સાહિત્યતત્વ

સંરચનાવાદ

સંરચનાવાદ : આધુનિક ભાષાવૈજ્ઞાનિક સાહિત્યવિચારની પાયારૂપ સંજ્ઞા. દરેક ભાષા અનન્ય હોય છે. એ ભાષાની ઉક્તિઓને અને એમના એકમોને એમના પરસ્પરના સંબંધોથી સમજી શકાય છે. આ એકમો અને એમના સંબંધોને તપાસતાં તપાસતાં જ ભાષાની સંરચના સુધી પહોંચી શકાય છે. સૉસ્યૂર માનતા હતા કે ભાષાવિજ્ઞાનીનું મુખ્ય કાર્ય ભાષાની તપાસ છે. એ જ…

વધુ વાંચો >

સાહિત્યશાસ્ત્ર

સાહિત્યશાસ્ત્ર : સાહિત્યનું વિવેચન કરતું શાસ્ત્ર. શબ્દ અને અર્થનો સહભાવ એટલે સાહિત્ય. સાહિત્યમાં વ્યાપક સંદર્ભે સર્વ શાસ્ત્રો, કાવ્યો, ટીકાગ્રંથો ઇત્યાદિનો સમાવેશ થાય છે; પરંતુ કાવ્ય-નાટ્યના સંદર્ભમાં અથવા તો સર્જનાત્મક ગ્રંથોના સંદર્ભમાં શબ્દ અને અર્થનો ઉચિત, રમણીયાર્થવાળો વિન્યાસ જે અલંકાર, ગુણ અને રસયુક્ત શબ્દાર્થનો પ્રતિપાદક હોય તે સાહિત્ય. સાહિત્યનું વિવેચન કરતું…

વધુ વાંચો >

સાહિત્યસર્જનની પ્રક્રિયા

સાહિત્યસર્જનની પ્રક્રિયા : સાદ્યંત લોકોત્તર આનંદ આપે એવી વાગરચનાનું નિર્માણ કરવાની પ્રતિભાશાળી કવિ કે સાહિત્યસર્જકની સાધના; તેનું આનંદમૂલક ને આનંદપ્રવર્તક વાગ્યોગકર્મ. સાહિત્યસર્જનની પ્રક્રિયા સંકુલ અને નિગૂઢ છે. આ પ્રક્રિયા વિશે બોલવાનું બધા સાહિત્યસર્જકોને પસંદ ન પણ હોય અને જે સાહિત્યસર્જકો સાહિત્યસર્જનની પ્રક્રિયા વિશે કહે તે સર્જકો બધા જ સાહિત્યસર્જનની પ્રક્રિયા…

વધુ વાંચો >

સૌંદર્યવાદ (aestheticism)

સૌંદર્યવાદ (aestheticism) : ‘સૌંદર્ય’, ‘સૌંદર્યશાસ્ત્ર’ અને ‘સૌંદર્યવાદ’ – આ ત્રણેય સંજ્ઞાઓ પરસ્પર સંકળાયેલી છે. બાહ્ય કે આંતર, ઇન્દ્રિયગ્રાહ્ય કે ઇન્દ્રિયાતીત ‘સૌંદર્ય’ (beauty) માનવજાતના રસનો વિષય રહ્યું છે. માનવસર્જિત સૌંદર્ય પણ એમાંથી જ એક યા બીજા રૂપે પ્રેરણા લઈ જન્મ્યું છે. આવા ‘સૌંદર્ય’ વિષયે સમયે સમયે જે વિચારણા થતી રહી તેમાંથી…

વધુ વાંચો >