સાહિત્યપ્રકાર

તિથિકાવ્યો

તિથિકાવ્યો : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યપ્રકાર. આવા સાહિત્યપ્રકારોમાં બારમાસી, રેખતા, ધોળ, લાવણી અને વારની સાથે તિથિકાવ્ય પ્રકાર પણ જાણવામાં આવ્યો છે. જાણવામાં આવેલાં તિથિકાવ્યોમાં ઋષભસાગર, અખો, ખીમસ્વામી, ગણા કવિ, જગજીવન, થોભણ, દયારામ, દામોદરાશ્રમ, દ્વારકો, નરભો, નિરાંત, નાનો, પ્રભાશંકર, પ્રાગજી, પ્રીતમ, ભોજો, પ્રાણજીવન, રઘુનાથ, તુલસી, વહાલો, દયાળહરિ, ભૂમાનંદ જેવાનાં છે. આ એક…

વધુ વાંચો >

પત્રસાહિત્ય

પત્રસાહિત્ય પત્રસ્વરૂપનું સાહિત્ય. બહુધા તે ગદ્યાત્મક હોય છે. આમાં સાહિત્યિક સભાનતાથી લખાયેલા પત્રો ઉપરાંત સાહિત્યિક સભાનતાથી ન લખાયેલા છતાં એવી ગુણવત્તા ને મૂલ્યવત્તા ધરાવતાં પત્રરૂપ લખાણોનો પણ સમાવેશ થાય છે. પશ્ચિમમાં પત્રસાહિત્ય અંગે – તેની લખાવટ, તેના પ્રકાર અને મૂલ્યાંકન વગેરે વિશે જૂના સમયથી જિજ્ઞાસા, સભાનતા અને વિચારવિમર્શ થતાં રહ્યાં…

વધુ વાંચો >

પત્રાત્મક નવલકથા (Epistolary Novel)

પત્રાત્મક નવલકથા (Epistolary Novel) : એક કે તેથી વધુ પાત્રો દ્વારા, પરસ્પરને લખાયેલ પત્રોને આધારે રચાયેલી નવલકથા. સામાન્યત: તેનું સ્વરૂપ પત્રોમાં હોય છે; પરંતુ રોજનીશીમાં કરવામાં આવેલ નોંધ, છાપાની કાપલીઓ અને કેટલાક દસ્તાવેજોને આધારે પણ તે લખાતી હોય છે. હમણાં રેકૉર્ડિંગ્ઝ, રેડિયો, બ્લૉગ્ઝ (blogs) અને ઈ-મેઇલ જેવાં ઇલેક્ટ્રૉનિક મીડિયાનાં સાધનોની…

વધુ વાંચો >

પત્રો

પત્રો : જુઓ, પત્રસાહિત્ય.

વધુ વાંચો >

પદ

પદ ગુજરાતી સાહિત્યમાં રાગ, ઢાળ, તાલ, પદબંધ અને વિષયવૈવિધ્ય સાથે પ્રાચીન સમયથી પ્રયોજાતો આવેલો એક પદ્યપ્રકાર. તેમાં સંક્ષિપ્ત સઘન કાવ્ય રૂપ, સહજ-સરળ-અભિવ્યક્તિ, ભાવ-વિચારની એકસૂત્રતા, નાટ્યાત્મકતા, સંવાદ-સંબોધન જેવી નિરૂપણરીતિઓ, વર્ણનાત્મકતા, ચિત્રાત્મકતા, ધ્રુવપદ, ધ્રુવપંક્તિ વગેરેનું વૈવિધ્ય, ગેયતાને અનુકૂળ અવનવા પદબંધો જેવાં લક્ષણો ઓછાવત્તા પ્રમાણમાં જોવા મળતાં હોય છે. ‘પદ’ શબ્દ પહેલાં તમામ…

વધુ વાંચો >

બર્લેસ્ક

બર્લેસ્ક : પ્રહસનપ્રચુર વિડંબનારૂપ મનોરંજનલક્ષી રચના. આ સંજ્ઞાનું મૂળ જોવાયું છે ઇટાલિયન શબ્દ burlesco burlaમાં : તેનો અર્થ થાય છે ઠેકડી અથવા મજાક. તે કોઈ સાહિત્યિક કે સંગીતબદ્ધ રચનાની અતિશયોક્તિપૂર્ણ-અનુકરણરૂપ ઉપહાસિકા જેવી રચના હોય છે અને તેનાં શૈલી તથા ભાવ પૅરડી કરતાં વિસ્તૃત અને જોશીલાં હોય છે. મોટાભાગે તે રંગભૂમિના…

વધુ વાંચો >

બારમાસી (કાવ્ય)

બારમાસી (કાવ્ય) : ગુજરાતી મધ્યકાલીન ઊર્મિકવિતાનો એક પ્રકાર. આ કાવ્યપ્રકારમાં સામાન્ય રીતે 12 મહિનાનું પ્રકૃતિવર્ણન આવે છે. તેમાં બાર માસના વર્ણન નિમિત્તે કેટલેક અંશે પ્રકૃતિકવિતા પણ સાંપડે છે. ઉદ્દીપનવિભાવ તરીકે પ્રકૃતિવર્ણનની પાર્શ્વભૂ પર માનવભાવનું આલેખન થયું હોય છે. આ માનવભાવ લોકોત્તર-પૂજનીય પાત્રો દ્વારા વ્યક્ત થતો હોવાથી આવી કવિતા આપોઆપ ભક્તિ…

વધુ વાંચો >

બારા માસા (ઉર્દૂ)

બારા માસા (ઉર્દૂ) : એક કાવ્યપ્રકાર. તેમાં સ્ત્રીના વિરહના દર્દમય અનુભવો તથા તેની લાગણીઓ માસવાર બદલાતી ઋતુ અનુસાર વર્ણવવામાં આવે છે. આ પ્રકારનાં ગીતોમાં વર્ષના બારે માસનાં દુખ-દર્દોની રજૂઆત થાય છે, તેથી તેનું નામ બારા માસા પડ્યું છે. બારા માસા પ્રકારનું ગીત ઉર્દૂ ઉપરાંત પંજાબી, હરયાનવી, વ્રજભાષા, અવધી, મૈથિલી, માલવી,…

વધુ વાંચો >

બાલાવબોધ

બાલાવબોધ : ગુજરાતીનો મધ્યકાલીન સાહિત્યપ્રકાર. ‘બાલ’ના અવબોધ અર્થાત્ જ્ઞાન કે સમજણ માટે રચનાઓ તે બાલાવબોધ. સંસ્કૃત, પ્રાકૃત, વ્રજભાષાના ગ્રંથોના કે ક્વચિત્ પારસી ધર્મગ્રંથોના અનુવાદ કે ટીકા રૂપે બાલાવબોધ રચાતા રહ્યા છે. બાલાવબોધમાં કેટલીક વાર જે તે કૃતિના સાદી ભાષામાં લેખકે કરેલા સીધા અનુવાદ હોય તો કેટલીક વાર મૂળ ગ્રંથોના અનુવાદને…

વધુ વાંચો >

બેઝિક ઇંગ્લિશ

બેઝિક ઇંગ્લિશ : અંગ્રેજી ભાષાના વિકાસ માટે વિચારાયેલું અત્યંત સરળ સ્વરૂપ. આ માટેનો સૌપ્રથમ વિચાર બ્રિટિશ લેખક અને ભાષાશાસ્ત્રી ચાર્લ્સ કે. ઑઝન(1889–1957)ને આવેલો. તેમાં અંગ્રેજી ભાષા પૂરતી આંતરરાષ્ટ્રીય આદાનપ્રદાન માટેની એકસરખી આધારભૂત એક રીત ઉપજાવાઈ છે. તેમના પુસ્તક ‘ધ મીનિંગ ઑવ્ મીનિંગ’(1923)માં બેઝિક ઇંગ્લિશ વિશે પ્રાથમિક વિચાર રજૂ  થયો, જે…

વધુ વાંચો >