સાહિત્યપ્રકાર

બૅલડ

બૅલડ : ‘બૅલાદે’ અને ‘બૅલે’ની માફક આ શબ્દ પણ ઉત્તરકાલીન લૅટિન તથા ઇટાલિયન ‘બૅલારે’ એટલે કે ‘નૃત્ય કરવું’ એ શબ્દ પરથી ઊતરી આવ્યો છે. તાત્વિક રીતે બૅલડ એક પ્રકારનું ગીત છે અને તેમાં વાર્તાકથન હોય છે. પ્રારંભમાં તે નૃત્યની સંગતમાં સંગીત સાથે ગવાતું રજૂ થતું. મોટાભાગનાં બૅલડની કેટલીક લાક્ષણિકતાઓની તારવણી…

વધુ વાંચો >

બ્લૅન્ક વર્સ

બ્લૅન્ક વર્સ : અંગ્રેજી પદ્યરચનાનો એક પ્રકાર. આ પદ્યરચનામાં પ્રાસરહિતત્વ છે એથી એ બ્લૅન્ક કહેવાય છે. વ્યાખ્યાથી તો, કોઈ પણ પ્રકારની પ્રાસરહિત પદ્યરચનાને બ્લૅન્ક વર્સ કહી શકાય; પણ છેલ્લાં 450 જેટલાં વરસમાં મોટાભાગનાં કાવ્યો પ્રાસરહિત પદ્યરચનાના જે પ્રકારમાં રચાયાં છે તે પદ્યરચના એટલે કે આયૅમ્બિક ગણનાં 5 આવર્તનોની પ્રાસરહિત પંક્તિ…

વધુ વાંચો >

ભજન

ભજન : ગુજરાતી લોકસાહિત્ય તેમજ શિષ્ટ સાહિત્યમાં સુપ્રતિષ્ઠિત ને સુપ્રચલિત ભક્તિજ્ઞાનમૂલક કે આધ્યાત્મિક પદકવિતાનો એક પ્રકાર. ‘ભજન’ શબ્દ સંસ્કૃત भज् ધાતુ પરથી આવેલો છે. ‘ભજન’નો અર્થ છે પરમતત્વ કે ઇષ્ટદેવનો આશ્રય લેવો, એની સેવા કે ઉપાસના કરવી, એનાં ગુણગાન ગાવાં. ભજનમાં ભગવાનનું સ્મરણ, સ્તવન, કીર્તન, પ્રાર્થના વગેરેના ભાવ-અર્થો સમાવિષ્ટ છે.…

વધુ વાંચો >

મહાકાવ્ય

મહાકાવ્ય : વિશ્વસાહિત્યનો એક પ્રાચીન કાવ્યપ્રકાર. એનો ઉદગમસ્રોત કંઠ્ય પરંપરામાં ક્યાંક હોવાનું સ્વીકારાયું છે. કેટલીક પ્રજાઓ પોતાના સમયના કોઈ વીરનાયકને કેન્દ્રમાં રાખી પોતાની એષણાઓ અને આકાંક્ષાઓ, પોતાનાં જીવનમૂલ્યો અને પોતાની જીવનરીતિઓ, પોતાનાં સમસામયિક તથ્યો અને સર્વસામયિક સત્યોને અંકે કરી અનાગતને સુપરત કરવા વાઙ્મય રૂપ આપે છે. આમ, કંઠોપકંઠ ઊતરી આવેલાં…

વધુ વાંચો >

મહિના

મહિના : મધ્યકાલીન ગુજરાતી પદ્યપ્રકાર. એમાં સંસ્કૃતની ‘ઋતુસંહાર’ જેવાં ઋતુકાવ્યોની પરંપરાનું સાતત્ય જોઈ શકાય. એ ‘બારમાસી’ કે ‘બારમાસ’ તરીકે  પણ ઓળખાય છે. એ ઋતુકાવ્યનો એક પ્રકાર છે, જેમાં વિરહિણી નાયિકાના વિપ્રલંભ શૃંગારની કરુણ અવસ્થાનું વર્ણન પ્રત્યેક માસ સાથે સાંકળવામાં આવ્યું હોય છે. નાયિકાની વિરહાવસ્થાનું વર્ણન સામાન્ય રીતે કારતક માસથી શરૂ…

વધુ વાંચો >

માતૃકા

માતૃકા : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું લઘુકાવ્યસ્વરૂપ. ‘માતૃકા’ એટલે મૂળાક્ષર–બારાખડી. આ સ્વરૂપની રચનાઓમાં ‘અ’થી માંડીને ક્રમશ: દરેક મૂળાક્ષરથી આરંભ થતાં ઉપદેશાત્મક પદ્યો આપવામાં આવે છે. ઘણુંખરું એ ચોપાઈ છંદમાં હોય છે. વર્ણમાળાના 52 અક્ષરોને સમાવતી હોઈ આવી રચનાઓ માતૃકાબાવનીના નામે પણ ઓળખાવાઈ છે. આ જ રીતે ‘ક’ વર્ણથી શરૂ થતાં ક્રમિક…

વધુ વાંચો >

મેટાફિઝિકલ કવિતા

મેટાફિઝિકલ કવિતા : સત્તરમી સદીનો આંગ્લ કવિતાનો એક પ્રવાહ. સત્તરમી સદીના કેટલાક આંગ્લ કવિઓની કવિતાને આ નામ આપવામાં આવ્યું હતું. આ કવિઓના આ કાવ્યપ્રવાહના પ્રણેતા મનાતા જૉન ડન ઉપરાંત જ્યૉર્જ હર્બટ, એન્ડ્રુ માર્વેલ, ક્લિવલૅન્ડ, કાઉલી, હેન્રી વૉન, રિચર્ડ ક્રૅશો તથા ટૉમસ ત્રેહરનનો સમાવેશ થાય છે. આ શબ્દનો સર્વપ્રથમ પ્રયોગ વિલિયમ…

વધુ વાંચો >

મેલોડ્રામા

મેલોડ્રામા : ઑપેરામાંથી ઉદભવેલો નાટ્યપ્રકાર. ગ્રીક ભાષામાં તે ‘સાગ ડ્રામા’ એટલે કે ‘ગીત-નાટ્ય’ તરીકે ઓળખાય છે. મેલોડ્રામાનો ઉદભવ ઇટાલીમાં સોળમી સદીનાં અંતિમ વર્ષોમાં ઑપેરાના ઉદભવની સાથોસાથ થયો. ઑપેરાનો વિકાસ પ્રશિષ્ટ ટ્રૅજેડીને પુનર્જીવિત કરવાના પ્રયત્નમાંથી થયો. તેમાં સંગીત કે નાટ્યની જમાવટ હોય તે પ્રમાણે તે કૃતિ ઑપેરા કે મેલોડ્રામા તરીકે ઓળખાતી.…

વધુ વાંચો >

રાઇમ રૉયલ

રાઇમ રૉયલ : દશ-સ્વરી (decasyllabic) કડીનો આંગ્લ છંદ-પ્રકાર. તેનો અનુપ્રાસ (rhyme) ab ab bcc પ્રમાણે હોય છે. સ્કૉટલૅન્ડના જેમ્સ પહેલાએ ‘કિંગ્ઝ ક્વાયર’(1423)માં તેનો ઉપયોગ કર્યો હોવાથી તેનું આવું નામ પડ્યું હોવાનું મનાય છે. ચૉસરના ‘કમ્પલેઇન્ટ અન્ટુ પિટી’માં તે જોવા મળે છે. ‘ટ્રૉઇલસ ઍન્ડ ક્રિસિડા’ તથા ‘ધ કૅન્ટરબરી ટેલ્સ’ની કેટલીક કાવ્યકથાઓમાં…

વધુ વાંચો >

રિવેન્જ ટ્રૅજેડી

રિવેન્જ ટ્રૅજેડી : કરુણાંત નાટકનો એક પ્રકાર. મોટે ભાગે તેમાં વેરની વસૂલાતનું નાટ્યવસ્તુ હોય છે અને બહુધા નાયક કે ખલનાયક પોતાને થયેલા અન્યાયનો બદલો લેતો હોય છે. આ પ્રકારની લોહીતરસી ટ્રૅજેડીનો સૌથી પ્રાચીન નમૂનો તે ઇસ્કિલસકૃત ‘ઑરેસ્ટ્રિયા’. રેનેસાંસ સમયગાળા દરમિયાન બે પ્રકારના નાટ્યશૈલી-પ્રવાહ જોવા મળે છે. પહેલો પ્રવાહ તે ફ્રેન્ચ-સ્પૅનિશ…

વધુ વાંચો >