સૂક્ષ્મજીવશાસ્ત્ર

પ્રારંભિક સંવર્ધન

પ્રારંભિક સંવર્ધન : પ્રયોગશાળાઓમાં સૂક્ષ્મ જીવો માટે કરવામાં આવતું પ્રાથમિક પ્રકારનું સંવર્ધન. આવા સંવર્ધન માટે વપરાતા માધ્યમ(medium)માં જૈવસંશ્લેષણ માટે અગત્યના પ્રક્રિયાર્થી ઘટકો અને યોગ્ય પર્યાવરણિક જાળવણી અગત્યનો ભાગ ભજવે છે. પાણી એક એવું સૌથી અગત્યનું ઘટક છે. પ્રવાહી માધ્યમમાં નિલંબિત અવસ્થામાં અથવા તો વસાહતી (colonial) સજીવો તરીકે તેમનો ઉછેર ઘન…

વધુ વાંચો >

ફાયકોમાઇસિટિસ

ફાયકોમાઇસિટિસ : ફૂગના યુમાયકોફાઇટા વિભાગનો સૌથી આદ્ય વર્ગ. ગ્વાઇનવૉઘન અને બાર્નેસે (1926) મિસિતંતુ(mycelium)ના પટીકરણ (septation) અને બીજાણુઓના સ્વરૂપને આધારે કરેલા ફૂગના વર્ગીકરણમાં તેને પ્રથમ સ્થાન આપ્યું છે. આધુનિક વર્ગીકરણ-પદ્ધતિ મુજબ (બર્નેટ, 1968) આ વર્ગને પ્લાસ્મોડિયોફોરોમાઇસિટિસ, હાઇફોચિટ્રીડિયોમાઇસિટિસ, ચિટ્રીડિયોમાઇસિટિસ, ઉમાઇસિટિસ, ઝાયગોમાઇસિટિસ અને ટ્રાઇકોમાઇસિટિસના વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે. વિતરણ : આ વર્ગના…

વધુ વાંચો >

ફાયર, ઍન્ડ્રૂ ઝેડ.

ફાયર, ઍન્ડ્રૂ ઝેડ. (જ. 27 એપ્રિલ 1959, સાન્ટા ક્લેરા કાઉન્ટી, કૅલિફૉર્નિયા. યુ.એસ.) : 2006ના નોબેલ પુરસ્કારના સહવિજેતા આણ્વિક જીવવિજ્ઞાની. તેમણે 1978માં યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, બર્કલેમાંથી ગણિતશાસ્ત્રની એ.બી.ની પદવી અને 1983માં મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ડૉક્ટરેટ પછી મેડિકલ રિસર્ચ કાઉન્સિલ લૅબોરેટરી ઑવ્ મૉલિક્યૂલર બાયૉલૉજી, યુનિવર્સિટી ઑવ્ કેમ્બ્રિજ…

વધુ વાંચો >

ફૂગ

ફૂગ ક્લૉરોફિલરહિત, સુકોષકેન્દ્રી (cukaryotic), એકકોષી અથવા બહુકોષી, ઘણુંખરું તંતુમય સુકાય (thallus) ધરાવતા, મૃતોપજીવી (saprobes) કે પરોપજીવી (parasites) બીજાણુધારક સજીવો. તે બહુ થોડા અપવાદો બાદ કરતાં સૅલ્યુલોસ અથવા કાઇટિનની અથવા બંનેની કે અન્ય કાર્બોદિતોની બનેલી કોષદીવાલ ધરાવે છે. મિસિતંતુ (mycelium) : તેનો સુકાય આધારતલમાં બધી દિશામાં ફેલાતા જાલમય બહુશાખિત તંતુઓનો બનેલો…

વધુ વાંચો >

ફ્લેમિંગ, સર ઍલેક્ઝાન્ડર

ફ્લેમિંગ, સર ઍલેક્ઝાન્ડર (જ. 6 ઑગસ્ટ 1881, લૉચફિલ્ડ, આયશૉયર, સ્કૉટલૅન્ડ; અ. 11 માર્ચ 1955, લંડન) : સ્કૉટિશ જીવાણુવિજ્ઞાની (bacteriologist). તેઓ ખેડૂતપુત્ર હતા અને સ્થાનિક ગામઠી શાળામાં પ્રારંભિક અભ્યાસ કર્યા પછી તેમને ક્લિમાર્નોક એકૅડેમી ખાતે મોકલવામાં આવ્યા હતા. તેમની 13 વર્ષની વયે તેમના પિતાનું અવસાન થવાથી તેઓ લંડનમાં પોતાના ભાઈ સાથે…

વધુ વાંચો >

બહુરૂપતા (pleomorphism / polymorphism) (સૂક્ષ્મજીવ-શાસ્ત્ર)

બહુરૂપતા (pleomorphism / polymorphism) (સૂક્ષ્મજીવ-શાસ્ત્ર) : આનુવંશિક વિદ્યા(genetics)માં એક એવી સ્થિતિ કે જેમાં ગુણસૂત્ર અથવા જનીનિક લક્ષણ એક કરતાં વધુ સ્વરૂપમાં જોવા મળે. આને કારણે એક જ વસ્તીમાં એક કરતાં વધુ આકૃતિક (morphological) પ્રકાર સહઅસ્તિત્વ ધરાવે છે. સામાન્ય રીતે પોષણમાધ્યમમાં આવેલ પોષક કાર્બનિક દ્રવ્યનું પ્રમાણ, પ્રતિજીવકની હાજરી, પર્યાવરણિક પરિબળો વગેરેની…

વધુ વાંચો >

બીઓડી (BOD – biological oxygen demand)

બીઓડી (BOD – biological oxygen demand) : જૈવરાસાયણિક પ્રાણવાયુ-જરૂરિયાત એટલે પ્રદૂષિત પાણીમાં આવેલાં કાર્બનિક સંયોજનોનું સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન કરતાં તેમના દ્વારા જે પ્રાણવાયુ વપરાતો હોય તેનો આંક. આ માહિતીના આધારે પ્રદૂષિત પાણીનો ઉપચાર કરવો સરળ બને છે. BODને માપવા એક લિટર પ્રદૂષિત પાણીમાં જેના પ્રાણવાયુનું પ્રમાણ જ્ઞાત હોય તેવું પાણી…

વધુ વાંચો >

બીજાણુ

બીજાણુ (spore) : વૃદ્ધિ પામીને સ્વતંત્ર સજીવમાં પરિણમતો એક જૈવિક સૂક્ષ્મ ઘટક. સામાન્ય રીતે પ્રજીવો (protozoa), બૅક્ટેરિયા, ફૂગ (fungi), લીલ (algae) જેવા સૂક્ષ્મ કદના સજીવો બીજાણુ ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. વિપરીત સંજોગોમાં આ સૂક્ષ્મજીવો પોતાની સપાટી ફરતે એક કવચ બનાવીને બીજાણુમાં રૂપાંતર પામતા હોય છે. આવા બીજાણુઓનો ફેલાવો પાણી…

વધુ વાંચો >

બી.સી.જી.

બી.સી.જી. : ક્ષય રોગ સામે રક્ષણ આપતી એક પ્રકારની રસી. કાલમેટ અને ગુએરીન નામના ફ્રેંચ વૈજ્ઞાનિકોએ 1921માં આ રસી શોધી હતી. ક્ષય રોગ માટે જવાબદાર બૅક્ટેરિયા Mycobacterium tuberculosis દંડાણુ (Bacillus) પ્રકારનો હોવાથી આ રસીને બેસિલસ ઑવ્ કાલમેટ–ગુએરીન (બી.સી.જી.) કહે છે. ગોજાતીય (bovine) પ્રાણીઓમાં ક્ષય ઉપજાવનાર સૂક્ષ્મજીવમાંથી બનાવવામાં આવતી તે એક…

વધુ વાંચો >

માઇકોટૉક્સિન

માઇકોટૉક્સિન (ફૂગ-વિષ) : ફૂગ દ્વારા ઉત્પન્ન થતા ઝેરી પદાર્થો. ફૂગ દ્વારા ઉત્પન્ન થતા તે દ્વિતીય ચયાપચયકો (secondary metabolites) છે. માનવી તેમજ પાલતુ જાનવરોના ખોરાક પરની ફૂગ ઝેરનો સ્રાવ કરે છે. ઉપરાંત કેટલીક વનસ્પતિઓની ફૂગ પણ ચેપ લગાડી ઝેરનો સ્રાવ કરે છે. ફૂગથી ચેપી બનેલ આવો ખોરાક ખાવામાં આવતાં વિવિધ રોગો…

વધુ વાંચો >