, આગ્રા

તાજમહેલ, આગ્રા : યમુનાની દક્ષિણે આગ્રા નજીક મુઘલ સ્થાપત્યની સિદ્ધિ સમો શાહજહાંએ બંધાવેલ મકબરો. 1631માં બાળકના જન્મ વખતે બુરહાનપુરમાં મૃત્યુ પામેલ તેની બેગમ મુમતાઝની યાદમાં તેણે આ ઇમારતનું બાંધકામ 1632માં શરૂ કરાવેલું. તેને માટેની ભારતીય, ફારસી તથા મધ્ય એશિયાના સ્થપતિઓની પરિકલ્પનાને મૂર્તિમંત કરવા 20,000 કારીગરોએ 16 વર્ષ સુધી કામ કરેલું.…

વધુ વાંચો >

તીગવાનું મંદિર

તીગવાનું મંદિર : ઈ. સ. 350થી 650ના ગાળામાં વિકસેલ રચનામૂલક મંદિરશૈલીનું પ્રારંભિક તબક્કાનું સ્થાપત્ય. ગુપ્ત કાળમાં આશરે ઈ. સ. 450માં તીગવામાં કાન્કાલીદેવીનું વિષ્ણુ મંદિર ભારતીય સ્થાપત્યનું એક સીમાચિહન ગણાય છે. તેમાં મૂળ પ્રાસાદ તથા તેની આગળના મંડપ પર સપાટ છત છે જે તત્કાલીન મંદિરશૈલીની ખાસિયત હતી. તે ઉપરાંત મંડપના સ્તંભોની…

વધુ વાંચો >