સલામતી સેવાઓ

નાગરિક સંરક્ષણ તંત્ર

નાગરિક સંરક્ષણ તંત્ર : યુદ્વ ફાટી નીકળવાની સંભાવના હોય અથવા લડાઈ શરૂ થઈ ગઈ હોય ત્યારે પ્રજાના જાનમાલનું રક્ષણ કરવા, પ્રજાનો જુસ્સો ટકાવી રાખવા તેમજ રોજિંદા જીવનમાં ઓછામાં ઓછી તકલીફ પડે તે જોવા રચાયેલું વ્યવસ્થાતંત્ર. ઉત્પાદનનો પ્રવાહ જાળવી રાખવા અને તે દ્વારા લોકોનું ખમીર ટકાવી રાખવાનો તેનો ઉદ્દેશ હોય છે.…

વધુ વાંચો >

નૅશનલ કૅડેટ કોર (NCC)

નૅશનલ કૅડેટ કોર (NCC) : સ્વતંત્ર પ્રજાસત્તાક ભારતની, લશ્કરી તાલીમ અને સામાજિક સેવાના ઉદ્દેશોને ધ્યાનમાં રાખી, શિસ્તબદ્ધ રીતે ચાલતી વિદ્યાર્થીઓ માટેની મહત્ત્વની યુવા-પ્રવૃત્તિ. ભારતને આઝાદી મળી તે પહેલાં, બ્રિટિશ શાસન દરમિયાન પ્રાદેશિક સેના(Territorial army)ના એક ભાગ તરીકે માત્ર કૉલેજમાં અભ્યાસ કરતા યુવાનોને લશ્કરી તાલીમ આપવા માટે યુ. ટી. સી.(યુનિવર્સિટી ટ્રેનિંગ…

વધુ વાંચો >

નૌચાલન

નૌચાલન : માલસામાન અને પ્રવાસીઓની હેરફેર માટે જળમાર્ગો ઉપર વાહન ચલાવવાની પ્રવૃત્તિ. આવાં વાહન તરીકે હોડી, જહાજ, સ્ટીમર જેવાં સાધનોનો ઉપયોગ થાય છે. નૌચાલનની મૂળ શરૂઆત યુરોપની ફિનિશિયન અને મીનોશ પ્રજાએ સૌપ્રથમ વખત ઈ. સ. પૂ. 1200થી 600 ના સમયગાળા દરમિયાન ઉત્તર આટલાન્ટિકમાં કરી હતી એવો ઐતિહાસિક ઉલ્લેખ પ્રાપ્ત થાય…

વધુ વાંચો >

પોલીસ

પોલીસ : પ્રજાના જાનમાલના રક્ષણ માટેનું અર્ધલશ્કરી શાસકીય સંગઠન. માનવ જ્યારથી સમૂહોમાં રહેવા લાગ્યો ત્યારથી સમૂહ માટે સલામતીની ચિંતા સમૂહના મુખીઓ કરતા, પછી ગોત્ર વસતાં ગયાં અને તેના રક્ષકોની ફરજો નિશ્ર્ચિત થતી ગઈ. પછી ગામો, શહેરો, રાજ્યો માટે આ સેવાઓ વિસ્તરતી ગઈ. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં આવી સેવા માટે રક્ષક અને સેવકોના…

વધુ વાંચો >

પ્રતિકાર

પ્રતિકાર : આક્રમણ ખાળવા માટેનો સામો ઉપાય. તેમાં સામાન્ય રીતે બંને પક્ષો બળનો ઉપયોગ કરતા હોય છે. જ્યારે કોઈ એક રાજ્ય બીજા રાજ્યના પ્રદેશને બળપૂર્વક પડાવી લેવાનો પ્રયાસ કરે છે અથવા જ્યારે કોઈ એક દેશ બીજા કોઈ સ્વતંત્ર અને સાર્વભૌમ દેશની અખંડતા અને સાર્વભૌમતાને પડકારી તેના પ્રદેશ પર જબરદસ્તીથી કબજો…

વધુ વાંચો >

ફરજિયાત ભરતી (Conscription)

ફરજિયાત ભરતી (Conscription) : દેશના દરેક પુખ્ત ઉંમરના તથા શારીરિક તંદુરસ્તી ધરાવતા નાગરિકને ફરજિયાત લશ્કરી તાલીમ આપવા અંગેની ધારાકીય જોગવાઈ. અપવાદજનક કિસ્સાઓ બાદ કરતાં માત્ર પુરુષ નાગરિકોને જ ફરજિયાત લશ્કરી તાલીમ હેઠળ આવરી લેવામાં આવે છે. સામાન્ય રીતે તે યુદ્ધના સમયમાં દાખલ કરવામાં આવે છે, જોકે શાંતિના સમયમાં તે અમલમાં…

વધુ વાંચો >

બેદી, કિરણ

બેદી, કિરણ (જ. 9 જૂન 1949, અમૃતસર, ભારત) : ભારતનાં પ્રથમ મહિલા પોલીસ-અધિકારી અને તિહાર જેલને ‘આશ્રમ’ બનાવનાર મૅગ્સેસે ઍવૉર્ડવિજેતા અફસર. તેમનો ઉછેર અમૃતસરમાં થયો અને પંજાબ યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્રના અભ્યાસ સાથે અનુસ્નાતક પદવી હાંસલ કરી. 1972માં તેઓ ભારતીય પોલીસ-સેવામાં આગ્રહપૂર્વક જોડાયાં. પોલીસ-અધિકારી તરીકેની કારકિર્દી દરમિયાન 1988માં દિલ્હી યુનિવર્સિટીમાંથી એલએલ.બી. થયાં.…

વધુ વાંચો >

બેરિયા, લૅવેન્ટી પૅવલોવિચ

બેરિયા, લૅવેન્ટી પૅવલોવિચ (જ. 1899, જ્યૉર્જિયા, રશિયા; અ. 1953) : રશિયાની ગુપ્તચર પોલીસના વડા. તેઓ કૉકેસસમાં ઓજીપીયુ સંસ્થાના સભ્ય હતા (1921–31). આ સંસ્થામાંથી જ છેવટે કેજીબી નામની વગોવાયેલી સંસ્થાનો ઉદભવ થયો. ત્યારપછી તેઓ જ્યૉર્જિયાના સામ્યવાદી પક્ષના પ્રથમ સેક્રેટરી બન્યા. તેમના આશ્રયદાતા સમા સ્ટૅલિને તેમને 1938માં, આંતરિક બાબતોના પ્રધાન તરીકે નિયુક્ત…

વધુ વાંચો >

ભરતી મેળો

ભરતી મેળો : સલામતી સેવાઓમાં લાયક ઉમેદવારો નિમણૂક મેળવી શકે, લાયક ઉમેદવારોની પસંદગીમાં પારદર્શિતા જળવાઈ રહે તેવા હેતુ માટે યોજાતા મેળાઓ. આવા મેળા માટે ઓછામાં ઓછી ત્રણ ભાષાઓનાં વર્તમાનપત્રોમાં અને ખાસ તો મોટાભાગનાં સ્થાનિક અને રાષ્ટ્રીય વર્તમાનપત્રોમાં મેળાની તારીખથી પંદરથી ત્રીસ દિવસ પહેલાં જાહેરાતો અપાય છે. તેમાં ઘણી વખત અરજીપત્રકનો…

વધુ વાંચો >

માણેકશા (ફીલ્ડ માર્શલ)

માણેકશા (ફીલ્ડ માર્શલ) (જ. 3 એપ્રિલ 1914, અમૃતસર, પંજાબ, ભારત; અ. 27 જૂન, 2008, વેલિંગ્ટન) : ભારતીય ભૂમિદળના બીજા (જામનગરના રાજેન્દ્રસિંહજી પછીના) ગુજરાતી સેનાધિપતિ. નામ સામ. પિતા હોરમસજી ફ્રામજી જમશેદજી બ્રિટિશ હિંદી સૈન્યમાં તબીબ હતા. કિશોરવયથી જ શારીરિક કવાયત અને વિશાળ વાચન તેમના શોખ હતા. વિશ્વયુદ્ધની રોમાંચક કથાઓનું સ-રસ વાચન…

વધુ વાંચો >