સલામતી સેવાઓ

એસ.ડી.ઈ.સી.ઈ.

એસ.ડી.ઈ.સી.ઈ. : ફ્રાન્સની સરકારહસ્તકની ગુપ્તચર સંસ્થા. આંતરિક સલામતી તથા વિદેશી ગુપ્તચર પ્રવૃત્તિઓ એ બંને વિભાગો તેના કાર્યક્ષેત્રમાં મૂકવામાં આવ્યા છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને તે પછીના ગાળામાં ફ્રાન્સમાં જે જુદી જુદી ગુપ્તચર સંસ્થાઓ ઊભી કરવામાં આવી તે બધીને એક કેન્દ્રીય સંગઠન હેઠળ મૂકવાના ઉદ્દેશથી આ સંસ્થા સ્થપાઈ છે. ફ્રાન્સના યુદ્ધોત્તર…

વધુ વાંચો >

ઑકિનલૅક ક્લૉડ જૉન આયર સર

ઑકિનલૅક, ક્લૉડ જૉન આયર સર (જ. 21 જૂન 1884, હેમ્પશાયર, ઇંગ્લેન્ડ; અ. 23 માર્ચ 1991, મોરોક્કો) : નામી બ્રિટિશ સેનાપતિ. તેમણે વૅલિંગ્ટન કૉલેજમાં અભ્યાસ કર્યો. 1904માં તે 62મી ‘પંજાબીઝ’માં જોડાયા અને 1941માં તેઓ ભારતમાં કમાંડર-ઇન-ચીફ બન્યા; ત્યાર પછી ઉત્તર આફ્રિકામાં વૅવેલના ઉત્તરાધિકારી બન્યા. તેમણે સિરેનાઇકા તરફ સફળતાપૂર્વક આગેકૂચ કરી પણ…

વધુ વાંચો >

ઑપરેશન બ્લૂ સ્ટાર

ઑપરેશન બ્લૂ સ્ટાર : પંજાબમાં આતંકવાદ બેકાબૂ બનતાં 6 જૂન 1984ના રોજ ઇન્દિરા સરકારે અમૃતસરના સુવર્ણમંદિરમાં કરેલી લશ્કરી કારવાઈ. 10 જુલાઈ, 1984ના રોજ પ્રકાશિત કરવામાં આવેલા ભારત સરકારના શ્વેતપત્ર અનુસાર આ પગલાને લીધે 92 જેટલા સૈનિકો માર્યા ગયા હતા અને 287 જેટલા ઘવાયા હતા, જ્યારે 554 જેટલા આતંકવાદીઓ માર્યા ગયા…

વધુ વાંચો >

ઑપરેશન બ્લૅક થંડર

ઑપરેશન બ્લૅક થંડર : સ્વતંત્ર શીખ રાજ્યની જાહેરાત કરનાર અલગતાવાદી પરિબળોને સુવર્ણમંદિર સંકુલમાંથી દૂર કરવા 30 એપ્રિલ, 1986ના રોજ અર્ધલશ્કરી દળોએ લીધેલું પગલું. ડિસેમ્બર, 1984ની લોકસભાની ચૂંટણીઓ બાદ રાજીવ ગાંધીની સરકારે પંજાબ પ્રશ્નના ઉકેલને પ્રાધાન્ય આપવાનું નક્કી કર્યું. 11 માર્ચ 1985ના રોજ આઠ જેટલા મુખ્ય શીખ નેતાઓ – જેમાં સંત…

વધુ વાંચો >

કેન્દ્રીય અનામત પોલીસ દળ

કેન્દ્રીય અનામત પોલીસ દળ (Central Reserve Police Force – CRPF) : કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવામાં રાજ્ય સરકારોને સહાય આપતું અર્ધ-લશ્કરી સંગઠન; સ્થાપના 1949. તે અંગેના કાયદાને ભારતના તત્કાલીન ગવર્નર-જનરલે ડિસેમ્બર 1949માં મંજૂરી આપી હતી. સ્થાપના સમયે તેનું મુખ્ય મથક નીમચ (મ. પ્ર.) ખાતે રાખવામાં આવ્યું હતું, પરંતુ તે પછી…

વધુ વાંચો >

કેન્દ્રીય ઔદ્યોગિક સલામતી દળ

કેન્દ્રીય ઔદ્યોગિક સલામતી દળ : કેન્દ્ર સરકાર હસ્તકના ઔદ્યોગિક એકમોની સલામતી માટે રચવામાં આવેલું ખાસ દળ. સ્થાપના : માર્ચ 1969. શરૂઆતમાં માત્ર ત્રણ બટાલિયન ઊભી કરવા માટે મંજૂરી આપવામાં આવી હતી અને તેમાં સુરક્ષા સૈનિકોની કુલ સંખ્યા આશરે 2700 હતી, પરંતુ તે પછી તેનું વિસ્તરણ થતાં હવે તેમાં 85,000 સુરક્ષા…

વધુ વાંચો >

ચૌધરી, જનરલ જે. એન.

ચૌધરી, જનરલ જે. એન. (જ. 10 જૂન 1908, કૉલકાતા; અ. 6 એપ્રિલ 1983, ન્યૂદિલ્હી) : ભારતીય લશ્કરના નિવૃત્ત વડા. આખું નામ જયંતનાથ ચૌધરી. શિક્ષણ કૉલકાતા તથા લંડનમાં. સૅન્ડહર્સ્ટ (ઇંગ્લૅન્ડ) ખાતે તાલીમ (1928) લઈ નૉર્થ શેફર્ડશર રેજિમેન્ટની પ્રથમ પલટણમાં લશ્કરનો અનુભવ લીધા બાદ, ભારતીય લશ્કરની સાતમી કૅવલરીમાં જોડાયા. 1940માં ક્વેટા ખાતેની…

વધુ વાંચો >

ટૉર્પીડો

ટૉર્પીડો : નૌકાયુદ્ધમાં વપરાતું ખાસ પ્રકારનું શસ્ત્ર. તે સ્વયંપ્રણોદિત સ્વચાલિત આયુધ છે તથા પ્રબળ વિસ્ફોટકો સાથે પાણીની અંદર ગતિ કરે છે. તે દર કલાકે 30થી 40 નૉટ(દરિયાઈ માઈલ)ની ઝડપથી ગતિ કરે છે તથા 3,500થી 9,000 મીટર જેટલું અંતર એકસાથે કાપી શકે છે. માર્ગમાં તેનું વિચલન ન થાય અને નિશાન સુધી…

વધુ વાંચો >

ડિવિઝન

ડિવિઝન : જુઓ, સશસ્ત્ર દળ

વધુ વાંચો >

થિમૈયા, જનરલ કે. એસ.

થિમૈયા, જનરલ કે. એસ. (જ. 31 માર્ચ 1906, કૂર્ગ; અ. 18 ડિસેમ્બર 1965, નિકોસિયાસાયપ્રસ) : ભારતીય લશ્કરના સરસેનાપતિ અને રાષ્ટ્રસંઘની શાંતિસેનાના વડા. આખું નામ કોદેન્દર સુબય્યા થિમૈયા. શાળાકીય શિક્ષણ બૅંગાલુરુ ખાતે. 1922માં દેહરાદૂન ખાતેની રૉયલ ઇન્ડિયન મિલિટરી કૉલેજમાં પ્રાથમિક લશ્કરી શિક્ષણ માટે જોડાયા. 1926માં રૉયલ મિલિટરી સ્ટાફ કૉલેજ, સૅન્ડહર્સ્ટ, ઇંગ્લૅન્ડ…

વધુ વાંચો >