સૂક્ષ્મજીવશાસ્ત્ર

પરાન્તરણ (transduction)

પરાન્તરણ (transduction) : દાતા જીવાણુમાંથી જનીનસંકુલના નાનકડા ભાગનું ગ્રાહક જીવાણુમાં જીવાણુભક્ષક (bacteriophage) દ્વારા થતું સ્થાનાંતરણ. પરાન્તરણ સામાન્યકૃત કે વિશિષ્ટ પ્રકારનું હોઈ શકે. સામાન્યકૃત પરાન્તરણ દરમિયાન દાતા જીવાણુના રંગસૂત્રના કોઈ પણ ભાગનું સ્થાનાંતરણ થાય છે, જ્યારે વિશિષ્ટ પરાન્તરણમાં નિશ્ચિત રંગસૂત્ર ખંડોનું જ સ્થાનાંતરણ થાય છે; દા. ત., E.coli-K.12 અંશુને લાગુ પડતા…

વધુ વાંચો >

પરોપજીવી પ્રાણીઓ

પરોપજીવી પ્રાણીઓ : જીવવા માટે અન્ય સજીવો પર અવલંબિત એવાં પ્રાણીઓનો સમૂહ. આમાંનાં કેટલાંક પ્રાણીઓ આખી જિંદગી દરમિયાન એક યા એક કરતાં વધારે સજીવોના શરીરમાં વાસ કરી પરજીવી જીવન પસાર કરતાં હોય છે (દા. ત., મલેરિયા જંતુ). કેટલાંક પ્રાણીઓ અંશત: અથવા તો અન્ય સજીવોના શરીર પર ચોંટીને (દા. ત., ઇતરડી)…

વધુ વાંચો >

પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટ

પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટ : હડકવા (rabies) પરનો પાશ્ચર-સંશોધિત ઉપચાર થઈ શકે તે અર્થે લુઇ પાશ્ચર અને તેમના અનુયાયીઓ દ્વારા  ઈ. સ. 1888માં પૅરિસમાં સ્થાપવામાં આવેલી સંશોધન-સંસ્થા (Institut  Pasteur). 1895માં મૃત્યુ પામ્યા ત્યાં સુધી પાશ્ચરે તેનું પ્રમુખપદ સંભાળ્યું હતું. હાલમાં તે ફ્રાન્સનું રસીનું ઉત્પાદન કરનાર સૌથી મોટું કેન્દ્ર છે. આ સંસ્થાની સૂક્ષ્મજીવવિજ્ઞાન,…

વધુ વાંચો >

પાશ્ચર લુઇ

પાશ્ચર, લુઇ (જ. 27 ડિસેમ્બર 1822, ડોલે, ફ્રાન્સ; અ. 28 સપ્ટેમ્બર 1895, સેન્ટ ક્લાઉડ, પૅરિસ નજીક) : પ્રસિદ્ધ ફ્રેન્ચ રસાયણવિદ અને સૂક્ષ્મજીવાણુશાસ્ત્રી. વિજ્ઞાનમાં આંતરસૂઝ અને  પ્રાયોગિક નિપુણતા ધરાવતા હોવાથી તેમણે જે કોઈ ક્ષેત્રમાં કાર્ય કર્યું તેમાં પાયાનાં સંશોધનો કર્યાં અને આ સંશોધનોનો ઉદ્યોગો અને માનવજાતના કલ્યાણ માટે ઉપયોગ કર્યો. ખાદ્ય…

વધુ વાંચો >

પૉક્સ વિષાણુ (Pox Virus)

પૉક્સ વિષાણુ (Pox Virus) : પૉક્સ વિષાણુ સૌથી મોટું કદ ધરાવતા વિષાણુઓ છે. આ વિષાણુનું કદ અમુક નાના જીવાણુ કરતાં મોટું છે (દા. ત., ક્લેમીડિયા  Chlemydia). તેઓ 400 x 240 x 200 નૅનોમીટર કદના હોય છે. તેમના મોટા કદને કારણે તેમને ફેઝ કૉન્ટ્રાસ્ટ માઇક્રોસ્કોપમાં અથવા અભિરંજિત કર્યા બાદ પણ જોઈ…

વધુ વાંચો >

પ્રકાશ-પુન:સક્રિયણ (photo-reactivation)

પ્રકાશ-પુન:સક્રિયણ (photo-reactivation) : પારજાંબલી કિરણોની અસર હેઠળ DNAમાં આવેલા થાયમિનના સંયોજનથી ઉદભવતા દ્વિલકોના વિઘટનથી DNAના અણુની પૂર્વસ્વરૂપ પ્રાપ્ત કરવાની ક્રિયા. DNAને પુન:સક્રિય કરવાની આ ક્રિયાને આલ્બર્ટ કેલ્નર નામના વૈજ્ઞાનિકે 1949માં સૌપ્રથમ સૅક્કેરોમાયસિસમાં નિહાળી હતી. ર્દશ્ય-લંબાઈ-યુક્ત પ્રકાશકિરણોની હાજરીમાં પ્રકાશ-પુન:સક્રિયણ ઉત્સેચક, DNAમાં ઉદભવેલ આ ક્ષતિને દૂર કરે છે. પરિણામે તે ફરીથી સક્રિય…

વધુ વાંચો >

પ્રતિજીવકો (antibiotics)

પ્રતિજીવકો (antibiotics) સૂક્ષ્મજીવાણુઓ દ્વારા ઉત્પન્ન કરાતો એવો રાસાયણિક પદાર્થ કે જે મંદ દ્રાવણમાં અન્ય સૂક્ષ્મજીવાણુઓનો વિકાસ અટકાવવાની તથા તેમનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે. વધુમાં આવાં સંયોજનો આંશિક અથવા પૂર્ણ રીતે રાસાયણિક સંશ્લેષણ દ્વારા પ્રયોગશાળામાં પણ બનાવી શકાય છે. બૅક્ટેરિયા, ફૂગ કે બીજા પરજીવી સંક્રમણકારકો પ્રતિજીવકો કહેવાતા નથી, કારણ તેઓ…

વધુ વાંચો >

પ્રતિજીવિતા (antibiosis)

પ્રતિજીવિતા (antibiosis) : બે સજીવો વચ્ચે એકબીજાનો વિરોધ કરે તેવા, પ્રતિરોધાત્મક (antagonistic) પ્રકારના, અંતરજાતીય (interspecific) સંબંધો દર્શાવતો જીવવિજ્ઞાનનો એક પેટાવિભાગ. ઓગણીસમા સૈકામાં જીવવિજ્ઞાનીઓએ જોયું કે એક પ્રકારનો સૂક્ષ્મ જીવ (microbe) બીજા પ્રકારના સૂક્ષ્મ જીવની વૃદ્ધિ(growth)ને અવરોધે છે. આમાં એક સજીવ જાતિ દ્વારા ઉત્પન્ન થતાં કેટલાંક દ્રવ્યો અથવા તેના દ્વારા સર્જાતા…

વધુ વાંચો >

પ્રતિવિષાણુ ઔષધો

પ્રતિવિષાણુ ઔષધો : જુઓ વિષાણુ

વધુ વાંચો >

પ્રદૂષણ અને સૂક્ષ્મજીવો

પ્રદૂષણ અને સૂક્ષ્મજીવો : પ્રદૂષણ માટે કારણભૂત તથા પ્રદૂષણની માવજત કે જાળવણી સાથે સંકળાયેલા સૂક્ષ્મજીવો અને તેમની કાર્યસરણી. પૃથ્વી પર વસતાં સજીવોની ચયાપચયી પ્રક્રિયાઓની અસરથી ઉદભવતો કચરો તથા જીવોના વિવિધ ભાગો સહિતનો મૃતદેહ જૈવવિઘટનાત્મક (biodegradable) હોય છે. જમીન ઉપર અથવા પાણીમાં એકઠા થતા આ કચરાને નિર્જીવ ઘટકોમાં ફેરવવાની પ્રક્રિયામાં સૂક્ષ્મજીવો,…

વધુ વાંચો >