સ્થાપત્યકલા

ગૅબલ

ગૅબલ : મોભથી નેવાં સુધી ત્રિકોણ આકારે બે બાજુ ઢળતા છાપરાનો વચ્ચેનો ભાગ; તેને કાતરિયું, કરૈયું કે કરાયું પણ કહે છે. આદિકાળથી મકાનના બાંધકામનો એ એવો અગત્યનો ભાગ છે જે સર્વ પ્રકારની સ્થાપત્યશૈલીમાં વપરાયો છે. પણ રહેણાકનાં મકાનોમાં એનો વિશેષ ઉપયોગ થયો છે. અતિવૃષ્ટિવાળા વિસ્તારોમાં આ ભાગ સ્વાભાવિક રીતે જ…

વધુ વાંચો >

ગોખલા

ગોખલા : બારણાં કે બારીની બંને બાજુએ નાના કદનાં અને દીવાલમાં દીવો, વસ્તુઓ વગેરે રાખવા માટે ખોદેલી કે ચણતરમાં ખાલી રાખેલી ચોરસ કે અર્ધગોળાકાર જગ્યા. ક્યારેક એને બારણાથી બંધ કરવામાં આવે, જેથી એ નાનું કબાટ બની રહે. પરંપરાગત શૈલીમાં એની આજુબાજુ કોતરણી કે સુશોભનથી ઘરની શોભા વધારાય છે. મન્વિતા બારાડી

વધુ વાંચો >

ગૉથિક

ગૉથિક : જુઓ ગૉથિક સ્થાપત્ય.

વધુ વાંચો >

ગૉથિક રિવાઇવલ 

ગૉથિક રિવાઇવલ  (ઈ.સ. અઢારમી-ઓગણીસમી સદી) : પાશ્ચાત્ય દેશોના સ્થાપત્યના સંદર્ભમાં ગૉથિક શૈલીની સ્થાપત્યકલાનો પુન:પ્રસાર. આ સમય દરમિયાન ગૉથિક શૈલીનો મકાનોનાં આયોજનમાં ખૂબ જ પ્રભાવ રહ્યો, જે તત્કાલીન શૈલીઓથી અલગ વિચારધારા દર્શાવતો હતો. ખાસ કરીને ઇંગ્લૅન્ડમાં અઢારમી સદીથી આની અસર સારી પ્રસરેલી હતી અને તેના દ્વારા ભારતમાં પણ અંગ્રેજ સમયનાં બાંધકામોમાં…

વધુ વાંચો >

ગૉથિક સ્થાપત્ય

ગૉથિક સ્થાપત્ય : પશ્ચિમ યુરોપમાં મધ્યકાલના ઉત્તર ભાગમાં રોમનસ્ક અને બાઇઝેન્ટાઇન કલાસ્વરૂપોમાંથી ઉદભવેલ સ્થાપત્યશૈલી. તે સોળમી સદીમાં પુનર્જાગૃતિકાળ સાથે સમાપ્ત થઈ. અનેક ઉત્તમ દેવળોનું બાંધકામ આ શૈલીમાં થયું છે. તેમાં ઉપરના ભાગ સીધી ધારવાળી કમાન સાથે ખૂબ ઊંચા બાંધેલા હોય, એ એની વિશિષ્ટતા હતી. મોટા વજનદાર પથ્થરો અને સ્તંભો વગેરેથી…

વધુ વાંચો >

ગોપુરમ્

ગોપુરમ્ : નગરદ્વાર કે મંદિરનું પ્રવેશદ્વાર. ‘પુર’ના પ્રવેશદ્વાર તરીકે રામાયણમાં ‘ગોપુરમ્’ શબ્દ પ્રયોજાયો છે. જે દ્વારેથી ગાયો ચરવા નીકળતી હોય તેને આર્યો પોતાની વસાહતમાં ગોપુરમ્ તરીકે ઓળખાવતા હોવા જોઈએ. સમય જતાં ગ્રામ અને નગરોનાં નિશ્ચિત પ્રવેશદ્વારોનું એવું નામાભિધાન થવા માંડ્યું હશે, પણ પછી દક્ષિણ ભારતનાં મંદિરોનાં પ્રવેશદ્વારો એ રીતે ઓળખાવા…

વધુ વાંચો >

ગોપુરમ્ – મદુરાઈ

ગોપુરમ્ – મદુરાઈ : તમિલનાડુના વૈગઈ નદીના જમણા કાંઠા પર વસેલા સાંસ્કૃતિક નગર મદુરાઈના મીનાક્ષી સુંદરેશ્વરનાં જોડિયાં મંદિરનાં દ્વાર. સુંદરેશ્વર એટલે શિવ અને મીનાક્ષી એ તેમની અર્ધાંગિની. આ બંનેનાં મંદિરો અહીં સાથે બંધાયેલાં છે. જૂના મદુરાઈ શહેરની મધ્યમાં આ મંદિરો આવેલાં છે. પાંડ્ય રાજાએ તેમના શાસનકાળ દરમિયાન બંધાવેલી મૂળ વસ્તુ…

વધુ વાંચો >

ગોમુખ (ગાર્ગૉયલ)

ગોમુખ (ગાર્ગૉયલ) : પાણી બહાર લઈ જવા માટે વપરાતો ગાયના અથવા બીજા કોઈ પ્રાણીના મુખના આકારવાળા પથ્થરમાંથી કંડારાયેલો ભાગ. શિવમંદિરમાં શિવલિંગની જલાધારીના પાણીના નિકાલ માટે ખાસ કરીને ગોમુખ વપરાય છે. મંદિરોની અગાસી અથવા ઘુમ્મટની ફરતે ગોમુખની વ્યવસ્થા કરાય છે. આધુનિક મકાનોમાં આર.સી.સી.ના ગાર્ગૉયલ વપરાય છે. રવીન્દ્ર વસાવડા

વધુ વાંચો >

ગોવાનું સ્થાપત્ય

ગોવાનું સ્થાપત્ય : પોર્ટુગીઝ શાસકોની ભારતમાંની ત્રણ વસાહતોમાંથી મુખ્ય વસાહતનું સ્થાપત્ય. સોળમી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝ લોકોએ મલબાર કાંઠા પર વર્ચસ મેળવ્યા બાદ અસ્તિત્વમાં આવેલું ગોવા ભારતમાં પોર્ટુગીઝ સંસ્કૃતિનું કેન્દ્ર બન્યું અને તે દ્વારા આ સંસ્કૃતિ ભારતમાં પોર્ટુગીઝ અને કોંકણ-મરાઠીની મિશ્રિત અસર દ્વારા પ્રચલિત થઈ. સ્થાપત્યની ર્દષ્ટિએ ગોવાની ઇમારતો સોળમી સદી…

વધુ વાંચો >

ગોવિંદ દેવનું મંદિર

ગોવિંદ દેવનું મંદિર : સોળમી સદી દરમિયાન વૃંદાવનમાં બંધાયેલું મંદિર. તેમાં ભારતીય મંદિરોના શાસ્ત્રીય બાંધકામની કળા કરતાં એક જુદી જ શૈલીનો ઉપયોગ થયેલો જણાય છે. ખાસ કરીને મુઘલ શાસન દરમિયાન વિકસેલ મુઘલ સ્થાપત્ય પ્રત્યેનો ઉત્સાહ અને ભારતીય રૂઢિગત કળા પ્રત્યે ઉત્તર ભારતમાં ખાસ કરીને રાજપૂત રાજવીઓએ થોડી શિથિલતા દર્શાવેલી તેનું…

વધુ વાંચો >