ડ્રૅગન બીમ : છાપરાના માળખાની રચનામાં વપરાતો લાકડાનો ટુકડો, જે વૉલ પ્લેટ વડે બનતા ખૂણાના બે ભાગ પાડે. ડ્રૅગન બીમનો એક છેડો ડ્રૅગન ટાઇ પર ટેકવાય છે અને બીજો છેડો ખૂણાના શફટરના છેડા સાથે જોડાય છે. ડ્રૅગન બીમ તથા ડ્રૅગન ટાઇની રચનાથી વૉલ પ્લેટના ખૂણા ખૂલી જતા નથી અને છાપરાનું માળખું સ્થિર ટકી રહે છે.

હેમંત વાળા