સાહિત્યતત્વ

દાદાવાદ

દાદાવાદ : સાહિત્ય અને કલાની નાસ્તિવાદી ઝુંબેશ. પ્રથમ વિશ્વયુદ્ધના શરણાર્થી તરીકે સ્વિટ્ઝર્લૅન્ડ આવેલા કેટલાક લેખકો-કલાકારોએ ઝુરિકમાં આશરે 1916માં તેનો પ્રારંભ કર્યાનું મનાય છે. તેના અગ્રણી પ્રણેતા હતા રુમાનિયાના કવિ ટ્રિશ્ટન ઝારા, અલાસ્કાના શિલ્પી હૅન્સ આર્પ તેમજ ચિત્રકાર અર્ન્સ્ટ અને ડૂશાં. પોતાની ઝુંબેશનું નામ શોધવા તેમણે શબ્દકોશનું પાનું અડસટ્ટે ઉઘાડ્યું અને…

વધુ વાંચો >

ર્દષ્ટિબિંદુ

ર્દષ્ટિબિંદુ (point of view) : ચોક્કસ બિંદુએથી કોઈ વસ્તુને જોવી કે એનું નિરીક્ષણ કરવું. આ અર્થ પરથી કોઈ પણ વ્યક્તિના ચોક્કસ મનોવલણનો કે પછી એની પરિસ્થિતિઓથી બંધાયેલા અભિગમનો અર્થ પણ સૂચવાય છે. સાહિત્યક્ષેત્રે અને ખાસ કરીને કથાસાહિત્યક્ષેત્રે એનો વિશિષ્ટ પારિભાષિક અર્થ નિર્ધારિત છે. હેન્રી જેમ્સની પોતાની વિવિધ નવલકથાઓની લખેલી પ્રસ્તાવનાઓના…

વધુ વાંચો >

દોષો (કાવ્યના)

દોષો (કાવ્યના) : કાવ્યના આત્મા રસને હાનિકારક તત્ત્વો. અનૌચિત્ય એ જ કાવ્યદોષનું મૂળ છે. રસની પ્રતીતિમાં વિઘાત કરે તે રસદોષ, વિલંબ કરે તે અર્થદોષ અને અવરોધ કરે તે શબ્દદોષ – એવા ત્રણ મુખ્ય પ્રકારો થઈ શકે. આ રીતે રસને સીધી હાનિ પહોંચાડે તે રસદોષ છે. વીર રસમાં શૂરવીર યોદ્ધાને બદલે…

વધુ વાંચો >

નર્મ-મર્મ (wit and humour)

નર્મ-મર્મ (wit and humour) : અનુક્રમે નર્મયુક્ત વાક્ચાતુર્ય અને સમર્મ હાસ્યરસનો નિર્દેશ કરતાં પદો. હાસ્યની નિષ્પત્તિમાં સામાન્યત: નર્મ અને મર્મનો પ્રયોગ થાય છે. વ્યંગ કે કટાક્ષ કે અવળવાણીનો આશ્રય લઈને નર્મોક્તિ હાસ્ય નિષ્પન્ન કરે છે. મજાક કે મશ્કરીમાં વિશિષ્ટ કાકુથી ઉચ્ચારાતાં વચનો પણ નર્મોક્તિ જ છે. સુદામાને જોઈને મજાક કરતી…

વધુ વાંચો >

પરાવાસ્તવવાદ

પરાવાસ્તવવાદ : ચિત્રકલા, ચલચિત્રકલા, શિલ્પ અને સાહિત્ય જેવી કલાઓમાં પ્રસરેલું વીસમી સદીનું એક આત્યંતિક આંદોલન. તેના માટે ‘અતિવાસ્તવવાદ’, ‘અતિયથાર્થવાદ’ જેવા પર્યાયો પણ ગુજરાતીમાં યોજાય છે. આ આંદોલન પૅરિસથી પ્રસર્યું. એનો પ્રવર્તક આન્દ્રે બ્રેતોં છે, આન્દ્રે બ્રેતોંએ 1924, 1930 અને 1934માં ખરીતાઓ બહાર પાડ્યા પણ એમાં એની સૈદ્ધાંતિક ભૂમિકા બદલાતી રહી;…

વધુ વાંચો >

ભવિષ્યવાદ

ભવિષ્યવાદ (futurism) : ઇટાલીનાં કલા, સાહિત્ય અને સંગીતમાં આવાં ગાર્દ દ્વારા ચાલેલી આધુનિક ઝુંબેશ. એનો પુરસ્કર્તા ફિલિપ્પો તોમાઝો મારિનેત્તી છે. એણે પૅરિસથી પ્રસિદ્ધ થતા ‘લ ફિગારો’(22 ફેબ્રુઆરી, 1909)માં અતિશયોક્તિપૂર્ણ પયગંબરી ભયંકરતા સાથે ભવિષ્યવાદી ખરીતો પ્રગટ કર્યો હતો. કહે છે : ‘અમે જાહેર કરીએ છીએ કે જગતની ચમકદમકને અમે નવા સૌંદર્યે…

વધુ વાંચો >

ભવિષ્યવિદ્યા

ભવિષ્યવિદ્યા (futurology) : વર્તમાનમાં જે કંઈ બની રહ્યું છે, જે કાંઈ જોવા-જાણવા મળે છે, તેને આધારે ભાવિવલણોનું અર્થઘટન કરતી, વીસમી સદીમાં વિકસેલી વિદ્યાશાખા. ભવિષ્યનું અનુમાન કરવા માટે કોઈ એકલદોકલ વસ્તુ કે ઘટના પર્યાપ્ત નથી. ભાવિના ઊંડાણમાં ઊતરવા માટે વિવિધ સામાજિક અને વૈજ્ઞાનિક પૂર્વધારણાઓ(postulates)નો સહારો લેવો પડે છે. તેમાં અટકળ (conjectiurs),…

વધુ વાંચો >

ભારતીય જ્ઞાનપીઠ

ભારતીય જ્ઞાનપીઠ : ભારતીય સાહિત્ય-સંસ્કારનું જતન કરનારી અને એને ઉત્તેજન આપનારી સંસ્થા. સ્વર્ગસ્થ ઉદ્યોગપતિ સાહુ શાંતિપ્રસાદ જૈન દ્વારા વારાણસીમાં વિશિષ્ટ સંજોગોમાં 18 ફેબ્રુઆરી, 1944ના દિવસે તેની સ્થાપના થઈ. વારાણસીમાં 1944માં ભરાયેલા અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા પરિષદના અધિવેશનમાં દેશભરના વિદ્વાનો એકત્ર થયા હતા. તેમને શાંતિપ્રસાદ જૈનને મળવાનો અવસર પ્રાપ્ત થયો. તેનો લાભ…

વધુ વાંચો >

મૂલ્ય (સાહિત્યમાં)

મૂલ્ય (સાહિત્યમાં) : વસ્તુ, વ્યક્તિ કે સમષ્ટિની હસ્તીમાં, એના વિકાસ-વિસ્તાર-પરિવર્તનના મૂળમાં રહીને ધારક અને પ્રભાવક બળ રૂપે કામ કરતું અંતસ્તત્વ. તે સત્-તત્વ પર નિર્ભર, સત્વશીલતાનું દ્યોતક એવું પરિબળ છે. આ સૃષ્ટિના સર્વ પદાર્થો આંતર-બાહ્ય, નિમ્ન-ઊર્ધ્વ, સ્થૂળ-સૂક્ષ્મ એવા વિવિધ સ્તરો-સંબંધોથી કોઈ ને કોઈ રીતે સંલગ્ન હોય છે. જ્યારે જ્યારે કોઈ પદાર્થ…

વધુ વાંચો >

રસ

રસ પ્રાચીન ભારતીય સાહિત્યશાસ્ત્રનો એક સિદ્ધાંત. રસ વિશેનો ખ્યાલ અતિ પ્રાચીન છે. સૌપ્રથમ રસ વિશેના શાસ્ત્રીય નિર્દેશો ભરત-નાટ્યશાસ્ત્ર(ના.શા.)માં પ્રાપ્ત થાય છે (ઈ. પૂ. 1લી સદી). કાવ્યશાસ્ત્રની અલંકાર, રીતિ, વક્રોક્તિ, ધ્વનિ અને ઔચિત્ય તથા અનુમિતિ એમ સઘળી પરંપરાઓ ‘રસ’નો સ્વીકાર વિના સંકોચે કરે છે. મતભેદો માત્ર રસની અભિવ્યક્તિના સંદર્ભમાં રહેલા છે.…

વધુ વાંચો >