સૂક્ષ્મજીવશાસ્ત્ર

માઇકોપ્લાઝ્મા

માઇકોપ્લાઝ્મા : સૌથી નાના કદના ગ્રામઋણી બૅક્ટેરિયા. માઇકોપ્લાઝ્માનું કદ 0.2 μmથી 0.35 μm જેટલું હોય છે. કદની ર્દષ્ટિએ તે મોટા કદના વિષાણુ જેવા ગણી શકાય. પરોપજીવી જીવન ગુજારતા માઇકોપ્લાઝ્મા જમીન ઉપરાંત વિવિધ વનસ્પતિ અને પ્રાણીઓના શરીરમાં જોવા મળે છે. અન્ય બૅક્ટેરિયાની માફક માઇકોપ્લાઝ્માને કોષદીવાલ હોતી નથી, તેથી તે કોષદીવાલ વગરના…

વધુ વાંચો >

માઇકોર્હિઝા

માઇકોર્હિઝા : યજમાન છોડને ઉપયોગી થઈને સહજીવન ગુજારતી ફૂગની એક જાત. માઇકોર્હિઝા વનસ્પતિનાં મૂળ અને ફૂગ વચ્ચેનું સહજીવક (symbiont) છે. એ બંને સહજીવીઓ લાંબા સમય સુધી ગાઢ સંપર્કમાં રહી, એકબીજાની પોષણની જરૂરિયાતોને સંતોષે છે. આમ આ સહજીવન (symbiosis) બંનેને લાભદાયી છે. પોષણ ઉપરાંત વનસ્પતિના મૂળને આ સહજીવી ફૂગ રોગિષ્ઠ જીવાણુઓથી…

વધુ વાંચો >

મિક્સોમાઇસિટિસ (શ્લેષી ફૂગ)

મિક્સોમાઇસિટિસ (શ્લેષી ફૂગ) ફૂગના મિક્સોમાઇકોટિના ઉપવિભાગનો એક વર્ગ. ડીબેરી (1887) તેને ‘માઇસેટોઝોઆ’માં મૂકે છે. લિસ્ટર (1925), હેજલસ્ટેઇન (1944), બેસી (1950), કુડો (1954) અને ઑલિવે આ શ્લેષી ફૂગને પ્રાણીસૃષ્ટિના પ્રજીવ સમુદાયમાં વર્ગીકૃત કરી છે. તે અત્યંત પુરાતન અને પ્રમાણમાં સ્થાયી સજીવ-સમૂહ છે. અને ઘણી રીતે તદ્દન વિશિષ્ટ છે. માર્ટિન(1961)ના મંતવ્ય અનુસાર…

વધુ વાંચો >

મિક્સૉવિષાણુ

મિક્સૉવિષાણુ (myxovirus) : મનુષ્ય ઉપરાંત પશુ-પક્ષીઓને ચેપ લગાડી મુખ્યત્વે શ્વસનતંત્રના કે ચામડીના રોગ ઉપજાવનાર પ્રાણી–વિષાણુઓનો એક વર્ગ. આ વિષાણુઓ ચીકણા સ્તરના મ્યૂસિન પર ચોંટતા હોવાથી તેમને મિક્સૉવિષાણુ કહે છે. આ વિષાણુઓમાં આવેલા RNAના અણુઓ સામાન્ય RNA કરતાં સાવ જુદા હોય છે. તેમનું સંશ્લેષણ DNAના અણુ પર આધારિત નથી. તેના સંશ્લેષણ…

વધુ વાંચો >

યજમાન પરોપજીવી સંબંધ (host parasite relationship)

યજમાન પરોપજીવી સંબંધ (host parasite relationship) : યજમાન (host) સજીવના શરીરમાં પ્રવેશીને જીવતા પરોપજીવી (parasite) સજીવ અને યજમાનની એકબીજા પર થતી અસર. આ પરોપજીવી સજીવો યજમાન(આધારક)ના શરીરમાંથી પોષક તત્વો મેળવે છે. ત્યાં પોતાના હિતાર્થે સ્થિર (stable) પર્યાવરણ રચીને પોતાની વૃદ્ધિ અને ગુણન સાધે છે. પરોપજીવીઓનું પ્રસ્થાપન મોટેભાગે યજમાનને હાનિકારક નીવડે…

વધુ વાંચો >

યજમાન-પ્રતિરક્ષા (host defence)

યજમાન-પ્રતિરક્ષા (host defence) : રોગકારક સૂક્ષ્મજીવો કોઈ યજમાન (આધારક) પર હુમલો કરવાથી સૂક્ષ્મજીવોની સામે યજમાનના બંધારણીય સુરક્ષાવિધિ વડે થતો પ્રતિકાર. રોગકારક સૂક્ષ્મજીવોનો પ્રતિકાર કરતા વિવિધ ઘટકો તેમજ તેમની પ્રક્રિયાનું વર્ણન. પૃષ્ઠજન્ય અવરોધકો (surface barriers) : (1) ત્વચા : ત્વચાની સપાટી અમ્લીય હોય છે. તેમાં ચરબીયુક્ત અમ્લો અને લાયસોઝાઇમ ઉત્સેચકોનો સમાવેશ…

વધુ વાંચો >

યુગ્મક (zygote) (સૂક્ષ્મજીવવિજ્ઞાન)

યુગ્મક (zygote) (સૂક્ષ્મજીવવિજ્ઞાન) : લિંગી પ્રજનન દરમિયાન શુક્રકોષ (sperm) અને અંડકોષ(ovam)ના સંયોજનથી નિર્માણ થતા ગર્ભ(embryo)ની પ્રાથમિક અવસ્થા. બે બહુકોષીય સજીવો એક જ જાત(species)ના હોવા છતાં તેમનાં બધાં લક્ષણોમાં સમાનતા હોતી નથી. માનવીનો દાખલો લઈએ. એક વ્યક્તિ શ્યામવર્ણી હોય તો બીજી સાવ ગોરી હોઈ શકે છે. તેમનાં માનસિક લક્ષણોમાં પણ તફાવત…

વધુ વાંચો >

યુટ્રોફિકેશન

યુટ્રોફિકેશન : જુઓ સુપોષણ

વધુ વાંચો >

રંગબંધકો (mordants)

રંગબંધકો (mordants) : સૂક્ષ્મજીવોના વિવિધ ભાગોની અભિરંજન- પ્રક્રિયામાં રંગદ્રવ્યોનું ગ્રહણ સારી રીતે થઈ શકે તે માટે વપરાતાં રસાયણો. દાખલા તરીકે સૂક્ષ્મજીવોમાં આવેલાં કશા (flagella) જેવાં અંગો ખૂબ જ પાતળાં હોવાથી તેઓ સૂક્ષ્મદર્શકો વડે પણ જોઈ શકાતાં નથી; તેથી કશાઓના વ્યાસ વધારવામાં તેના પર સૌપ્રથમ રંગબંધકો વડે પ્રક્રિયા કરવામાં આવે છે.…

વધુ વાંચો >

રંજકદ્રવ્યો (pigments) (સૂક્ષ્મજીવવિજ્ઞાન)

રંજકદ્રવ્યો (pigments) (સૂક્ષ્મજીવવિજ્ઞાન) : વિવિધ જાતના સૂક્ષ્મજીવોના કોષરસના ભાગ રૂપે દેહધર્મ-પ્રક્રિયા દરમિયાન નિર્માણ થતાં રંજકદ્રવ્યો. આમ તો રંજકદ્રવ્યો બધાં સજીવોમાં એક યા બીજા સ્વરૂપે આવેલાં હોય છે. કોષના બંધારણ રૂપે આવેલાં રંજકદ્રવ્યોનો ખ્યાલ પરાવર્તન (reflection) અને પ્રકીર્ણન (scattering) જેવી પ્રક્રિયાઓને અધીન અભિવ્યક્ત થતો હોય છે. લીલ-શેવાળ (green alga), પ્રકાશ-સંશ્લેષક જીવાણુઓ…

વધુ વાંચો >