ડૉર્મર : પાશ્ચાત્ય દેશોના સ્થાપત્યમાં ઢળતા છાપરામાં બનાવાયેલ ઊભી  બારી. આ બારી પર પણ બે તરફ ઢળતું છાપરું બનાવાતું. છાત્રાવાસ કે મઠ જેવા મોટા પ્રમાણમાપવાળા ઓરડામાં અંદર સુધી હવાઉજાસ પ્રવેશી શકે તે માટે છાપરાના માળખા સાથે જ આવી બારીઓ બનાવાતી. આથી આવા વધારે વ્યક્તિના સમાવેશ માટેના ઓરડા ‘ડૉર્મર (dormer)’ પરથી ‘ડૉર્મિટરી (dormitory)’ તરીકે ઓળખાયા હશે. ડૉર્મર બારી લુકાર્ન તરીકે પણ ઓળખાય છે.

રવીન્દ્ર વસાવડા