સાહિત્યપ્રકાર

દાસ્તાન, વી અદબ

દાસ્તાન, વી અદબ : અરબી-ફારસી-ઉર્દૂમાં રચાયેલ કથાસાહિત્યનો લોકપ્રિય પ્રકાર. જગતની લગભગ દરેક ભાષામાં કથાસાહિત્ય જોવા મળે છે. અરબી-ફારસી અને ઉર્દૂમાં તે દાસ્તાન તરીકે ઓળખાય છે. મોટે ભાગે તે કાલ્પનિક હોય છે અને તેની રચના ગદ્ય તેમજ પદ્યમાં થયેલી હોય છે. પશ્ચિમ એશિયાની સંસ્કૃતિઓમાં તેનાં મૂળ જોઈ શકાય છે. ઈ. સ.…

વધુ વાંચો >

નવલકથા

નવલકથા કથાસાહિત્યનો લોકભોગ્ય પ્રકાર. કથા-વાર્તા વગેરેનાં કુળ-મૂળ અતિપ્રાચીન છે, પણ એક સાહિત્યિક સ્વરૂપ લેખે નવલકથા તત્વત: પશ્ચિમી પેદાશ છે. તે માટેના અંગ્રેજી શબ્દ ‘નૉવેલ’ માટેનો મૂળ ઇટાલિયન શબ્દ છે, novella, એટલે કે કથા કે વાર્તા અથવા સમાચારરૂપ ઘટના. હવે આ વિશેષણ અનેક પ્રકારનાં ગદ્ય કથાલખાણ માટે વપરાય છે. નવલકથા વિશેનાં…

વધુ વાંચો >

પત્રસાહિત્ય

પત્રસાહિત્ય પત્રસ્વરૂપનું સાહિત્ય. બહુધા તે ગદ્યાત્મક હોય છે. આમાં સાહિત્યિક સભાનતાથી લખાયેલા પત્રો ઉપરાંત સાહિત્યિક સભાનતાથી ન લખાયેલા છતાં એવી ગુણવત્તા ને મૂલ્યવત્તા ધરાવતાં પત્રરૂપ લખાણોનો પણ સમાવેશ થાય છે. પશ્ચિમમાં પત્રસાહિત્ય અંગે – તેની લખાવટ, તેના પ્રકાર અને મૂલ્યાંકન વગેરે વિશે જૂના સમયથી જિજ્ઞાસા, સભાનતા અને વિચારવિમર્શ થતાં રહ્યાં…

વધુ વાંચો >

પત્રાત્મક નવલકથા (Epistolary Novel)

પત્રાત્મક નવલકથા (Epistolary Novel) : એક કે તેથી વધુ પાત્રો દ્વારા, પરસ્પરને લખાયેલ પત્રોને આધારે રચાયેલી નવલકથા. સામાન્યત: તેનું સ્વરૂપ પત્રોમાં હોય છે; પરંતુ રોજનીશીમાં કરવામાં આવેલ નોંધ, છાપાની કાપલીઓ અને કેટલાક દસ્તાવેજોને આધારે પણ તે લખાતી હોય છે. હમણાં રેકૉર્ડિંગ્ઝ, રેડિયો, બ્લૉગ્ઝ (blogs) અને ઈ-મેઇલ જેવાં ઇલેક્ટ્રૉનિક મીડિયાનાં સાધનોની…

વધુ વાંચો >

પત્રો

પત્રો : જુઓ, પત્રસાહિત્ય.

વધુ વાંચો >

પદ

પદ ગુજરાતી સાહિત્યમાં રાગ, ઢાળ, તાલ, પદબંધ અને વિષયવૈવિધ્ય સાથે પ્રાચીન સમયથી પ્રયોજાતો આવેલો એક પદ્યપ્રકાર. તેમાં સંક્ષિપ્ત સઘન કાવ્ય રૂપ, સહજ-સરળ-અભિવ્યક્તિ, ભાવ-વિચારની એકસૂત્રતા, નાટ્યાત્મકતા, સંવાદ-સંબોધન જેવી નિરૂપણરીતિઓ, વર્ણનાત્મકતા, ચિત્રાત્મકતા, ધ્રુવપદ, ધ્રુવપંક્તિ વગેરેનું વૈવિધ્ય, ગેયતાને અનુકૂળ અવનવા પદબંધો જેવાં લક્ષણો ઓછાવત્તા પ્રમાણમાં જોવા મળતાં હોય છે. ‘પદ’ શબ્દ પહેલાં તમામ…

વધુ વાંચો >

પદ્ય

પદ્ય : સાહિત્યિક અભિવ્યક્તિનો એક પ્રકાર. બીજો પ્રકાર તે ગદ્ય. કાવ્ય ગદ્ય અને પદ્ય બંનેમાં સંભવે; પરંતુ કાવ્યના રસાત્મક ભાવોને વહન કરવામાં ગદ્યની અપેક્ષાએ પદ્ય વિશેષ અનુકૂળ નીવડે છે. પદ્યનો ઉદ્દેશ કાવ્યગત ભાવને લાલિત્ય કે કલારૂપ બક્ષવાનો છે અને પ્રાચીન કાળથી પદ્ય એ હેતુસર કાવ્યરૂપમાં પ્રયોજાતું  રહ્યું છે. વાણી સ્વયં…

વધુ વાંચો >

પદ્યવાર્તા

પદ્યવાર્તા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યપ્રકાર. મધ્યકાળ દરમિયાન વિશેષખેડાણ પામેલાં લોકપ્રિય સાહિત્યસ્વરૂપોમાં આખ્યાન, રાસ અને પદ્યવાર્તાનો સમાવેશ થાય છે. આ ત્રણેય સ્વરૂપોમાં વસ્તુ અને નિરૂપણરીતિને કારણે પદ્યવાર્તા રાસ અને આખ્યાનથી અલગ તરી આવે છે. સામાન્ય રીતે આખ્યાન જેવા કાવ્યપ્રકારમાં વસ્તુ રામાયણ, મહાભારત કે પુરાણાદિ પર અવલંબિત રહેતું, જ્યારે પદ્યવાર્તાઓનું  વસ્તુ ઇતિહાસ-પુરાણ પર…

વધુ વાંચો >

પવાડુ / પવાડો

પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…

વધુ વાંચો >

પિંગલ-પ્રવૃત્તિ

પિંગલ–પ્રવૃત્તિ : ગુજરાતી ભાષાની પિંગલ-રચનાઓ તથા પિંગલચર્ચાને આવરી લેતી પ્રવૃત્તિ. ગુજરાતી ભાષામાં કેટલાક ઉત્તમ પિંગલકારોએ ગ્રંથો લખીને મહત્વનું પ્રદાન કર્યું છે તો અનેક વિદ્વાનોએ સુદીર્ઘ લેખો અને નોંધો દ્વારા પણ છંદચર્ચા કરી છે. ગુજરાતીમાં દલપતરામ અને નર્મદથી પિંગલપ્રવૃત્તિનો આરંભ થાય છે. 1855માં ‘બુદ્ધિપ્રકાશ’માં દલપતરામે ‘કકડે કકડે’ પિંગલલેખનનો આરંભ કરેલો અને…

વધુ વાંચો >