સ્થાપત્યકલા
કુશાણ સ્થાપત્ય
કુશાણ સ્થાપત્ય : કુશાન શાસનકાળ દરમિયાન વિકસેલી સ્થાપત્યકળા. આ ગાળા દરમિયાન ગંધાર અને મથુરામાં કલાકેન્દ્રો વિકસ્યાં. પરન્તુ મુખ્યત્વે તે શિલ્પકલાનાં કેન્દ્રો બની રહ્યાં. કુશાનકાળમાં સ્થાપત્યનો વિકાસ જરૂર થયો પણ એની વિગતો પ્રમાણમાં ઘણી ઓછી ઉપલબ્ધ છે. કનિષ્કના સમય દરમિયાન ગંધાર પ્રદેશમાં સ્તૂપના અંડને ઊંચો આકાર આપવાનો પ્રારંભ થયો. એણે પેશાવરમાં…
વધુ વાંચો >કુષક મહેલ
કુષક મહેલ : ચંદેરી(ગ્વાલિયર નજીક)ના ફતાહ્બાદમાં ઈ.સ. 1445માં માલવાના મુહમ્મદ શાહ પ્રથમે બંધાવેલ મહેલ. આ ઇમારત સૌથી અગત્યની ગણાય છે. તે સાત મજલાની ઇમારતના અત્યારે ચાર જ મજલા હયાત છે. આ ઇમારત 35.006 મી. સમચોરસ આધાર પર રચાયેલ છે. ચારે બાજુ પર અંદર દાખલ થવા માટેનાં પ્રવેશદ્વાર હતાં. આ રીતે…
વધુ વાંચો >કુસાયર અમ્રામહેલ
કુસાયર અમ્રામહેલ (ઈ. સ. 712-715) : સિરિયાના ઉમાયદ કાળની સારી હાલતમાં ટકી રહેલી મહત્વની ઇમારતોમાંની એક. વિચરતા ખલીફાઓ એમાં પડાવ નાખતા. સિરિયાઈ શૈલીમાં બાંધવામાં આવેલા આ મહેલની વિશાળ ખંડની છત કમાનવાળી છે. એની છત પર પશુદોડ, નર્તિકાઓ અને વિવિધ નક્ષત્રો વગેરેનાં ચિત્રો છે. આ ભીંતચિત્રોનો અભ્યાસ કરતાં ઉમાયદકળા પર ગ્રીકકળાનો…
વધુ વાંચો >કુંભ
કુંભ : કળશ, સ્તંભશીર્ષ (capitals) અને છાપરાની ટોચ (finial) પરનો અલંકૃત ઘડો. ક્યારેક આ કુંભ પર શિવનું ત્રિશૂળ પણ હોય છે. દા.ત., લિંગરાજ મંદિર, ભુવનેશ્વર, ઓરિસા. ભારતીય સ્થાપત્યની આ વિશિષ્ટતા જણાય છે. મન્વિતા બારાડી
વધુ વાંચો >કુંભલગઢનો કિલ્લો
કુંભલગઢનો કિલ્લો : રાજસ્થાનનો પ્રસિદ્ધ કિલ્લો. કુંભલગઢ રાજસ્થાનમાં ઉદેપુરની વાયવ્યે 80 કિમી. દૂર અરવલ્લીની ટેકરીઓમાં આવેલો છે. તેના વ્યૂહાત્મક સ્થાનને લીધે રાજસ્થાનના કિલ્લાઓમાં તે બીજા ક્રમે આવે છે. રાણા કુંભાએ 1443–1458 દરમિયાન પ્રસિદ્ધ સ્થપતિ મંડનની દેખરેખ નીચે તે બંધાવ્યો હતો. માળવા અને ગુજરાતના સુલતાનોએ તેને જીતવા અનેક પ્રયત્નો કર્યા હતા;…
વધુ વાંચો >કુંભારિયાનાં જૈન મંદિરો
કુંભારિયાનાં જૈન મંદિરો : બનાસકાંઠાના દાંતા તાલુકાના અંબાજી-દાંતા માર્ગ ઉપર પાંચ જૈન મંદિરોની શ્રેણી આવેલી છે. આ મંદિરો ભીમદેવ પહેલાના (ઈ.સ. 1022-1064) શાસન દરમિયાન તેના મંત્રી અને દંડનાયક વિમલ શાહે બંધાવેલાં કહેવાય છે. નેમિનાથ, પાર્શ્વનાથ, મહાવીર સ્વામી, શાંતિનાથ અને સંભવનાથનાં આ મંદિરો છે. અહીં ગર્ભગૃહથી આગળ ગૂઢમંડપ, ત્રિકમંડપ, સભામંડપ અને…
વધુ વાંચો >કુંભી
કુંભી : થાંભલાનો ભાર ઝીલવા તેની નીચેના ભાગની મોટા આકારની બેસણી. તે થાંભલાના ઉપરના ભારનું વહન કરવા મજબૂત બનાવવાના હેતુસર મોટા આકારની હોય છે, તે મંદિરના પીઠના કુંભને સમાંતર અને તદનુરૂપ જ હોય છે. કુંભીના કોણ અને ભદ્ર પણ પીઠના કોણ ઉપર અને ભદ્ર જેવાં જ પ્રમાણસર બનાવવામાં આવે છે.…
વધુ વાંચો >કૂપ
કૂપ : જુઓ કૃત્રિમ જળાશયો.
વધુ વાંચો >કૃત્રિમ જળાશયો
કૃત્રિમ જળાશયો : પાણીના કુદરતી સ્રોતથી દૂર આવેલા પ્રદેશમાં પાણીનો સંગ્રહ કરવા માટે તૈયાર કરેલાં જળાશયો. વરસાદનું પાણી સંગ્રહી રાખવાનાં તથા ભૂગર્ભપાણી મેળવવા માટેનાં જળાશયો વિશ્વવ્યાપી છે. કૃત્રિમ જળાશયોના પ્રથમ વિભાગમાં તળાવો, ટાંકાં અને નહેરોનો સમાવેશ થાય છે. ભારતમાં વરસાદનાં વહી જતાં પાણીના માર્ગમાં આડબંધ અર્થાત્ સેતુ બાંધીને તળાવો તૈયાર…
વધુ વાંચો >કૃષ્ણમંદિર (અમદાવાદ)
કૃષ્ણમંદિર (અમદાવાદ) : ભદ્રવિસ્તારમાં સ્નાનાગાર પાસે આવેલું પ્રસિદ્ધ મરાઠાકાલીન મંદિર. તેના મનોહર કોતરણીયુક્ત બલાણક(પ્રવેશદ્વાર)માં થઈ મંદિરમાં દાખલ થતાં વચ્ચેના ખુલ્લા ચોકની મધ્યમમાં મુખ્ય મંદિરનાં દર્શન થાય છે. તલમાનમાં એ ગર્ભગૃહ, અંતરાલ, ગૂઢમંડપ અને મુખચોકી તેમજ ઊર્ધ્વમાનમાં પીઠ, મંડોવર અને પિરામિડ ઘાટનું દક્ષિણી શૈલીનું ત્રિછાદ્ય શિખર ધરાવે છે. મંડપ પરનું છાવણ…
વધુ વાંચો >